કોઈ માટે કંઈ કરી શકતા નથી,
મીણબત્તી સમ બળી શકતા નથી !
વાત દિલની મેં કહી , તો શું મળ્યું ?
સારી રીતે એ મળી શકતાં નથી !
ના અપેક્ષા એવી કંઈ રાખો તમે,
કોઈના જેવા બની શકતા નથી !
જ્યારથી દિલને ગમી બસ, એ ગયાં !
અન્ય કોઈ પણ ગમી શકતાં નથી !
દર્દ એવું પાળી બેઠા છીએ કે,
સાવ સાચું તો હસી શકતા નથી !
યુદ્ધ હો કે હો પ્રણયની વાત એ,
પગલાં પાછાં તો ભરી શકતા નથી !
શહેરની એવી પડી આદત કે એ
ગામમાં પાછા ફરી શકતા નથી !
- હેમંત મદ્રાસી
No comments:
Post a Comment