આ સન્નાટો ને આ એકાંતનું ખાલી આકાશ
મારો જ મારી સાથે ચાલી રહ્યો મહારાસ
અંધારામાં ધબકતી જોઈ લીધી એક સવાર
મને અજવાળી રહ્યો મારા અંતરનો ઉજાસ
એક લપાતી ખામોશીમાં શૂન્યનું સંગીત
દાદ દઈ રહી એકાંતની મહેફિલ ચોપાસ
આ ક્ષણમાં ઉપનિષદ શૂન્યનું એક ગુંજે
ખુદનો દીવો પ્રગટે ને ફેલાય આ અજવાસ
આ"પરમ"ઘડી ને મહામૂલું આ મહમિલન
"પાગલ"બનાવી ગયો મને ભીતરનો પ્રકાશ
#ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)
No comments:
Post a Comment