*રાજ લખતરવી* સાહેબના મત્લા પરથી ગઝલ...
*ઝાંઝવા બદલે સરોવર જોઈએ*
*છે તરસ તો જળ ખરેખર જોઈએ*
એક છતને એક ચાદર જોઈએ,
માંગુ હું ક્યાં મારે પણ ઘર જોઈએ?
રોજ નિસાસા દે આંખોનો કૂવો,
ત્યાં પનિહારીને પાદર જોઈએ.
પાંખ કાપીને ભલા પૂછો તમે
બોલ તારે કેવું અંબર જોઈએ.?
આપવો જો હોય તો આપી દે તું,
મારે ચમચીમાં જ સાગર જોઈએ.
સ્પર્શ સુંવાળા ન યાચુ હું કદી,
જીવવા સુખેથી ઠોકર જોઈએ.
તુલસી હું થાવ પણ છે શર્ત એક,
ત્રાજવમાં સામે ઠાકર જોઈએ..
શૈલેષ પંડ્યા (નિશેષ)
No comments:
Post a Comment