Saturday, 17 March 2018

ગઝલ

હું અભણ છું એકડો ઘુંટું હવે
લાવ  કંકુ  કે *અખર*  પુંખું હવે

સાંજ થઈ ને આંખ ચાડી ખાય છે
એ મિલનને  સ્વપ્નમાં  મૂકું  હવે

દોસ્ત મારા છીનવી લો પ્રાણ ને
જિંદગીનાં  કાશથી  છૂટું  હવે

એક તારો સાથ જોશે જીવવા
પ્રશ્ન  વારંવાર કા  પૂછું  હવે?

શાંતિથી ઊંઘી ગયો 'આભાસ' જો
આ કબરને હું  હૃદયથી લૂંટું  હવે

-આભાસ

અક્ષર

No comments:

Post a Comment