ગઝલ / 14-10-18/ વિષય - રાસ /
ગાલગાગા ગાલગાગા ગાલગા
-----------------------------------------------------
તાલ , ઠેકો, નાચ, ત્રમજટ જોઇએ,
રાસડામાં એમ રમઝટ જોઇએ.
અંગ આખ્ખું ડોલતું ગુલતાન થઇ,
રાસ રમવા જીવ છટપટ જોઇએ.
હોય મુખ પર હાસ્ય, નૈના બોલતાં,
ખેલી પણ આતુર, નટખટ જોઇએ.
વાગતા હો સાજ ધીં ધીં તાક ધા,
ઢોલીડાં હોંશી ને બળકટ જોઇએ.
અંબરેથી જોઇ માડી ઊતરે,
ભાવના, પોકાર ને રટ જોઇએ.
----------------હેમા ઠક્કર "મસ્ત"
No comments:
Post a Comment