Thursday, 15 March 2018

ગઝલ

ઝંખનાઓને તજી શકતા નથી,
ઝંખવાથી પર રહી શકતા નથી !

એ ઈશારા પારખી શકતા નથી,
ને અમે સીધું કહી શકતા નથી !

હો પીડા તો કેટલીયે, તે છતાં
છીએ પથ્થર દિલ, રડી શકતા નથી !

ચાહતા કાયમ હતા ને ચાહીશું,
પાછા ચાહતથી વળી શકતા નથી !

વ્યક્ત કરવાની બધી કોશિષ છતાં,
ભાવને સૌ આવરી શકતા નથી !

શું નજર કોઈની લાગી ગઈ હશે ?
પ્રેમમાં આગળ વધી શકતા નથી !

ઓસરી ગઈ મારી જિજ્ઞાસા કે શું ?
કેમ પ્રશ્નો ઉદભવી શકતા નથી ?

- હેમંત મદ્રાસી

No comments:

Post a Comment