🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ફળિયામાં ફોરીએ
ડેલીના દરવાજા ખોલીએ ને કલરવતાં ફળિયામાં ફૂલડાંની જેમ પાછાં ફોરીએ.
હાલ હવે આપણે સૌ સીમ ભણી હરિયાલાં ખેતરમાં સાગમટે મ્હોરીએ.
રોગભોગ મુકીને દાદાની દાઢીને દાદીના પાલવને પકડીને ફરફરતી મોજુને મનભરી માણીએ.
સીટીમાં તેતરની જેમ બજારે લપાતું નીકળવું, ગીરદીમાં ચારેકોર ચગદાવું વામીએ.
ગાડીમાં ગૂંગળાયા બૌ અને કાર્બનમાં કોહવાયા સૌ હવે આંબાની જેમ લીલું કોળીએ.
કલરવતાં ફળિયામાં ફોરીએ....
પાદર પણ ઉઘડતું જાય ઓલી હરફરતી વડલાની ડાળે, અને બોર સીધા બોરડીનાં ચાખીએ.
ગોવાતી વાંભ ભરી પડકારતો જાય ઘણજોકે ને ગૌરીની ઘંટડીનો રવ ખિસ્સે રાખીએ.
પડખેના પાળિયાની દોમદોમ સાહબી, સસલાની જેમ હવે છૂપાયા પગલાંને જોમ થોડું આપીએ.
કલરવતાં ફળિયામાં ફોરીએ...
એ.સી.માં ઠીંગાઈ ગ્યું જીવતરિયું આખું ને ફ્રિજમાં મૂ્ઝાયા બહુ હવે સીટીમાં કેમ કરી રહું ?
સરસરતો પવન ને હિલોળે મોલ એની ખૂશ્બૂમાં ઓળઘોળ જંતરિયું ઝરમરતી હેલીમાં બહું.
સાવ મૂંગા ફૂલડાંઓ કાલનાં ટેન્શનમાં લથબથ બંધાયાં આજના લ્હાવામાં દોરીએ.
કલરવતાં ફળિયામાં ફોરીએ....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/4, 7:52 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
હરિવર કહે તો...
હરિવર કહે તો આવું- જાવું
અમથું શું ડોકાવું
હરિવર કહે તો આવું....
મોરપીંછના રંગો હરફર વાદળિયાં થઈ ભરું
સાત સમંદર આર પાર જઈ વાવળિયા થઈ તરું?
ભીતર ભીની ભભક માટી પાંખોને ફફડાવું ?
હરિવર કહે તો આવું....
કાગળ કોરા કટ્ લખવા ઝટ્ કરી શું ધરવું ?
શ્વાસ કેરી સડકો પરથી દડકોઅડકો રમતાં ફરવું ?
કોયલ નાદે ઉલટપલટ મુરલી થૈ શું ગાવું ?
હરિવર કહે તો આવુંજાવું.....
ડૉ ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/4, 7:53 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
તંતું સૂરે
ઠગરી આશા લઘરી થઈ ગઈ
તો પણ બાંધ્યા તંતુ સૂરે.
અજવાળાં અંઘારાં વચ્ચે ધબકી મટકી મૂલે;
સ્મરણ બીજની ડાળે ટગલી ટોચે ફૂલડાં ઝૂલે.
સાત સૂરના સરવાળામાં રણકે ઝન્ ઝન્ તૂરે.
ઠગરી આશા લઘરી થઈ ગઈ તો પણ.....
જાત વચાળે જંતું મચડી દ્વારે ટપકી લ્હેરું;
ગઢ ઉજિયારા દશમી દશે ઝોકાર ઘણેરું.
પડઘમ બોલે મોજ મજેરી સદા રહી ભરપૂરે.
ઠગરી આશા લઘરી થઈ ગઈ તો પણ.....
ડો. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/6, 7:52 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
અફવા
અેક બારીમાં છીછકારો હોય તોય
અવાજો થ્યા એવું અફવાનું કહેવું.
ના લેવું કે દેવું તોય શીશીમાં ભરવાના
અખતરા હોય એમ અફવાનું રહેવું.
લોક આની ન માને પણ અફવાની માને.
મૃગજળમાં હળ હાંકે ડચકારા દઈ
એવી આમ વાત વાવી કે ફલવતી થઈ;
હજું બારણાંમાં રમતી'તી રાજ ને
પછી દરિયાની પાર પૂગી વણથંભી ગઈ.
માણસનાં ટોળાંમાં વાહનમાં આમ
તેમ ફજેતમાં ગોળ ગોળ ફરવામાં રહેવું.
એક બારીમાં છીછકારો હોય તોય.....
ગર્ભેલી વાત કાને સડેડાટ જાય વાયુ વેગે
એની ફૂંકોમાં વાતોની લીંબોળી પાકે;
કાનેથી,આંખેથી વધતી એ જાય બહુ
શેરીને ચોક પછી ઓટલે જઈ થાકે.
અંધારી રાત જેમ જામરતી જાય
એમ ચમકતી થાય આ અફવાનું એવું.
એક બારીમાં છીછકારો હોય તોય...
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/6, 7:52 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ધસમસતા ઓરતાનું ગીત
એક ફૂલ ખૂણેરું સાવ કુણેરું સોળ કળેરું ખીલ્યું દસદસ આંગળિયુંથી ઝીલ્યું રે પડખામાં અલ્લડ અલ્લડ.
આંખ પાંખથી ઝરણાં હાલ્યાં સામા પૂરે તીર જાગતા સનનન છૂટી ભાગે, સમજો આવ્યું.
વાટ વાટમાં ઉનાળો ભરપૂર ભાન લૈ લીલું લસરક ભીનું મનડું તાગે, સમજો લાવ્યું.
રગરગમાં વાવડિયા જોરે ધગધગ અંગઅંગમાં કૂદે સપનું ઝૂલ્યું મલમલ રે કમખામાં અલ્લડ અલ્લડ
એક ફૂલ ખૂણેરું સાવ કુણેરું સોળ કળેરું.....
અણસારા નીસરતા છાતીકટ તસતસતા મ્હેંદી પાને ભરચક રંગે આવી પૂગ્યા રે ઝબકારા.
કૂદાવી મોભારું શેરી રસ્તા ગળાડૂબ થઈ ખેતરમાં જઈ હરિયાલું થઈ ઊગ્યા રે ધબકારા.
તોરી તરંગ તૂકા ધસમસ વધતા વિસ્તારી ને આ ભીનું ટેરવું ડૂૂલ્યું રે ભીતરમાં અલ્લડ અલ્લડ.
એક ફૂલ ખૂણેરું સાવ કુણેરું સોળ કળેરું....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/6, 10:41 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ધીરે ધીરે ખરતા રહેવું
બીજું શું ? ધીરે ધીરે મરતા રહેવું
પલપલ થઈને ખરતા રહેવું એવું લાગે કે ન લાગે તોયે ટાણે ફેર નથી પડવાનો,
સમજ્યા કે ના સમજ્યા ?
આશા ફૂગ્ગો ફટ્, મૂંગું મૂંગું ઢગલે પડવું , થડિયું થઈને એકલવાયું સડતું આગે,
ના રેલા સમ સળવળ વહેતાં પગલાં, લૈ લથડિયાં ખાબોચિયામાં પડવા લાગે;
આંખે તેજી નૂરો ઠંડા રાખ થૈને ઊડે ને અંદર લીલાં પાન લઈ ખદબદતા રહેવું.
બીજું શું ? ધીરે ધીરે મરતા રહેવુું.....
જીવનને ધબકારે આશા વાસ બનીને ઊડી, પડખે લીલાં ખેતર સીધા ડંખે ફરકી;
ચાહત સરિતા સાવ સૂની ને ભાવઝરણનું થંભવું, ધડકન ખાવા ધાય ડહકી;
ના તોષ જરા ના અડગ મનનો કેફ, ના સ્વપ્ન બનતાં અશ્વો ના વિસ્તારતા રહેવું.
બીજું શું ? ધીમે ધીમે મરતા રહેવું....
ના પડતા પાસાહાથે, ના ખૂદ બૂલંદી બનતા મરજીવાનો મારગ ભૂલી
આડાબીડ બનીને વટકી રહેવું, સીધા દરમાં લીટા કરતા સર્પ બનીને ડૂલી,
સજદારને કાને ધાકું રંગ બદલતાં પીંછાં ના નકકી પગલું ભરવું, વાતાવાતા વહેવું.
બીજું શું ? ધીમે ધીમે મરતા રહેવું......
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/6, 5:38 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
અફવા
અેક બારીમાં છીછકારો હોય તોય
અવાજો થ્યા એવું અફવાનું કહેવું.
ના લેવું કે દેવું શીશીમાં ભરવાના કોડ, અખતરા ખતરામાં અફવાનું વહેવું, લોક વાત આની ન માને પણ અફવાની માને માને
ગર્ભેલી વાત કાને સડેડાટ જાય વાયુ વેગે,
એની ફૂંકોમાં વાતોની લીંબોળી પાકે;
કાનેથી,આંખેથી વધતી એ જાય બહુ
શેરીને ચોક પછી ઓટલે જઈ પાકે.
અંધારી રાત જેમ જામરતી જાય
એમ ચમકતી થાય આ અફવાનું એવું.
એક બારીમાં છીછકારો હોય તોય...
મૃગજળમાં હળ હાંકે ડચકારા દઈ
એમ, વાત વાવી કે ફલવતી થઈ;
બારણામાં રમી'તી રાજ ને ટોળાંમાં ફજેતમાં ગોળ ગોળ ફરવાને ગઈ.
હજુ મેળામાં રમતી રાજ ને પછી દરિયાની પાર પૂગી વણથંભી ગઈ.
એક બારીમાં છીછકારો હોય તોય.....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/13, 1:01 PM] bbjetpariya: ☘☘☘☘☘☘☘☘☘☘☘
કારણ મારણ વળગ્યાં
અમને છળતાં ફળતાં કારણ વાગ્યાં.
રોજ મરવાનું તોયે અખંડ જાગ્યા.
રંગભૂમિના નવલાં રંગે અમથું તમથું ધરવા.
નાના મોટાં નાચ નચાવી કાયમ મજબૂર કરવા.
મૃગજળ તમરાં મમરા જેવાં કાચા દોરે બાંંધ્યાં.
અમને છળતાં ફળતાં કારણ વાગ્યાં...
ઝુલવું ઊગવું દળવું ખરવું નજરે ફળનું જોવું,
સાવ સૂકાં થડિયા ભીંતર વળગણ લીલું હોવું.
ચક્કર લેતી ઈચ્છા પહેરી ઊભે ઊભા સળગ્યાં.
અમને છળતાં ફળતાં કારણ વાગ્યાં...
સમય છેડા સાંધું બાંધું આ દોરામાં મનખાને,
અવળાં સવળાં કારણ લમણે ચાહતની મુશ્કાને.
તાક્ ધીનક બજ્યા કરતું સાચા ખોટા રાગે.
અમને છળતાં ફળતાં કારણ વાગ્યાં...
ડૉ. ભવેશ જેતપરિયા
☘☘☘☘☘☘☘☘☘☘☘
[9/17, 9:49 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
કામણઘેરી લાગણીના ટેભા ભરીને આંખેથી આંખને બાંધીને તરવું,
હૈયામાં ઊગેલા છોડવાને આકાશે આંબવાના ઓરતાથી સાંધીને ફરવું.
બર ચોમાસે પલળવા જાય એવાં સપનાને વળગીને આવી જાય ગમતીલું કોક,
આમ તેમ ચહેરાના ઢંગ રંગ બદલતા દેખીને ઉબકાની હેડકિયું લઈ લેતા લોક;
આંખેથી નીતરતી વાદળિયું હૈયાને ઝરમરીએ વ્હાલ કરી લળીલળી લહરક દઈ સરતી.
કામણઘેરી લાગણીના ટેભા ભરીને..
ઉઘડવું કમખાની બહાર કૂદી ઉછળતી થાય સામા પૂર ઝીલી સોંસરવી જાય
સીમથી દળદળતી વાત ઝાંપાથી શેરીમાં રમીને ડેલી લગ લંબાતી થાય.
લાલચટક કેસરિયા સપનાઓ સામેથી હાઉકારો કરીને બારણાની સાંકળ ખખડાવી ઠરતી.
કામણગારી લાગણીના ટેભા ભરીને....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/18, 3:47 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ધસમસતા ઓરતાનું ગીત
એક ફૂલ ખૂણેરું સાવ કુણેરું સોળ કળેરું ખીલ્યું દસદસ આંગળિયુંથી ઝીલ્યું રે પડખામાં અલ્લડ અલ્લડ.
આંખ પાંખથી ઝરણાં હાલ્યાં સામા પૂરે તીર જાગતા સનનન છૂટી ભાગે, સમજો આવ્યું.
વાટ વાટમાં ઉનાળો ભરપૂર ભાન લૈ લીલું લસરક ભીનું મનડું તાગે, સમજો લાવ્યું.
રગરગમાં વાવડિયા જોરે ધગધગ અંગઅંગમાં કૂદે સપનું ઝૂલ્યું મલમલ રે કમખામાં અલ્લડ અલ્લડ
એક ફૂલ ખૂણેરું સાવ કુણેરું સોળ કળેરું.....
અણસારા નીસરતા છાતીકટ તસતસતા મ્હેંદી પાને ભરચક રંગે આવી પૂગ્યા રે ઝબકારા.
કૂદાવી મોભારું શેરી રસ્તા ગળાડૂબ થઈ ખેતરમાં જઈ હરિયાલું થઈ ઊગ્યા રે ધબકારા.
તોરી તરંગ તૂકા ધસમસ વધતા વિસ્તારી ને આ ભીનું ટેરવું ડૂૂલ્યું રે ભીતરમાં અલ્લડ અલ્લડ.
એક ફૂલ ખૂણેરું સાવ કુણેરું સોળ કળેરું....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/18, 5:00 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
આંખેથી સાંધી
હીર કચ્ચી લાગણીના ટેભા ભરીને પછી આંખેથી આંખોને બાંધવી ફરવું.
હૈયામાં ઊગેલા છોડવાને આકાશે આંબવાના ઓરતાઓ સાંધીને ફરવું.
ભર ચોમાસે પલળવા જાય એવાં સપનાને વળગીને આવી જાય ગમતિલું ગીત,
આમ તેમ ચહેરાના ઢંગ રંગ બદલતા દેખીને હેડકિયું આવે ને જાય એની રીત;
આંખેથી નીતરતી વાદળિયું હૈયાને ઝરમરીએ વ્હાલ કરી વાત ધરી તરવું.
હીર કચ્ચેરી લાગણીના ટેભા ભરીને..
ઉઘડવું ફૂલ જેવું કમખાની બહાર કૂદી ઉછળતી થાય સામા પૂર ઝીલી સોંસરવી જાય.
સીમેથી દળદળતી ઝાંપાથી શેરીમાં રમીને રળવળતી ડેલીએ થથરતી લંબાતી થાય.
કેસરિયા સપનાઓ સામેથી હાઉકારો કરીને બારણાંની સાંકળ ખખડાવી થરથરવું.
કામણગારી લાગણીના ટેભા ભરીને....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/19, 5:07 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
આંખેથી સાંધી
હીર કચ્ચી લાગણીના ટેભા ભરીને પછી
આંખેથી આંખોને બંધાવી ફરવું.
હૈયામાં ઊગેલા છોડવાને આકાશે
આંબવાના ઓરતાઓ સાંધીને તરવું.
ભર ચોમાસે પલળવા જાય એવાં સપનાને વળગીને આવી જાય ગમતિલી મોજ,
આમ તેમ ચહેરાના ઢંગ રંગ બદલતા દેખીને હેડકિયું આવે ને જાય એવી રોજ;
આંખેથી નીતરતી વાદળિયું હૈયાને ઝરમરીએ વ્હાલ કરી વાત ધરી થથરવું.
હીર કચ્ચેરી લાગણીના ટેભા ભરીને..
ઉઘડવાં ફૂલડું કમખાની બહાર કૂદી ઉછળતું જાય સામા પૂર ઝીલી સોંસરવું થાય.
સીમેથી દળદળતી ઝાંપેથી શેરીમાં રમીને રળવળતી ડેલીએ ફરફરતી લંબાતી જાય.
કેસરિયા સપનાઓ સામેથી હાઉકારો કરીને બારણાંની સાંકળને ખખડાવી ઠરવું.
હીર કચ્ચી લાગણીના ટેભા ભરીને....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/21, 4:57 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
આંખેથી સાંધી
હીર કચ્ચી લાગણીના ટેભા ભરીને પછી આંખેથી આંખોને બાંધીને ફરવું.
હૈયામાં ઊગેલા છોડવાને આકાશે આંબવાના ઓરતાઓ સાંધીને ફરવું.
ભર ચોમાસે પલળવા જાય એવાં સપનાને વળગીને આવી જાય ગમતિલું ગીત,
આમ તેમ ચહેરાના ઢંગ રંગ બદલતા દેખીને હેડકિયું આવે ને જાય એની રીત;
આંખેથી નીતરતી વાદળિયું હૈયાને ઝરમરીએ વ્હાલ કરી વાત ધરી તરવું.
હીર કચ્ચેરી લાગણીના ટેભા ભરીને..
ઉઘડવું ફૂલ જેવું કમખાની બહાર કૂદી ઉછળતી થાય સામા પૂર ઝીલી સોંસરવી જાય.
સીમેથી દળદળતી ઝાંપાથી શેરીમાં રમીને રળવળતી ડેલીએ થથરતી લંબાતી થાય.
કેસરિયા સપનાઓ સામેથી હાઉકારો કરીને બારણાંની સાંકળ ખખડાવી થરથરવું.
કામણગારી લાગણીના ટેભા ભરીને....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/21, 4:58 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
લ્હેર મ્હેર
હરિયાલી સીમને ખેતરનાં તેતર સમ પાદરમાં આવીને ચરવું.
સમડીના પડછાયે હેલારા લઈ પછી શેઢામાં જઈને ફફડવું.
ગમાણને ઓઢીને ગોટમોટ પોઢીને સૂતેલી ગાય કને ખીલા સમ ખોડવી.
બંધાતી પાંખોને એક કરી આંખોને કેમ કરી ઘૂસરીએ જોડવી ?
તરુવરના પડછાયે લપાતા પંખીને મનભરી ગાવાનાં સપનાનું દોડવું.
હરિયાલી સીમને ખેતરનાં તેતર...
હલકતા-પડકારા પાંગરતા પાળિયામાં સિંદૂરિયા થાપામાં હલચલતા આવે.
લાલચટક લ્હેરુમાં ઉભરાતા મોલ સમ લ્હેરાતા તોર મોલ મ્હેર ભરી ખિસ્સું છકાવે.
ભર ચોમાસે વવાયાં બીજને વાછટ ન લાગે એ વાતોના વળથી અકળાવું.
હરિયાલી સીમ ને ખેતરનાં તેતર....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/23, 8:30 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
થાય ન પણ થાય
કાજળ કુણી વાત અાવડી લાંબી લચરક થાય,
આ કાજળનાં જળ ખળખળ ગાય ન પણ ગાય.
અટકળનું બહુ આડું અવળું રૂપ મજેરું બેસી પાંખે દોડ લગાવે વેગ વરેલું મપાય તો મપાય ન પણ મપાય- કાજળ કુુણી વાત આવડી....
સાવ સીધા માણસ જેવા શબ્દો આગળ પાછળ એવા પાંખ વીંઝતા-છપાય તો છપાય ન પણ છપાય, કાજળ કુણી વાત આવડી...
પળપલ વહી જાય સરરર સામટી લેશ ન આવે ગંધ નશીલી એ પણ ક્યારેક પમાય તો પમાય ન પણ પમાય- કાજળ કુણી વાત આવડી....
ફૂલ ઝાકળના સંબંધ બાંધ્યા સવાર પહેરી આવે યાદ અખંડા- લ્હેરાય તો લ્હેરાય ન પણ લ્હારાય, કાજળ કુણી વાત આવડી...
ઝાકળ કેરું ઝરણું મીઠું દોટ લગાવી જાય લંબાવી ડગલા ભરતું મૃગ-લપાય તો લપાય ન પણ લપાય- કાજળ કુણી વાત આવડી...
વાત વાતમાં કટી પતંગ થઈ ઊડે આભલ છાયે હવા હેલારે મોજ મજેરી- કપાય તો કપાય ન પણ કપાય, કાજળ કુણી વાત આવડી...
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/25, 11:21 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ચૂંટણીનું એવું
અજવાળાં ઝોકાર અાવશે, મખમલિયો અસબાબ લાવશે,મતડા ફાવશે,હોય પછી ધબ્ દઈ અંધારું, ચૂંટણૂનું તો આવું.
હંસારાણા ઊડી ઊડીને સાંકળને ખખડાવે પગલા ચરણ કમલના ના લાવે,ચૂંટણીનું તો આવું
બગલા કેરી ચાંચ બનીને ચારો વિણતા બોજ રોજ રોજ છલકાવે, ચૂંટણીનું તો એવું.....
હૈયાની વરાળ નીકળતા દૂજ્યા કરતું લોહી ટપકતું ઘારું,ચૂંટણીનું તો આવું.
અજવાળું ઝોકાર આવશે....
રોજ રામાયણ ટીવી પડદે આ ખોટો ના સાચો લમણાઝીકું નજરે ભાળું,ચૂંટણીનું તો આવું.
ના ઉકલતા સવાલ સામટા નાના હોય કે મોટા પાંચ વરસ તક લટકે તાળું, ચૂંટણીનું તો આવું.
કોઈ નથી અહી કોઈ કોઈનું સંભળા કરે અને પચી જાય જે જચી જાય પરબારું
અજવાળું ઝોકાર આવશે....
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/25, 11:25 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
કૂંડાંનું ફૂલ
મ્હેક મ્હેક મ્હોરેલાં ફૂલ પર ટપ દઈ વરસાદી
ફોરાનું પડવું ને કૂંડાંનું ફૂલ બની ગઈ ઓલી છોકરી.
રોમ રોમ ઉછળતું અમળાતું આસપાસ
ખળખળતું ગીત સાવ મૂંગું વછૂટી.
કમળની નાળમાં જલનાં તરંગ થઈ હલબલતી
રણઝણતી ક્ષણ જાય છૂટી.
થાય એવું ફરરર ઉડવું કે આકાશે ચૂગવું પણ છીપલીમાં જડવુંને કૂંડાંનું ફૂલ બની જાય ઓલી છોકરી.
કહેવું કે રહેવું કે સહેવુંની અવઢવમાં અટવાતી જાય લાલ ઓઢણીની ફગફગતી લ્હેર.
ધારદાર નજરિયા તગતગતી ધગધગતી થાય
લાલ પીંછાંમાં લંબાતી ઈચ્છાની સેર.
શેરીથી ઉંબર લગ વાતોના વંટોળીએ ચકકરાતું ધૂમ્મસનું ચડવુંને કૂંડાંનું ફૂલ બની જાય ઓલી છોકરી.
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/26, 4:09 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ઝળહળવું થઈએ
ખૂદની વાટે ચડતા જઈએ,
દીપ બની ઝળહળતા થઈએ.
દારુગોળો અંદર ભરચક,
અવગુણ બાંધી અઢળક ભર્યો;
તેજ તમાસા છળને ધરતા,
વિઘવિધ ભાતે ચહેરો ધર્યો.
સત્ય સદાચાર સેવા ઘરમી,
કરમી રસ્તે વળતા થઈએ.
દીપ બની ઝળહળતા થઈએ....
ફૂટી જઈએ ધડામ્ તૂટી,
તેજના તણખે ચકમક જોડી;
વછૂટવાનું વાટમાં મુકી,
છળના સાંધા તડાક તોડી.
તાળાં ખોલી તાગી તળિયું
એય લ્હેરમાં રમતા જઈએ.
દીપ બની ઝળહળતા થઈએ.....
કારણ બારણ તારણ મૂકી,
તંતુ લઈ સતની કેડી પર;
સહજ સહજની ક્યારી ઉપર,
ચડવું દશમે મોલ મેડી પર;
રોજ દિવાળી અજર દિવાળી,
અખંડ તેજ બની છલકતા જઈએ.
દીપ બની ઝળહળતા થઈએ......
– ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/26, 4:12 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ઝળહળવું થઈએ
ખૂદની વાટે ચડતા જઈએ,
દીપ બની ઝળહળતા થઈએ.
દારુગોળો અંદર ભરચક,
અવગુણ બાંધી અઢળક ભર્યો;
તેજ તમાસા છળને ધરતા,
વિઘવિધ ભાતે ચહેરો ધર્યો.
સત્ય સદાચાર સેવા ઘરમી,
કરમી રસ્તે વળતા થઈએ.
દીપ બની ઝળહળતા થઈએ....
ફૂટી જઈએ ધડામ્ તૂટી,
તેજના તણખે ચકમક જોડી;
વછૂટવાનું વાટમાં મુકી,
છળના સાંધા તડાક તોડી.
તાળાં ખોલી તાગી તળિયું
એય લ્હેરમાં રમતા જઈએ.
દીપ બની ઝળહળતા થઈએ.....
કારણ બારણ તારણ મૂકી,
તંતુ લઈ સતની કેડી પર;
સહજ સહજની ક્યારી ઉપર,
ચડવું દશમે મોલ મેડી પર;
રોજ દિવાળી અજર દિવાળી,
અખંડ તેજે તપતા જઈએ.
દીપ બની ઝળહળતા થઈએ......
– ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[10/2, 6:21 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
મનમોજી છે એવું
મન મોજી છે એવું ગમતું તાલ પખાજ બજાવે,
કોઈ ફૂંકે છે ઘાટમઘાટું કોઈ તીણા સૂર સજાવે.
હળવે ચાલ મજાની લઈ થઈ જાય પરગટ દીવડાં,
સાત સમંદર પાર ને કાંઠે કરે છબછબિયાં જીવડા,
કોઈ દરમાં ચૂંચૂં મ્યાઉ મ્યાઉં કોઈ બજારે ખડા.
લાગી જા મન મુકીને તું કોઈ આવે કોઈ જાવે.
મન મોજી છે એવું....
તને ગમે તે તારું મનવા મને ગમે તે મારું પ્યારા,
કોઈ વેગે ચડતા વેગી કોઈ ખળખળ પંથડા ન્યારા.
કોઈ આકાશે પાંખ વીંઝતા ખખડે સાંકળ પ્યારા.
ડેલી મધ્યે હેલી વરસે એકલ તૂરા ગીતવાં ગાવે.
મન મોજી છે એવું....
મલકત હોઠે ઝીલે કોઈ આંખિયનમે ઉજિયારા,
કોઈ ફૂલને માથે રાખે કોઈનું ફળિયું ફૂલહારા.
કોઈ ધારોધાર નીકળતા તો કોઈ કટારી બારા.
ચિતરે રંગ રેખનમે કોઈ શબદ પીંછી ઝબકાવે.
મન મોજી છે એવું....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[10/5, 12:14 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ફળિયામાં ફોરીએ
ડેલીના દરવાજા ખોલીએ ને કલરવતાં ફળિયામાં ફૂલડાંની જેમ પાછાં ફોરીએ.
હાલ હવે આપણે સૌ સીમ ભણી હરિયાલાં ખેતરમાં સાગમટે મ્હોરીએ.
રોગભોગ મુકીને દાદાની દાઢીને દાદીના પાલવને પકડીને ફરફરતી મોજુને મનભરી માણીએ.
સીટીમાં તેતરની જેમ બજારે લપાતું નીકળવું, ગીરદીમાં ચારેકોર ચગદાવું વામીએ.
ગાડીમાં ગૂંગળાયા બૌ અને કાર્બનમાં કોહવાયા સૌ હવે આંબાની જેમ લીલું કોળીએ.
કલરવતાં ફળિયામાં ફોરીએ....
પાદર પણ ઉઘડતું જાય ઓલી હરફરતી વડલાની ડાળે, અને બોર સીધા બોરડીનાં ચાખીએ.
ગોવાતી વાંભ ભરી પડકારતો જાય ઘણજોકે ને ગૌરીની ઘંટડીનો રવ ખિસ્સે રાખીએ.
પડખેના પાળિયાની દોમદોમ સાહબી, સસલાની જેમ હવે છૂપાયા પગલાંને જોમ થોડું આપીએ.
કલરવતાં ફળિયામાં ફોરીએ...
એ.સી.માં ઠીંગાઈ ગ્યું જીવતરિયું આખું ને ફ્રિજમાં મૂ્ઝાયા બહુ હવે સીટીમાં કેમ કરી રહું ?
સરસરતો પવન ને હિલોળે મોલ એની ખૂશ્બૂમાં ઓળઘોળ જંતરિયું ઝરમરતી હેલીમાં બહું.
સાવ મૂંગા ફૂલડાંઓ કાલનાં ટેન્શનમાં લથબથ બંધાયાં આજના લ્હાવામાં દોરીએ.
કલરવતાં ફળિયામાં ફોરીએ....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[10/7, 8:12 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
એક બીજાની સાથે ભળતા રહીએ,
હાલો નવલાં વરસે દીપ બની ઝળહળતા થઈએ.
હોય સંજોગો સારા નરસા ના હોય દિવસો સરખા સુખ દુ:ખ સાથે બેસી બાટી દઈએ.
જગ ચોકે પડકારો આવે પારાવાર ને મારંમાર તોયે કંટક વચમાં રહીને મ્હેકી લઈએ.
ના અવળા સવળા પગલા ભરીએ ના સામે તાણી તલવાર જેવા પણ ઠીક બનીને ઠરીએ.
એક બીજાની સાથે ભળીએ...
અંદર બેઠો કામણગારો સૌની સાથે તાલ મિલાવી ખળખળ કરતા સરકી જઈએ.
દરદ આપણું હોય કે એનું તોરમોરમાં સમરસ સમજી સરખા હેતે ફરતા થઈએ.
ખારો લાગે તીખો લાગે તીખો તૂરો તેવરવાળો સંસાર સાગર લ્હેર મ્હેરથી તરતા રહીએ.
એક બીજાની સાથે ભળીએ...
આંબા જેવો સંસાર ખાટોમીઠો હીરકચ્ચો કે પાકો, અમીયલ કોયલ બનીને ટહૂકી લઈએ.
કપાસ ફૂલડું હોય ભલે સૌની સાથે તાર મિલાવી સાંધી દઈએ ખૂદની વાટે ચ઼ડતા રહીએ.
પરમ પડખે સાવ લગોલગ ને છલોછલ બેસી જઈને દીપ બની જળહળતા થઈએ.
એક બીજાની સાથે ભળતા જઈએ...
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[10/9, 6:27 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
મનમોજી છે એવું
મન મોજી છે એવું
ગમતું તાલ પખાજ બજાવે,
કોઈ ફૂંકે છે ઘાટમઘાટું
કોઈ તીણા સૂર સજાવે.
હળવે ચાલ મજાની લઈ
કોઈ થઈ જાય પરગટ દીવડાં,
સાત સમંદર પાર ને કાંઠે
કોઈ છબછબિયાંનાં જીવડાં,
કોઈ દરમાં ચૂંચૂં મ્યાઉ મ્યાઉં કરતાં
કોઈ બજારે ખડા.
લાગી જા મન મુકીને તું
કોઈ આવે કોઈ જાવે.
મન મોજી છે એવું....
તને ગમે તે તારું મનવા અને
મને ગમે તે મારું પ્યારા,
કોઈ વેગે ચડતા વેગી ને
કોઈ ખળખળ પંથડા ન્યારા.
કોઈ આકાશે જઈ પાંખ વીંઝતા
ખખડે સાંકળ પ્યારા.
ડેલી મધ્યે હેલી વરસે એકલ સૂરી
તૂરાં ગીતવાં ગાવે.
મન મોજી છે એવું....
મલકત હોઠે ઝીલે ઝલમલ
કોઈ આંખિયનમે ઉજિયારા,
કોઈ ફૂલને માથે રાખે મનથી
કોઈનું ફળિયું ફૂલહારા.
કોઈ ધારોધાર નીકળતા તનસૂરા
કોઈ કટારી બારા.
ચિતરે રંગ રેખનમે સુંદર
કોઈ શબદ પીંછી ઝબકાવે.
મન મોજી છે એવું....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
No comments:
Post a Comment