Saturday, 17 March 2018

ગીત

પ્રેમનું સપનું દેખાડીને, ઓચિંતું તે તોડી દીધું..,
પ્રેમથી આપ્યું દિલ મારું ,તે તો એને તોડી દીધું....

હાથમાં ખુશ્બૂ મહેકે, દિલમાં છે તસ્વીર  તારી,
ભૂલી ગઈ કસમો તારી, છોડી ગઈ જીવતો મારી.
ચુરે ચૂર કરીને દિલના , દિલ તે બીજું ખોળી લીધું..
પ્રેમથી આપ્યું દિલ મારું ,તે તો એને તોડી દીધું....

પ્રેમનું સપનું દેખાડીને ,ઓચિંતું તે તોડી દીધું..,
પ્રેમથી આપ્યું દિલ મારું, તે તો એને તોડી દીધું...

મીઠી મીઠી વાતો કરી, આવી વસી દિલના ઘરમાં,
કિસ્મત મારું ફૂટ્યું તું , પ્રીત ખોળી મેં પથ્થરમાં,
હળવે હળવે આવીને ,ઝેર જીવનમાં ઘોળી દીધું.
પ્રેમથી આપ્યું દિલ મારું, તે તો એને તોડી દીધું....

પ્રેમનું સપનું દેખાડીને ,ઓચિંતું તે તોડી દીધું..,
પ્રેમથી આપ્યું દિલ મારું, તે તો એને તોડી દીધું....

મૂરખ દિલ જાગી જા તું ,એની પાછળ  મર ના!
જૂઠો પ્રેમ છે , જૂઠી કસમ જુઠા છે સપના,
ખુશીની આશા જગાવીને, દુઃખની નગરીમાં છોડી દીધું,
પ્રેમથી આપ્યું દિલ મારું, તે તો એને તોડી દીધું....

પ્રેમનું સપનું દેખાડીને ,ઓચિંતું તે તોડી દીધું..,
પ્રેમથી આપ્યું દિલ મારું, તે તો એને તોડી દીધું....

-સંદિપ આર. ભાટીયા

No comments:

Post a Comment