Friday, 16 March 2018

ગીત

હૃદય અમારું વસંતાલય છે.......

એક આંસુ નો ભાર મળે ને!
દરિયાની કોઈ ધાર મળે ને!
ખારો કોઈ આધાર મળે તો -
રોવા, ખોવા, બધું જ જોવા .....
આવી જાજો, હૃદય અમારું વસંતાલય છે.......

ઝખ્મોને પંપાળ્યા હો તો,
ગીત કશે સંતાડ્યા હો તો,
નવા સૂરજની સાથે ઉગવા -
ખીલવા,ખુલવા, બધું જ ઝીલવા.....
આવી જાજો, હૃદય અમારું વસંતાલય છે.......

પવનની માફક કેફ ચઢે છે?
મૌન ઘુંટતો લેખ જડે છે?
મદહોશીની મદહોશી માં -
અડવા, લડવા, બધું જ કળવા.....
આવી જાજો, હૃદય અમારું વસંતાલય છે.......
હૃદય અમારું વસંતાલય છે.......

- પ્રાર્થના જહા

No comments:

Post a Comment