Thursday, 15 March 2018

અછાંદસ

ગંગામાતા
.
ગંગામાતાના કિનારે વસેલું,
અઢળક વૃક્ષો અને પક્ષીઓના કલબલાટ વચ્ચે વસેલું એક નાનકડું નગર, હસતું ખીલતું, ગોધૂલિ સાથે સવાર અને સાંજના રંગો ભરતું,  ચંપાનગર
.
અહીંયા જ મારું શૈશ્ય વીત્યું,
જીવનમાં પરીક્ષાઓ આપવામાં ખબર જ ના પડી કે મારું પણ એક શૈશ્ય હતું.
.
ગંગામાતાનો તટ,
જ્યાં હું અને મારો નાનો, લાડકો અને બહુ જ તોફાની ભાઈ શોણ જ્યાં અમે કલાકો સુધી ગંગામાતાના ભીની ભીની રેતીના તટ ઉપર રમતા, રખડતા અને આળોટતા હતા
.
અને ઘણીવાર,
આ ગંગામાતાના તટ ઉપર હું એકલો હોય ત્યારે ગંગામાતાને ક્ષિતિજ સુધી કલાકો સુધી જોતા ક્યારેય ધરાતો જ નહોતો,
.
આ ગંગામાતાએ પણ મને ખોળામાં રમાડ્યો જ હશે,
ત્યારે પણ મને એવું લાગ્યા જ કરતું હતું...
.
.
અરે હા,
હું ?
હું કોણ ?
.
હાલ, કુરુક્ષેત્રના મેદાનમાં
છેલ્લા શ્વાસ લેતો એક સૈનિક,
સુયોધનનો દોસ્ત,
દુનિયા માટે એક સૂતપુત્ર
.
સૂર્યપુત્ર કર્ણ
.
.
સંજય એ. પરમાર (૧૧.૦૩.૧૮)

No comments:

Post a Comment