*જિંદગી*
જયારે ધારેલું ના થાય ને..
ત્યારે,
જીવનનાં હિસાબો
ખોટાં લાગે સાહેબ,
બરાબરને?
અણધાર્યું કયાંક મળી જાય અને.....
ધારેલું, ઇચ્છેલું
કયાંક છુટી જાય,
ત્યારે ...
જિંદગીમાં જે મળ્યું છે
તેની ખુશી નથી થતી,
પણ..
નથી મળ્યું તેનું
દુઃખ જ સતાવે છે.
કેવી છે જીંદગી!!
એક અઘરો કોયડો....
હેં ને
ગમે તેટલા ભણીએ,
ગમે તેટલી...
ડિગ્રીઓ મેળવીએ ,
પણ.....
ક્યારેય ના સમજાય
અને ...
કયારેય,
ના ઉકેલી શકાય
તેવો,
કાયમીનો એક સવાલ....
જિંદગી...
એક એવો અટપટો અને ચટપટો દાખલો છે
કે..
એક વખત રકમ
લખાયા પછી..
કોઈ છેકછાક
કરી શકાતી નથી,
જે શેષ વધે
તેને જ ...
પોતાનું સમજી
સાચવી લેવાનું,
એ જ જિંદગી.
*કાજલ કાંજિયા 'ફિઝા'*
25/2/2017
No comments:
Post a Comment