Friday, 16 March 2018

ગઝલ

એક વીરડો ગાળવાનું એટલું સહેલું નથી
એક અશ્રુ ખાળવાનું એટલું સહેલું નથી

ચાંદનીમાં ઢાળવાનું એટલું સહેલું નથી
કે મને અજવાળવાનું એટલું સહેલું નથી

નખ ઉખાડો તો જ સાચો શબ્દ પ્રગટાવી શકો
પણ વચન એ પાળવાનું એટલું સહેલું નથી

બહાર હું ખામોશ,ભીતરથી છલકતો કલરવે
પંખીઓને ટાળવાનું એટલું સહેલું નથી

સખ્ત ખડકો પર સૂસવતી વાછટોનો અર્થ શું ?
જાનને ઓગાળવાનું એટલું સહેલું નથી.

       ---સુરેન્દ્ર કડિયા
                                

No comments:

Post a Comment