Friday, 16 March 2018

ગઝલ

તોડવાંનું,જોડવાનું,કાપવાનું બંધ કર!
તું મને તારા ગજાંથી માપવાનું બંધ કર!

કેમ કે હું તો સ્વયં વરદાન'શી લાગું મને,
એટલે અમથું તથાસ્તુ જાપવાનુ બંધ કર!

પુછ કે મારે ય મનથી ક્યાં જવું છે એટલું,
આમ ગમ્મે ત્યાં મને તું સ્થાપવાનું બંધ કર!

એકલી ખુશ્બુ હવે પર્યાપ્ત છે હોવા વિશે,
આજથી રંગરૂપ જેવું આપવાનું બંધ કર!

લોહની બેડી ઉતારી હેમની પહેરાવ મા!
આ રૂપાળી રીત થી સંતાપવાનું બંધ કર!

એટલો અવકાશ દે કે પાંખ ફફડાવી શકું,
દોસ્ત!મારી જાત ફરતે વ્યાપવાનું બંધ કર!

             :હર્ષા દવે
              ૧૫-૩-૧૮

No comments:

Post a Comment