કોઇ કવિતા ભરી સાંજે મળશું
આછકલી કોઇ આડવાતે મળશું
તું હોય ને સાંજ પીતો દરિયો હોય
કદી ન વિસરાય એવી વાતે મળશું
ખોબો ભરીને રેતી ને ટેરવાં પર નામ
સિલક એટલી કે જમા ખાતે મળશું
જરા સાચવી ને અહીં નજર માંડજે
તીરે સમયના કદી નિરાંતે મળશું
હું ભીરુ ભીરુ ને તું જરા મૃદુ મૃદુ
અનંત એવી ભવની મુલાકાતે મળશું....
માના વ્યાસ
No comments:
Post a Comment