હું કોઈ ફરિશ્તો નથી આદમી જ છું
આદમની જાતને તો કેમ કરીને રોકું?
શૃંગાર થકી તું શબાબને જો જગાડે
તો ઈશ્કના અવતાર ને કેમ કરી રોકું?
સીતા સ્વરૂપે તમને નીરખ્યા પછી
હવે હું ધનુષના ટંકાર ને કેમ રોકું?
ભીની બારૂદને તો સુકવી નાખી તમે
હવે આ અંતરની આગ ને કેમ રોકું?
જુનો નમાઝી હતો ને તમે મળ્યા સામા
હવે આ આંખોથી ઈબાદતને કેમ રોકું?
મહોબ્બત હતી કોઈ રમત તો નહોતી
તો હવે જમાનાની તહોમતને કેમ રોકું?
સ્વીકાર તો કરવો જ પડશે સંબંધનો
પરવરદિગારની રહેમત ને કેમ રોકું?
પ્રત્યેક પલ હોય છે "પરમ" પ્રેમમાં
હવે આ"પાગલ"પનને કેમ કરી રોકું ?
ગોરધનભાઈ વેગડ (પાગલ પાગલ)
No comments:
Post a Comment