Tuesday, 12 June 2018

ગઝલ

ઓ મારા ભઇ,  તમે પ્રથમ તમારી, તમરી ઊતારો
સમય સાથે રહો, અથવા, ખુમારી અઘરી ઊતારો
    
ખરેખર હોય ઇજ્જત આપની,તો ઊભા થઇ ને,આ
હવામાં ઉંચે ચડતી,ધુળ ની ભરચક,ડમરી ઊતારો

બગલમાં છૂરી રાખો છો,ને મુખમાં રામ નું નામજ
હથેળી માં કાટ લાગે, તે પહેલા છૂરી ઊતારો

ખુદા જેવું નચાવે, એવુ નાચુ છું, એવું ના "કે"
સબુત માટે ખુદા ને "કે", હવે બસ દોરી ઊતારો

જનમ ની કુંડળી,વરસોથી વિધાતા લખે છે, તો
કહી દો એમને, કે કોક દી તો,  કોરી ઊતારો

મદદ કરવી,કદર કરવી,બધાથી પણ અલગ કરવી
ડુબી ના જાય એવી લાગણી ની નગરી ઊતારો

ફુલો થી આમ દિલ,ભગવાન નું જીતાશે કયારે તો
હૃદય ના કોર માથી વધતી જાતી પથરી ઉતારો

- આશિષ જયેશભાઇ ગજજર 

No comments:

Post a Comment