Sunday, 28 October 2018

ગઝલ

સુધારા સાથે

રચના:- હું નથી

ને ભલે આવે શિયાળાે ધ્રુજવાનો હું નથી,
તાપણું તું તારે કર પણ ઓઢવાનો હું નથી.

માર માર્યા જ્યાં વયે ત્યાં દોડવાનો હું નથી,
તું કહે તોયે હવે ફૂલ તોડવાનો હું નથી.

હે ખુદા તારે મને દુખ આપવું પણ હોય તે,
આપજે આમેય હિંમત હારવાનો હું નથી.

તેજ રાખ્યા છે,અબોલા ત્યાં કરી પણ છું શકું,
મૌન છે,મારું વરત તો બોલવાનો હું નથી.

વેતરી'તી લાગણી તે,મેં પરોવી સ્નેહથી,
તું હવે તોડે ફરી તો જોડવાનો હું નથી.

વેદનાને ને વિરહ સાંખ્યા બહુ મેં,ને હવે,
તું કહે તોયે અમ્સતું આવવાનો હું નથી.
       
તારી યાદોથી જ ચાલી આ રહ્યાછે શ્વાસ જો,
તું અગર ભૂલી જશે તો જીવવાનો હું નથી
      

             નીતા પટેલ "નવલ "

No comments:

Post a Comment