સૌને પોત પોતાના
ખયાલો છે
સપનાઓ છે
ઇચ્છાઓ છે...
આ બધી
અલગતા વચ્ચે
સૌ પાસે
અંગત મોબાઈલ છે...
આમ તો દાદા
ને દાદી પણ છે
પણ વાર્તા વૈભવ ક્યાંક ગૂમ છે...
પપ્પા મમ્મી
દોડમાં છે
ને રાતે થાકીને પણ મોબાઈલમાં છે...
આ સૌ જેવો હું પણ છું
કારણ આ
કુટુંબનો સભ્ય છું...
છતાં
ઉંડે ઉંડે
થયા કરે છે...
આ કુટુંબમાં
કલરવ હોય
શોર હોય
આનંદ હોય
ને ફેસબુકથી નહીં
ફેસ ટુ ફેસ સંવાદ હોય....
આ ટપકતી ભયાવહ શાંતિ
આ કુટુંબને
ભરખી જાય એ પહેલાં....
રચના: નિલેશ બગથરિયા
"નીલ"
રાણપર
તા.ભાણવડ
જિ.દેવભૂમિ દ્વારકા
No comments:
Post a Comment