બંદગી ખુદાની કરવી ખાસ છે.
જિંદગીનો આમ એ અભ્યાસ છે.
લાવ પાછી ગોઠવી આપું તને,
આ પતાની જોડનો આભાસ છે.
કેટલી તેણે મથામણ આદરી,
વાત એની આજ પાછી પાસ છે.
લોભ લાગ્યો ગોળ વાતે આજતો,
લ્યો હવે ત્યારે નવો એક તાસ છે.
એક ચપટીમાં સમજ આવે કદી,
એ ઘણીએ વાત એની ફાસ છે.
કાન્હ રાધા બોલતા લ્યો યાદ એ,
ગોકળીયું આજ રમતું રાસ છે.
માંગવાની આદતો ક્યારે હતી?
ખાનગી રાખેલ એવા ચાસ છે.
કાજલ
કિરણ પિયુષ શાહ
૧૫/૦૩/૧૮
No comments:
Post a Comment