Sunday, 3 June 2018

ગઝલ

કારણ ન શોધ અહી તું દેખાતા દરેક સંબંધમાં
ક્યારેક અકારણ કર પ્રવેશ સ્નેહ કેરા સંબંધમાં

ફળની આશા તો બહુ દૂરની વાત રોપણી પછી
એક શીતલ છાયા છુપી હોય છે દરેક સંબંધમાં

તમે બાંધો અને અમે ન નિભાવીએ જો પ્રેમ બંધન
ઉણપ ક્યાંક હોવી જોઈએ અંતરના અનુબંધમાં

ભલે હોય આભાસ અધૂરી ઉમ્મીદ મિલનની
કૈક તો છે જરૂર આભ અને ધરાના ઋણાનુંબંધમાં

કોણ અપરિચિત આવ્યું"પરમ"ઓળખ થઈ મારી
કોઈ છુપો ઈશારો છે પરમાત્માના "પાગલ"પ્રબંધમાં

ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)

No comments:

Post a Comment