પથ્થરને કોતરી દઉં એને ખુદા થવું છે,
ને કોતરીને પથ્થર મારે કળા થવું છે.
નહિંતર એ દોષ કાયમ રહેશે જ મારી માથે,
મારે ય શ્વાસ મારા વેંચી ફના થવું છે.
તોડી દઇને સઘળા વાતાવરણનાં બંધન,
ભીતર તને જે સ્પર્શે એવી હવા થવું છે.
આ મોક્ષની તરફનો રસ્તો છે જો સમજતો,
ડાળીને, સાથે રહીને સૌથી જુદા થવું છે.
હું ફૂલ ના બની છો ઈશ્વર ચરણનું કાજલ,
મારે,બળે હવનમાં એ લાકડાં થવું છે.
*કાજલ કાંજિયા "ફિઝા"*
No comments:
Post a Comment