Thursday, 15 March 2018

ગઝસ

કાંઈ પણ બોલે છે અચકાતી નથી,
જીભ એવી છે કે શરમાતી નથી!

દર્દના છે પર્વતો આંખે ઘણા,
પણ નદી પાંપણથી છલકાતી નથી.

રોજ આપું છું ખુશી હું કેટલી,
જિંદગી આ તોય હરખાતી નથી.

વસ્ત્ર ઉતારે છે સ્ત્રીના આંખથી,
આંખ આવી કેમ લજવાતી નથી!

શ્વાસ ચાલે છે મને બસ છે ખબર,
જિંદગી તો ક્યાંય વરતાતી નથી.

ડો.સુજ્ઞેષ પરમાર 'તન્હા'

No comments:

Post a Comment