Wednesday, 13 June 2018

ગઝલ

થાકીશ પણ જોજે કદી હારીશ નહી
ને એટલે જ તું પણ કદી ફાવીશ નહી

તુટ્યા પછી પાછો ફરી સંધાય ક્યાં!
વિશ્વાસને તું આમ અજમાવીશ નહી

એકાંતમાં થઈ એકલો રડ્યા કરીશ
ચારે તરફ તું આયના સ્થાપીશ નહી

ભગવાન થઈને ભક્તથી ચોરે નજર!
એવા હિસાબો ચોપડે રાખીશ નહી

સુખ પણ નથી સહેવાતું એનાથી હવે
હદથી વધારે દર્દ તું આપીશ નહી

લઈને કસોટી રોજ તું પણ થાકશે
એનું ગજુ છે કેટલું માપીશ નહી

ના ભૂલતો છું આગ ઝળહળ સૂર્યની
સળગી ઉઠે તું એમ બહુ તાકીશ નહી

#કિરણ જોગીદાસ

No comments:

Post a Comment