Friday, 16 March 2018

અછાંદસ


એક પંખીની પાંખ હલે ખેતર પર મંથર
પવન પણે જો પાળ ઉપર ગોવાળ સરીખો સ્તબ્ધ ઘાસ અવલોકે !
વ્રૂક્ષ છાંયમાં બળદ ભળી જઈ
લુપ્તકાય વાગોળે...
જાગે સૂર્ય એકલો.
નજર પહોંચે ત્યાં લગી વિચારો જંપ્યા.
તળાવનું પોલાણ જલ સ્વપ્નવધુના પેટ સરીખુ હાલે!
પણે ચરાના શાંત ઘાસમાં સારસ જોડું
એકમેક પર ડોક પાથરી સૂતું.
ઉદગાર કાઢી ન શકું
એટલી રમ્ય શાંતિ
ઘડીભર આવી'તી...

                 --રાવજી પટેલ
                                     

No comments:

Post a Comment