ઠંડી ઠંડી શીતળતાં ઝરશે,
જ્યારે આ ચાંદો તારા ગણશે.
કુહાડી જ્યારે સમજી જાશે,
ત્યારે દુનિયાની ઘાતો ટળશે.
સૂરજ થાકીને આડો પડશે,
દીવા અંધારે વાતો કરશે.
કૂખે ના મારો કન્યા જાતી,
"મા"નાં ધાવણ છાતીએ કણશે!
પડછાયો છે મૌસમ મીજાજી,
તસ્વીરો તેની કોણ ચિતરશે.
*કાજલ કાંજિયા "ફિઝા"*
No comments:
Post a Comment