Thursday, 15 March 2018

ગીત

ઓ સખી મોરી,તુજને કહુ એક વાતલડી,
નૈનોમા સપના ભરી જાગુ આખી રાતલડી.

તુજ બીન મારા સાજણા આવે ન મુજને નીંદરડી,
મળે જો તારો સાથ મુજને તો ઠરે મારી આતરડી.

કોયલ કેરા કંઠ કરતા મીઠી સાયબાની જીભલડી,
ભાન ભુલીને સાંભળુ હુ મુજ સાજનની વાતલડી.

આંગણે ઓસર ઉભી રહીને જોતી તારી વાટલડી,
કહી દે મુજને સાજણ ક્યારે લાવેશ જાનલડી.

                  *-મનિષા પારજીયા*

No comments:

Post a Comment