Thursday, 14 June 2018

અછાંદસ

એય માછલીઓ
મુકો તમારો દરિયો,
એક્વેરીયમમાં  પહોચી જાઓ..

ને પંખીઓ
ભૂલો ગગન,
પાંજરા માં જાઓ પુરાઈ..

ચાલો પુષ્પો
શું કરો છો બગીચે ?
ફૂલદાનીમાં ગોઠવાઈ જાઓ.

વેકેશન
તો પૂરું થયું..

-પ્રેમલભાઈ શાહ

No comments:

Post a Comment