વલોણું
વલોવાય
કમનીય છતાં
મજબૂત હાથે ...
હાંડીમાં
દહીં ધૂમેડાય
છાસુ થાય
ને ગોરસ
ઉભરાય...
પ્રભાતિયા સંગ
હરિ રસ
ગવાય...
કાનમાં મિસરી
ધોળાય...
પણ....
આવું હવે
માત્ર
ચિત્રમાં દેખાય...
એ નમણી નાર
મહેનતનો સાર
ગોરસનો ભાર
છાસુ અપાર
માણસાઇનો સાર
પળવાર
દેખાય બસ! એકવાર
તો કેવુ!
રચના:નિલેશ બગથરિયા
"નીલ "
No comments:
Post a Comment