ૐ તત્સત
હું પીને વિષ તમને અમરત પાવાનો છું, ૐ તત્સત
હું આવ્યો છું એમજ પાછો જાવાનો છું, ૐ તસ્તત
જન્મ્યો શું કે દોટ મૂકી મેં મૃત્યુ તરફ એકી શ્વાસે
પણ દોસ્તો હું ફોગટ ફેરો ખાવાનો છું, ૐ તત્સત
દરિયાની ખારાશ સમાવી એક જ બિંદુ અશ્રુમાં
કોઈની આંખોમાં હું તરવરવાનો છું, ૐ તત્સત
કંચન છું કે કથીર છું એ દ્વેષી દૂનિયા શું જાણે?
પારખનારો પારખશે, પરખાવાનો છું, ૐ તત્સત
પર્વત પરથી ખળખળ વ્હેતા ઝરણાની સાખે કહું છું
હું મ્હેફિલમાં મારી ગઝલો ગાવાનો છું, ૐ તત્સત
- હરિ શુક્લ
૨૦-૦૩-૨૦૧૮
No comments:
Post a Comment