Sunday, 3 June 2018

અછાંદસ

સંબંધોના વમળે અટવાયો છું
વહેતો હતો સીધો ને હવે ખોવાયો છું.
સોદા લાગણીનાં કરી શક્યો ના કદી
આ ભર બજારે હવે અટવાયો છું.
પાણીદાર લાગતા દૂરથી કેવાં જો
જઇ નજીક હવે ઝાંઝવાથી ભરમાયો છું.
હસતાં ને મોહક આ હર ચહેરે
જોઇ મહોરા અનેક હવે ફસાયો છું.
આ રૂડપ સંબંધોની તારશે એક દિવસ લાગતું
પણ આ વ્હેમોના વમળે હવે "નીલ " ચકરાયો છું.

રચના :નિલેશ બગથરિયા
                 "નીલ "

No comments:

Post a Comment