એક પરપોટો
એક પરપોટો થઈ ફૂટી ગયો! #
સાથ બે ક્ષણનો હતો, છૂટી ગયો!
વાલ્મિકી થઈને કવન કરવું હતું
વાલિયો આવી સકળ લૂંટી ગયો!
બોલવામાં મેં કસર રાખી હતી
આંધળો બ્હેરૂં ય પણ કૂટી ગયો!
બોલ બેસૂરા હતા, છોગા મહીં
તાર વીણાનો ય પણ તૂટી ગયો!
ફૂલને મેં મ્હેકતા રાખ્યા, અને
કંટકોને હું "હરિ" ચૂંટી ગયો!
- હરિહર શુક્લ "હરિ"
૨૫-૧૦-૨૦૧૮
# પૂણ્ય સ્મરણ : શયદા
"જિંદગીનો સાર જો પાણી મહીં
એક પરપોટો હતો, ફૂટી ગયો"
No comments:
Post a Comment