Sunday, 28 October 2018

ગઝલ

.................ગઝલ.............

તુજ સ્મરણને વિસ્મરી શકતો નથી,
દઇ વચન પાછો ફરી શકતો નથી.

તુજ વિનાના હાલ શા થ્યા છે સનમ!
વક્ત પણ જોને સરી શકતો નથી.

માંગ્યો તે એવો જ કીધો તો એ પ્રેમ,
આજ પણ દિલમાં મરી શકતો નથી.

સાથ તારો હોય તો ચિંતા શું હોય!
કોઇનાથી હું ડરી શકતો નથી.

આ મહાસાગર "વિજય"શાથી તરું!
કે વિના તારા તરી શકતો નથી.

"કવિ વિજય જાદવ"
૨૬/૧૦/૨૦૧૮
૦૮:૫૨
ગાલગાગા ગાલગાગા ગાલગા

No comments:

Post a Comment