અંતમાં તો શ્વાસની છે હાર હું સમજી ગયો,
ને બધો આ જિંદગીનો સાર હું સમજી ગયો.
એ કશું બોલ્યા નહીં આંખો ઝુકાવી છે ફકત,
મૌન આંખોનો બધો વ્યવ્હાર હું સમજી ગયો.
એક બાપે પ્હેરવા કાઢ્યો છે ઝભ્ભો ફાટલો,
એ ખભા પર કેટલો છે ભાર હું સમજી ગયો.
એટલે પથ્થરને પુજવાનું અહીં છોડ્યું છે મેં,
એ પરમ તો છેજ નિરાકાર હું સમજી ગયો.
ના દવા લાગુ પડી છે, ના દુઆની થઈ અસર,
કોઈ અંગતનો હશે એ વાર હું સમજી ગયો.
હાથ ખાલી રહિ જવાના અંતમાં તો દોસતો,
સૌ સિકંદરના છે વારસદાર હું સમજી ગયો.
ડો.સુજ્ઞેષ પરમાર 'તન્હા'
No comments:
Post a Comment