Friday, 16 March 2018

ગઝલ

વાત છેલ્લીવાર કહેવા દે મને.
યાદ માં તારી તું રહેવા દે મને.
ગાલ તારા ચૂમવા ની આરઝૂ.
આંસુઓ ની સંગ વહેવા દે મને.
થવું છે સોનું હવે મારે જ તો.
આ અગન નો તાપ સહેવા દે મને.
અન્ય થી વાંધો નથી તેથી જ તો.
જાત સાથે રોજ લડવા દે મને.
ગાલ ના ખાડા મને મંજૂર છે.
મારી ઈચ્છાએ જ પડવા દે મને.
હાસ્ય જો ને દાસ્ય નો પર્યાય છે.
એટલે થોડોક રડવા દે મને.
હા નથી વિશ્વાસ"રશ્મિ"જળ ઉપર.
રણ ને તડકા થી પલળવા દે મને.
-ડૉ.રમેશ ભટ્ટ"રશ્મિ".

No comments:

Post a Comment