Thursday, 15 March 2018

ગઝલ

ફેરવી મો કહે છે ખબર નથી.
એમને સાવ મારી કદર નથી,

લાસ ને મુજ મહીં, કો ફરક નથી,
જીવતો છું હું ,એથી કબર નથી.

આવવાના નથી જાણું છું છતાં
રાહ  જોયા કરું છું સબર નથી.

સાંભળી વાત એવી ભ્રમર થકી,
ફુલ છે હોઠ તારા અધર નથી.

જે મરી, એ હતી વેદના મરી,
વાઢ કે ચીર ,મુજને અસર નથી.

-સંદિપ આર. ભાટીયા

No comments:

Post a Comment