Tuesday, 20 March 2018

ગઝલ

પ્રણયમાં તું ગણી લે તીવ્ર ધબકારા  હદયમાં
પછી અશ્રુ ને પાંપણ પોખશે ખારા હદયમાં

તને ભૂલવા મથામણ કેટલી કરવી શું બોલું ?
ફરી આવી ચડે છે ,યાદ અંધારા હદયમાં..

બધી વાતો પ્રસંગે એની ખોલ્યા શું કરે છે ?
મને કાયમ  કરી દે કેદ બસ તારા હદયમાં..

તું  ભાડાના મકાનોમાં રહે માનવ ખબર છે ?
એ ઉડશે પળમાં તો નહિ આપ ઉતારા હદયમાં

ઈસુ પાસે શું માંગે ? રોજ બુમો પાડી માણસ..
રહે અંદર જ બ્રહ્મા,વિષ્ણુ ના નારા હદયમાં..

ગઝલના કાગળે પગલાં મેં પાડ્યા કંકુ લઈ ને
રહે શ્વાસોમાં શબ્દો ચૂમીને  મારા હૃદયમાં..

રૂપાલી ચોકસી "યશવી"

No comments:

Post a Comment