ભાવ પૂર્ણ હૃદયમાંથી નીકળે નાદ તે સ્તુતિ
ભાવ જગતનો અનોખો ઉન્માદ તે સ્તુતિ
ભીડ પડે ત્યારે નાભિ મંડલથી નીકળે
વિશ્વાસનો જાગી ઉઠે આશાવાદ તે સ્તુતિ
એક ચૈતન્ય પ્રસરી જાય પિંડમાં
મન એકાકાર થઈ મેળવે આહલાદ તે સ્તુતિ
નતમસ્તક થઈ પ્રણિપાત આપમેળે
દ્રઢ શ્રદ્ધાથી પામે આશીર્વાદ તે સ્તુતિ
આત્મ વિશ્વાસ ને અટલ શ્રદ્ધા જાગી જાય
સાક્ષાત અનુભૂત થવાય કરતાં યાદ તે સ્તુતિ
રહે નહીં કો દાદ કે ફરિયાદ
ઈશ કર્ષિત થાય કરતાં સાદ તે સ્તુતિ
મળી જાય દુનિયાની દોલત એવો જાગે પોકાર
ભીંજવી દે ભક્તિનો એવો નાદ તે સ્તુતિ
દેવીબેન વ્યાસ -વસુધા -સુરેન્દ્રનગર
No comments:
Post a Comment