Thursday, 15 March 2018

ગઝલ

આંખમાં મેં સ્વપ્નની એ લાશને જોઈ હતી
અેટલે મેં અશ્રુઓથી આંખને ધોઈ હતી

એક ઈચ્છા આજ આવી હાથને સરકી ગઈ
આવશે પાછી ફરી એ આશ પણ ખોઈ હતી

એ દિવસની રાહ જોવામાં તડપતો આ સમય
વાટની એ વેદનામાં રાત પણ રોઈ હતી

દ્રશ્યમા થઈ એકરસ દ્રષ્ટા થવાનુ રઇ ગયુ
રાખતી રમમાણ હરપળ;ઝંખના કોઈ હતી

લાગતી એના વિના તો સાવ ફીકી ને નિરસ
એટલે શ્રધ્ધા થકી આ જિંદગી મોઈ હતી

# કિરણ જોગીદાસ

No comments:

Post a Comment