લગાગા લગાગા લગાગા લગા
મદિરા ની મજલિસ તો નાકાર છે.
હશે જામ તારો તો સ્વીકાર છે.
નથી તારો દુશ્મન જગતમાં બીજો,
ખરો શત્રુ તારો અહંકાર છે.
થતી વાત સંસ્કારની જ્યારે પણ,
વડીલોને મારા નમસ્કાર છે.
ખરી જો હશે વાત મારી બધી,
મને ક્યાં જૂઠાણાની દરકાર છે.
છો ને હોય તન પર નવા આભૂષણ,
નજાકત વગર રૂપ બેકાર છે.
-- દિલીપ ચાવડા (દિલુ) ઉચ્છદ
Name : Dilipkumar Lakhabhai Chavda
Surat
No comments:
Post a Comment