Sunday, 3 June 2018

ગઝલ

તરહી ગઝલ- દિલીપ ઘાસવાલા
         .....ડૂસકે ચડી છે.

બનીને   સતિ  એ  ચિતાએ  ચડી  છે.
તમારા વિના  સાંજ ડૂસકે ચડી છે,

નથી  ઝુલ્ફ ની  લટ  કપાળેથી હટતી  ,
જે નટખટ બની ખુબ  માથે  ચડી   છે.

ઝૂલા ના કડા આજ પણ   સાચવ્યા  છે,
પ્રણયમાં હજી  ઠેશ    ઝૂલે  ચડી   છે.

ફૂટે  માનવી   માટલા  જોઈ પહેલા,
પનીહારિ  કુવા ને  કાંઠે    ચડી  છે.

ગઝલ હો  કે કાવ્યો ,સજાવું તને બસ,
જુઓ, વાત  હૈયા ની   હોઠે   ચડી   છે.

સમંદર એ   ખેડી  શકે છે,  સરળ  છે.
ગરમ  રેતમાં  હોડી    હાંફે   ચડી  છે.

પરિષદ ભરાતી   ફૂલો ની “દિલીપ” જો,
વસંતો  ની  ઉમ્મીદ  આંખે  ચડી   છે.

      દિલીપ વી ઘાસવાલા

No comments:

Post a Comment