Thursday, 14 June 2018

ગઝલ

લાખ ભલેને હોય કુટેવો
કવિ : મકરંદ મુસળે.

લાખ ભલે ને હોય કુટેવો,
માણસ તોયે મળવા જેવો.

સૌ પૂછે છે: ‘સારું છે ને?’
સાચો ઉત્તર કોને દેવો?

આપ ભલે ને હોવ ગમે તે,
હું ય નથી કંઈ જેવો તેવો.

દર્પણને ઘડપણ આવ્યું છે,
હું તો છું એવો ને એવો.

વાતે વાતે ફતવા કાઢે,
હેં ઈશ્વર, તું આવો કેવો ?

બાળક ખાલી આંખ મિલાવે,
ત્યાંજ મને છૂટે પરસેવો.

No comments:

Post a Comment