Sunday, 3 June 2018

ગઝલ

💐💐💐💐💐

🌹તૃતીય વિજેતા🌹

પ્રસુતિ ની પીડા હસ્તે મુખે સહેનારી સ્ત્રી છે
દુખ દિલમાં દાબી વ્યથા સમજનારી સ્ત્રી છે

બહેન હોય દીકરી હોય માં કે પછી પત્ની
સબંધો સઘળા બખૂબી નિભાવનારી સ્ત્રી છે

ઝાંસી ની રાણી પ્રમાણ છે અહીં સૌર્યતાનો
મા ભોમની કાજે એકલી ઝઝૂમનારી સ્ત્રી છે

પતિવ્રતાનું પ્રમાણ આપ્યું સીતાએ વન જઇ
વિકટ પરિસ્થિતિમાં પણ સાથે ઉભનારી સ્ત્રી છે

ભગવા પહેરી ભક્તિમાં મીરાં બની મશહૂર
કીરતાલ ની સાથે કીર્તન બોલનારી સ્ત્રી છે

એવાત અલગ છે કે મજબૂરી માં દેહ વેચે
તેમ છતાં ખુમારીની સાથે જીવનારી સ્ત્રી છે

કેટકેટલું લખું હું સ્ત્રી વિષે કલમ પણ મૌન છે
એક શબ્દ લખું સ્ત્રી ને આંખ ભરનારી સ્ત્રી છે

વિનોદ બી ગુસાઇ “મૌન”

No comments:

Post a Comment