ફૂલ લગાવ્યું શું અંબોડે,
દર્પણ ખુદ દર્પણને તોડે !
ખુશ્બોનો વંટોળ ચડે છે,
એ જ્યારે ચાદર પરખોડે !
તું પણ ન્યૂઝ ચેનલ જેવી છો,
ક્યાંક વખાણે, ક્યાંક વખોડે !
હરણાંએ ફરિયાદ લખાવી:
મારી પાછળ મૃગજળ દોડે !
ફળનો એક જ નિયમ છે કે-
જેણે વાવ્યું'તું એ તોડે !
ભાગી-ભાગીને ક્યાં જાશો ?
કર્મ તમારાં તમને છોડે ?
'નિનાદ' ગઝલમાં એ ફાવે,
જે મારે પણ, હાથ બી જોડે !
- નિનાદ અધ્યારુ
No comments:
Post a Comment