🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
તંતું સૂરે
ઠગરી આશા લઘરી થઈ ગઈ
તો પણ બાંધ્યા તંતુ સૂરે.
અજવાળાં અંઘારાં વચ્ચે ધબકી મટકી મૂલે;
સ્મરણ બીજની ડાળે ટગલી ટોચે ફૂલડાં ઝૂલે.
સાત સૂરના સરવાળામાં રણકે ઝન્ ઝન્ તૂરે.
ઠગરી આશા લઘરી થઈ ગઈ તો પણ.....
જાત વચાળે જંતું મચડી દ્વારે ટપકી લ્હેરું;
ગઢ ઉજિયારા દશમી દશે ઝોકાર ઘણેરું.
પડઘમ બોલે મોજ મજેરી સદા રહી ભરપૂરે.
ઠગરી આશા લઘરી થઈ ગઈ તો પણ.....
ડો. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
મોજું કરીએ
વનવગડે કે સરવર દરિયા પાલવ જઈને મનભર મોજું કરીએ,
ના કોઈ ચિંતા ના કોઈ ફેનફતુરિયા રસભર ઘૂંટડા ભરીએ.
ના ઓછું ના અદકું સમરસ દલદલ રમત રમતાં મળીએ
એ.સી.માં બહુ ઠીંગરાઈ ગ્યા હવે દિલ ખોલીને ફરીએ
હારજીતનો ભાર ન લાગે હારી તો પણ જીતી જઈએ.
એક બીજાના ટેકે રહીને પગદંડી લંબાય ભલે પણ જાવું.
ગડબડ ઢગલે ઢગલા હોવે, સમજણ પાસે થંભી રાજી થાવું.
જ્યાં જઈએ-રહીએ ત્યાં તેના જેવા ઠીક બનીને ઠરીએ.
અંદર જઈને મળવું ફૂલ માફક ઉઘડવું કાંટા વચ્ચે ખીલવું.
ગળાડૂબ થઈ રજકણ તોયે સાચ અરીસે બિંબને ઝીલવું.
કાગળિયામાં અક્ષર અઢી સમજી જાય એટલું લખીએ.
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[7/15, 7:22 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
गांधीगीरी गीरी गीरी
क्यां जई करवी गांधीगीरी
चारेबाजु दादागीरी वादागीरी छानागीरी गीरी गीरी....
हवे नथीनुं भूत धूणतुं आपो कापो छापो मारो मारो,
ताळां कूची नथी हवे साबूत पींढारानो रोज रहे वरतारो़.
फूलीफाली वकरती थै भूंडागीरी मूंडागीरी गूंडागीरी.
क्यां जई करवी गांधीगीरी....
भेणसेळने भाव वधारो पडिके गंधातो माणस सस्तो,
आडा बीडे अथडातो अटवातो जेने जडे नहि कोई रस्तो.
फफडे तेतर रेढे खेतर फरतां वेतर शकरागीरी लफरागीरी.
क्यां जई करवी गांधीगीरी....
आम जावने अभडावानुं तेम जाव तो भरचक दर्दो,
खडकी पासे टोळां वच्चे मूंगामंतर थीजी ग्या छे मर्दो.
कलाबलाना उडे चीथरां वेचाय नरसिह मीरां तानारीरी.
क्यां जई करवी गांधीगीरी....
डॉ. भावेश जेतपरिया
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[7/15, 7:22 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
એ ફળિયું ક્યાં છે ?
ડૉ. ભાવેશ જેતપરિયા
કૂકડો બોલે સવાર પહેરી ફળિયા વચ્ચે
એ ફળિયું કયાં છે ?
ઊંચક નીચક થઈ જાતા આશા બંધી
એ વાવળિયા કયાં છે ?
કંઠે પ્રભાતિયાં રેલાય વલોણે ધમ્મર ઘંટી દાણા;
અાંગળિયુંની ભાત ઉપસતી ભીંતે હરખે છાણાં.
લચકે લથબથ જુવાર ઉપર પંખીને ચકકરાતું
એ ગોફણિયું કયાં છે ?
કૂકડો બોલે સવાર પહેરી ફળિયા વચ્ચે....
ડેલી ફરતો હૂંકો ફૂંકે શેઢાનો કલશોર ફરતો મ્હેકે;
કોઠીમાં ભભરાવી સપનાં લ્હેરી ધીંગા સૂરે ગ્હેકે.
ઊભા મોભે બેવડ રાગ થઈને ગાતું તાગી લેવા
એ તળિયું ક્યાં છે?
કૂકડો બોલે સવાર પહેરી ફળિયામાં....
નદીનાં જલ રંગે ખળખળ આશા સામા તીરે;
મોય-ઠેરી-હુંતુંતુંના સનનન તૂકા ખરતા ધીરે ધીરે.
ટેકરીઓ પર અવળાસવળા ટાંકા લેતી વીજ ભરી
એ વાદળિયું કયાં છે ?
કૂકડો બોલે સવાર પહેરી ફળિયામાં....
( મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ )
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[7/15, 7:22 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
અફવા
અેક બારીમાં છીછકારો હોય તોય
અવાજો થ્યા એવું અફવાનું કહેવું.
ના લેવું કે દેવું તોય શીશીમાં ભરવાના
અખતરા હોય એમ અફવાનું રહેવું.
લોક આની ન માને પણ અફવાની માને.
મૃગજળમાં હળ હાંકે ડચકારા દઈ
એવી આમ વાત વાવી કે ફલવતી થઈ;
હજું બારણાંમાં રમતી'તી રાજ ને
પછી દરિયાની પાર પૂગી વણથંભી ગઈ.
માણસનાં ટોળાંમાં વાહનમાં આમ
તેમ ફજેતમાં ગોળ ગોળ ફરવામાં રહેવું.
એક બારીમાં છીછકારો હોય તોય.....
ગર્ભેલી વાત કાને સડેડાટ જાય વાયુ વેગે
એની ફૂંકોમાં વાતોની લીંબોળી પાકે;
કાનેથી,આંખેથી વધતી એ જાય બહુ
શેરીને ચોક પછી ઓટલે જઈ થાકે.
અંધારી રાત જેમ જામરતી જાય
એમ ચમકતી થાય આ અફવાનું એવું.
એક બારીમાં છીછકારો હોય તોય...
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[7/15, 7:22 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ધીરે ધીરે ખરતા રહેવું
બીજું શું ?
ધીરે ધીરે મરતા રહેવું
પલપલ થઈને ખરતા રહેવું
એવું લાગે કે ન લાગે તોયે
ટાણે ફેર નથી પડવાનો, સમજ્યા ?
આશા ફૂગ્ગો ફટ્,મૂંગું મૂંગું ઢગલે પડતા
થડિયું થઈને એકલવાયું સડવા લાગે,
રેલાની જેમ સળવળ વહેતા પગલાં,
લૈ લથડિયાં ખાબોચિયામાં પડવા લાગે;
આંખે તેજી નૂરો ઠંડા રાખ થૈને ઊડે,
અંદર લીલાં પાન લઈ ખદબદતા રહેવું.
બીજું શું ? ધીરે ધીરે મરતા રહેવુું.....
જીવનને ધબકારે આશા વાસ બનીને ઊડે,
પડખે લીલાં ખેતર સીધા ડંખે ફરકી;
ચાહત સરિતા સૂની,ભાવ ઝરણનું થંભવું,
ખાવા ધાય ધડકન રહકી રહકી;
ના તોષ જરા, ના અડગ મનનો કેફ,
ના સ્વપ્ન બનતાં અશ્વો,ના વિસ્તારતા રહેવું.
બીજું શું ? ધીમે ધીમે મરતા રહેવું....
ના પડતા પાસા હાથે, ના ખૂદ બૂલંદી બનતા,
આ મરજીવાનો મારગ ભૂલી તોરે,
હોય અગોચર આડાબીડ બનીને વટકે,
સાવ જ સીધા દરમાં લીટા કરતા સર્પ બનીને દોરે;
સજદારીને કાને ધાકું,ના બદલતાં પીંછાં,
ના નકકી કર્યું પગલું ભરવું કે વાતાવાતા વહેતાં રહેવું.
બીજું શું ? ધીમે ધીમે મરતા રહેવું......
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[7/15, 7:22 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ધસમસતા ઓરતાનું ગીત
એક ફૂલ ખૂણેરું સાવ કુણેરું સોળ કળેરું ખીલ્યું દસદસ આંગળિયુંથી ઝીલ્યું રે પડખામાં અલ્લડ અલ્લડ.
આંખ પાંખથી ઝરણાં હાલ્યાં સામા પૂરે તીર જાગતા સનનન છૂટી ભાગે, સમજો આવ્યું.
વાટ વાટમાં ઉનાળો ભરપૂર ભાન લૈ લીલું લસરક ભીનું મનડું તાગે, સમજો લાવ્યું.
રગરગમાં વાવડિયા જોરે ધગધગ અંગઅંગમાં કૂદે સપનું ઝૂલ્યું મલમલ રે કમખામાં અલ્લડ અલ્લડ
એક ફૂલ ખૂણેરું સાવ કુણેરું સોળ કળેરું.....
અણસારા નીસરતા છાતીકટ તસતસતા મ્હેંદી પાને ભરચક રંગે આવી પૂગ્યા રે ઝબકારા.
કૂદાવી મોભારું શેરી રસ્તા ગળાડૂબ થઈ ખેતરમાં જઈ હરિયાલું થઈ ઊગ્યા રે ધબકારા.
તોરી તરંગ તૂકા ધસમસ વધતા વિસ્તારી ને આ ભીનું ટેરવું ડૂૂલ્યું રે ભીતરમાં અલ્લડ અલ્લડ.
એક ફૂલ ખૂણેરું સાવ કુણેરું સોળ કળેરું....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[7/15, 7:22 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ઝળહળવું થઈએ
ખૂદની વાટે ચડતા જઈએ,
દીપ બની ઝળહળતા થઈએ.
દારુગોળો અંદર ભરચક,
અવગુણ બાંધી અઢળક ભર્યો;
તેજ તમાસા છળને ધરતા,
વિઘવિધ ભાતે ચહેરો ધર્યો.
સત્ય સદાચાર સેવા ઘરમી,
કરમી રસ્તે વળતા થઈએ.
દીપ બની ઝળહળતા થઈએ....
ફૂટી જઈએ ધડામ્ તૂટી,
તેજના તણખે ચકમક જોડી;
વછૂટવાનું વાટમાં મુકી,
છળના સાંધા તડાક તોડી.
તાળાં ખોલી તાગી તળિયું
એય લ્હેરમાં રમતા જઈએ.
દીપ બની ઝળહળતા થઈએ.....
કારણ બારણ તારણ મૂકી,
તંતુ લઈ સતની કેડી પર;
સહજ સહજની ક્યારી ઉપર,
ચડ દશમે મોલ, મેડી પર;
રોજ દિવાળી અજર દિવાળી,
દીપ અખંડાનંદ લઈએ.
દીપ બની ઝળહળતા થઈએ......
– ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[7/15, 7:22 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ન આવો તો....
તમ્મારું રગરગમાં છલકે છે નામ,
દેખ્યા છે ચાખ્યા છે મટકીએ માણ્યા,
બસ હવે સમણાંઓ ફાલશે,
કાન હવે ગોકુલ ન આવો તો ચાલશે.
બંધ રહી આંખોમાં રમતા ને
રગરગમાં દોડી રિયા નૂર.
ચાવી છે હાથ વગી, ગંગાને
જમનાની મધ્યમાં ઉછળ્યાં છે પૂર.
મોરલીના નાદ હવે અંદરવા મ્હાલશે,
કાન હવે ગોકુળ ન આવો તો ચાલશે.
જ્ઞાન રિયું ગોટે ને મસ મોટા થોથે,
અક્ષરિયા હારબંધ પેખું.
બાવનની બાર હવે રુપ નહિ લેખા,
કેમ કરી શબ્દમાં દેખું ?
કાગળિયા લખીએ તો જ્ઞાનહીરા
ઉદ્ધવજી આવશે,
કાન હવે ગોકુળ ન આવો તો ચાલશે.
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[7/15, 7:22 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
સ્મરણ લીલા
સ્મરણ હાલ્યાં દળદળ ડાબા જમણાં હમણા તમણાં થૈ ને તળ લગ તાણી જંતરને ખોતરતાં.
ખરી દબાવી તબડક દો઼ડે જીવનની અટવીમાં જેવા વહેતા પાન સોંસરા વાયુના ઝીકોરા;
લ્હેર મ્હેર થઈ સ્મરણ મધ્યે વાદળમાંથી પાણીપંથા પડઘા આવે લસરક આકાશે એકઓરાં.
ધીંગાણું ત્યાં ધ્યાન મ્યાન થઈ સમજ પછીની સમજ ડખોળી વાવડને જોતરતાં.
સ્મરણ હાલ્યાં ખળખળ....
પાકલ થઈ પરપોટો ઝીલે સૂરજનો અસબાબ બદલાતા રંગે હૈયું વહેતું લોચન ઝીલ્યો ભાર;
વમળ ઘેલી ઘૂઘરિયુંનું ફિણફિણનું ફસવું લઈને પરપોટા ધારોધાર ને તૂટ્યા તટના તાર.
કમળ પાંદડી પંકિલ પંકિલ, લ્હેરોમાં ખસતા સમડીના પડછાયો લાગે ઘટનાને જોતરવા.
સમરણ હાલ્યાં ખળખળ....
હવે નહિ પલળશે મોતી છીપલી મધ્યે એવું ઝગમગ પલપલ લફરક બંધ બારણે નીકળે બારા;
પડછાયા રઝડતા વાસી કટકા કાચા તડકા તડાક તૂટી દોરા ઉડતાં છૂટતાં પાંતરથી એકનોરા.
અેકલ ખૂલી બારીમાંથી દેખા દેતી તગમગ આંખે દીવા ચોખટ બેઠી જાત નોતરતા.
સમરણ હાલ્યા ખળખળ....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀,🍀🍀🍀🍀🍀
[7/15, 7:22 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
સોળમા કટકનો હૂમલો
નીસરતું વીંધીને પાર એવી
ચૂંદડીની લ્હેર પાસે સાગરિયો થૂંઈ,
જયારે સોળમું કટક કરે હૂમલો....
ચશ્માની પાર જઈ ચહેરાઓ ચોકમાં
ટોળું થઈ જાય;
વર્તુળમાં ફરતાં એ તળિયાને તાગવા
ડૂબકિયું ખાય.
ભીંજાતો રસભીનો ટપકતો કોસ
એવી ખૂલબંધ ઈચ્છાનાં વહાણ જેવુંં મૂંઈ !
જ્યારે સોળમું કટક કરે હૂમલો....
ભાંગેલી રાતમાં અંધારે ઉજાશની
દોમદોમ સાયબી હજાર.
લંબાતી જાય સાત પાતાળે પૂગે
તોય શિખરનો ભાર.
આંખ્યું નોતરાય પછી હૈયું ખેંચાય પછી
તળ લગ ગડથોલું ખાય એવું ફૂલ ખીલે જૂઈ,
જ્યારે સોળમું કટક કરે હૂમલો.....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[7/15, 7:22 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
એવું તે શું કીધું ?
જીવતર આખું આપી દીધું !
લાગે કે આ મૂળ પાન તો સાવ રે છેટાં,
કર્યા પડળ આઘા પછી સાવ લગોલગ બેઠાં.
શ્વાસોના સોદામાં અમીજળ ભરચક પીધું.
આખું જીવતર આપી દીધું.....
અાડી અવળી રેખા વચ્ચે ચિતરવાનું ઝાઝું.
વાગે પડઘમ વાજુ એમાં મહેકી રહેવું તાજું.
અમતું તમથું સરભર રસભર સાધી લીધું.
આખું જીવતર આપી દીધું....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[7/15, 7:22 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
શું તારું શું મારું, મનવા !
શું મારું શું તારું મનવા ! શું તારું શું મારું ?
હું તારું તું મારું મનવા ! શું તારું શું મારું ?
મલોખાંને ખડકી દીધાં હોડી હાકણ વાયુ,
સાગર છોડી કાંઠે ફરતા પરપોટામાં આયુ.
'હું' પદ ઓઢી બદરાં જેવું વરસે છે એકધારું.
આ તારું આ મારું મનવા ! શું તારું શું મારું ?
બાજ બનીને ઊડી રહેવું નજરિયા ખેતરમાં,
હાડમાંસની ભીંતર બેઠાં ટહૂકાને છેતરમાં.
આખે આખો ખાવા કરતા બટકું બટકું સારું.
આ મારું આ તારું મનવા ! શું તારું શું મારું.....
ક્યા ફૂલને સાથે રાખીશ ક્યા ફૂલને માથે,
ગજરામાંથી દોરો તૂટતા ભળશે રજકણ સાથે.
મ્હોરાં ઝળહળ કરવાં કરતાં મુખડું કરવું પ્યારું.
હું તારું તું મારું મનવા ! શું તારું શું મારું......
કેટ કેટલાં છીંડાં કર્યાં ખલંખૂલાં ફળીએે,
ખોપરિયાળાં પ્રેત ફરશે હવેલીને તળીએ
માણસ ગંધા ! મુકી જવું, લઈ જશે શું તારું ?
હું તારું તું મારું મનવા ! શું તારું શું મારું.....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[7/15, 7:22 PM] bbjetpariya: ☘☘☘☘☘☘☘☘☘☘☘
હરિવર અંગત અંગત
ડૉ. ભાવેશ જેતપરિયા
હોય અઠંગો
અવાજ ઉતારી
આરપાર અંતર વહેતું
હરિવર અંગત અંગત....
તલભર તાળું લટકે બંધ બારણે
હાથવગી હોય
સમરથ ચાવી રજભર
હરિવર સંગત સંગત.....
મળે એઠાં બોર કે કરતાલ
લઈને તાલ ચાલ કે
તુલસીદલને તોલે
હોલા સમ ઘૂંટે હળવા જાપ
લખલખ પોબારા પોકાર
હજુરી હલક ડોલે
ઝાલર કેરી આરત પરગટ
રણઝણતી દલકમલમાં હેલી
વાટે ઘાટે આગત સ્વાગત
અવાજ ઉતારી અંતર વહેતું
હરિવર અંગત અંગત....
મૂળથી થડ વડ ડાળેડાળે
પાન કે નસનસ
તસતસ સુસવાટામાં વાયુ
મન મજાનું શિલાલેખ
થઈ જાય પછી પરગટ
શોધતા પરપોટામાં આયુ
ધૂપ ધૂમાડો યજ્ઞ થઈને
ગઢ ગાંગરતા મેલી
ટશિયા ફૂટ્યા તેજભેજરજ
સ્હેજે સ્હેજે લેતા
હરીવર રંગત પંગત
આરપાર અંતર વહેતું
હરિવર અંગત અંગત.....
( મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ )
☘☘☘☘☘☘☘☘☘☘☘
[7/15, 7:22 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
હરિ કરે તે ખરી
હરિવર કરે તે ખરી
પેલું પાન હલે ના જરી
મારો હરીવર કરે તે ખરી
હું એના દોરે ઉડનાર પતંગુ સાવ રે ઝીણું
આકાશે મબલખ તારામાં હું શું શું વીણું ?
અગોચરી અગાશી પર એને ફિરકી ધરી,
હરિવર કરે તે ખરી.......
ઉચક નીચક થૈ થૈ અમથું પડખે જાલી ફરું,
હાથે પકડું, કની બાંધું, પૂછડી કરું કે ન ધરું,
પવન લહેરું એના હાથે ધરી: ચગી કે ઠરી.
હરિવર કરે તે ખરી......
કાપ કૂપની કરવત માંડી મનડું મોજે તરેે,
રંગ પંચમ રંગત માંડી રમતું હાથે ધરે,
ખબર નૈ કે સપનામાંથી કયારે સવાર કરી,
મારો હરિ કરે તે ખરી.......
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[7/15, 7:22 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
બીજું શું કરવાનું
કરી કરીને બીજું શું કરવાનું
સાવ થઈ જાય લોથપોથ પછી આપણે પગપાળા જઈ નદી કિનારે ફરવાનું
ફૂલ નથી કે ગુલશન ગુલશન રમતાં રમતાં સાંજ પડી કે ખરવાનું
ઓઢી ચાદર લીલી યાદની મખમલ વાતો કહેવાની
અવસરના અણસારા જોઈને અમથી મોજું લેવાની
આછા અમથા રંગ ધરીને તેતર જેવું સાવ છાનું ચરવાનું
કરી કરીને બીજું શું કરવાનું.....
આડી અવળી રેખા હાથે મોઢે કેમ કરીને ગાવું ?
પડખેના પડછાયા જેવું વાત વાતમાં નાનું મોટું થાવું
કોઈની દોરી કોઈના હાથે આખું જીવતર ભમરડો થઈ ભમવાનું
કરી કરીને બીજું શું કરવાનું......
તડકો છાયો ખોબે આવે શીશીમાં ભભરાવું શું ?
ખૂલ્લાં નભની વચ્ચે આપણે કહેવું શું અને કરવું શું
ઘડી ઘડીની આવન જાવન વચ્ચે થંભી જાય ઘડી તો મૂંગા મૂંગા મરવાનું....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[8/9, 5:13 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
મેવાડ માથા સાટે
મેવાડ ભરી નામ લખેલું સઘળું મુક્યું વાદળ કાગળ જ્યાંં જ્યાંં ધુમ્મસિયું ગોઝારું.
જામગરીમાં તણખો પડતા એકલ તારે મનભરીને ગવાતું જાય નામ જ ન્યારું.
અજવાળાની રાતે આંખો મધ્યે સોળ કળા લઈ મ્હોર્યું મલમલ ટાણું મન ભરીને આવ્યું.
ગોકુળ ઘેલી રજકણ પેલી વાંસલડીના સૂરો ઝીલતી જમના જલમાં અઠે દ્વારકા લાવ્યું.
આપારી ઓ પારી રમતું રેતીની મોજાર બોરું ભાજી આરપાર જઈ પાકી ગ્યું પરબારું.
મેવાડ ભરી નામ લખેલું સઘળું મુક્યું.....
ધુમ્મસ પેઠી જીવતર મધ્યેે ઓળાનો અસબાબ તોયે નદિયું ઝીલે તરંગના તોખાર ભરોસે.
બંધ નગરની લઈ વારતા ખૂલી ડેલી દરવાજાના ડૂકી ગ્યેલા કમાડ તાણી ઊભી હોંશે જોશે.
બપોર વેળા ઝરણાં હાલ્યાં,તરણાં ઊગ્યાં,હરણાં દોડ્યા દેખી ગ્યાં એક બારું.
મેવાડ ભરી નામ લખેલું સઘળું મુક્યું....
સમજ પછીની પાર વણાતી વાતો મલમલ ચમકે અંદર ધમકે માઝમ રાતે યુગને જાય જોતરી.
જલ તરંગી અક્ષર જેવી માયાની ભૂતાવળ વઈ ગઈ શિલાલેખના પંજે આણને જાય પાથરી.
મહેલ તણા પડકારા વહી ગ્યા ખરાવાડમાં ડમરી થઈને,ખરતી રહરહ રાણાની બજારું.
મેવાડ ભરી નામ લખેલું સઘળું મુક્યું.....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[8/12, 7:21 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
કૂંડાંનું ફૂલ
મ્હેક મ્હેક મ્હોરેલાં ફૂલ પર ટપ દઈ વરસાદી
ફોરાનું પડવું ને
કૂંડાંનું ફૂલ બની જાય ઓલી છોકરી.
રોમ રોમ ઉછળતું અમળાતું આસપાસ
કલરવતું ગીત સાવ મૂંગું વછૂટી.
કમળની નાળમાં જલનાં તરંગ લઈ હલબલતી
રણઝણતી ક્ષણ જાય છૂટી.
થાય એવું ફરરર ઉડવું કે આકાશે ચૂગવું પણ છીપલીમાં જડવુંને કૂંડાંનું ફૂલ બની જાય ઓલી છોકરી.
કહેવું કે રહેવું કે સહેવુંની અવઢવમાં અટવાતી જાય લાલ ચૂંદડીની ફગફગતી લ્હેર.
ધારદાર નજરિયા તગતગતી ધગધગતી જાય જેમ
લીલાં પીંછાંમાં લંબાતી ઈચ્છાની સેર.
શેરીથી ઉંબર લગ વાતોના વંટોળીએ ચકકરાતું ધૂમ્મસનું ચડવુંને કૂંડાંનું ફૂલ બની જાય ઓલી છોકરી.
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[8/16, 12:21 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ફિકર ફાકી
મનજંગી આ ફકિરજીને કહેવું શું ને કરવું શું ? ઘટના આવી.
હાથમાં લઈને નીકળી ગ્યા જે તાળાં જોગી ચાવી,ઘટના આવી
ના ગાવું નૈ લેવું-દેવું વહેવું ભસમ સામે અગન જવાળા,
પોતલડીને મારી ગાંઠ ખલેચી અણખૂટ કરતી ચાળા.
ના પારા આઘા પાછા કરવા લીલા કરે પલાંઠી વાળી.
મનજંગી આ ફકિરજીને.....
અંધારું ધબ્ દઈને ચડતું-પડતું અજવાળું ઝોકાર ચોમેર ઝબકે.
ધજા ફરકે અંદર ધાડાં થરકી નીકળે બારા દશમે મોલે જઈને અટકે
અતલ વિતલ સુતલ તલતલ તાગી બેઠાં ભભૂત લગાવી.
મનજંગી આ ફકિરજીને....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[8/22, 2:58 PM] bbjetpariya: 🌹
લાવ તારી વાતને
લાવ તારી વાતને પંખીની પાંખ કરી નાખું ને ટહૂકાના તોરણએ બાંધું.
બપૈયા પલવું સાથે લઈ વરસાદી ફોરામાં ફાટફાટ આશાએ ઝીલવાની વાત;
ઝાકળનાં ગુલાબી સપનાઓ આંજી દે ટીપું એક ટાણાને અક્ષર સમ ગૂંથવાની વાત.
તળલગ જલદલમાં ન્યાલ થઈ સ્થિર રહી છીપલીનાં ધારણીએ બાંધું.
લાવ તારી વાતને પંખીની પાંખ કરી નાખું ને ટહુકાને તોરણીએ બાંધું.
પ્રભાતી આંખોમાં સાતસાત રંગોની ભાત લાલ ઓઢણીનો હેલારો વાયુ થઈ જાય;
બંધાતી મોતીની માળ લીલા દોરામાં ખ્યાલ થઈ આંગણીએ તોરણ મલકાય.
આકાશે પલળતા રંગ વહે દૂર પૂર વીજળીને ટાંકા લઈ વાદળીએ સાંધું.
લાવ તારી વાતને પંખીની પાંખ કરી નાખું ને ટહુકાને તોરણીએ બાંધું.
🌹
[8/28, 12:07 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
૮૦ વરસની જીવલીનું ગીત
ડૉ. ભાવેશ જેતપરિયા
અમે કહ્યું કે માજી કયારે ઉકલવું છે તો-
નાક ફૂલાવી છણકો કરતી કહી ગઇ જીવલી
કોણ કહે છે કમર મારી વાંકી છે,
હજુ જીવવાનું તો બાકી છે......!
ચાર બજે ઝબકીને ઘંટી ઘમઘમાવું છું,
નેતરું લઈને હાથે દોણાને ઘમકાવું છું.
એમ કયાં ધમની નસનસ થાકી છે!
હજુ જીવવાનું તો બાકી છે......!
શ્રાવણની કથા સુણી જીવતર વાંચું છું,
અધિક માસે ગોપી થઈ ઘનાઘન નાચું છું.
સોય પરોવતી નજરું મારી પાકી છે !
હજુ જીવવાનું તો બાકી છે......!
શ્યામ સાડલો હોય ભલે એ સમય છે હમણા,
ખોંખારે બેઠાં થાય એવા અંદર છે શમણાં.
પાનેતર ઓઢ્યાની એવી અડીખમ ઝાંકી છે !
હજુ જીવવાનું તો બાકી છે......!
ભનીની ભનીના લગન માણું છું,
ખૂપડે બાંધ્યા નાણા વાપરી જાણું છું !
દૂર લંબાતી વાટને કયાં તાકી છે!
હજુ જીવવાનું તો બાકી છે.....!
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/2, 6:13 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
બાનાં મૂલ
લેખણ કરે ના લેખા જેમાં ગુણલા ગરવા દેખા,
રેખા ભાવ ભરેલા અમીયલ કૂપા, હૈયું સત્સરુપે, અમુલખ દોરે બાંધ્યા ઝૂલ, બાનાં મૂલ.
નથી રોટલો ચૂલાનો અસબાબ થઈને ફૂલતો, કલરવ આખું ફળિયું લાગે સાવ જ ખાલી;
પાદર પૂગ્યા રૈલા બેડાં લાગે સૂકાં, ઠનઠન વીરડો ખખડે ને આ વડલો નથી આપતો તાલી.
જીવતર ફૂલડાં મ્હેકે, ગ્હેક્યા ભીતરના ભંડાર ઉજાશી શ્વાસ બની જાય ફૂલ,બાનાં મૂલ.
લેખણ કરે ના લેખા જેના ગુણલા ગરવા દેખા....
વળગણીએ શમણાં ખરખર થઈને ખરતાં,ચોખલિયા જીવતરની યાદો વળી વળી તરવરતી.
તસ્વીર તગતગ આંખે થઈને ગાથા અક્ષર ઊડી ગયા ને પંખી આશા પરબ વિના ધલવલતી.
પારણિયા સમ આંખલડી રહબોળ લવકતાં ફળીએ કમળ નાળનો તંતું છે વ્યાકુળ,બાનાં મૂલ.
લેખણ કરે ના લેખા જેમાં ગુણલા ગરવા દેખા....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀 🍀🍀🍀
[9/4, 7:39 AM] bbjetpariya: ☘☘☘☘☘☘☘☘☘☘☘
દાદા-દાદી
દાદા-દાદીને સાથમાં લીધા ને છોરાના ચાંદલા કીધા પછી બારણાંમાં હડસેલી દીધાં,
દાદા- દાદીને હાથમાં લીધા....
ઉંબરનો મોભ બની ઉછેર્યું આંગણું, ઘેઘૂરવા આંબાનાં મૂળમાં ધરબેલા ખીલા;
પસીના સીંચીને કર્યા'તાં ખેતર ને પાધરા, વાડીમાં લચકતા મોલ કર્યા લીલા.
આંતરને બેવડવા તોડીને ખાટલાઓ સાંધીને જીવતરના રાહ બાંધ્યા સીધા.
છોરાને ચાંદલા કીધા....
એક પછી એક ધાટ ઉતરીને સોસરવા પૂર સામે નીસર્યા તાણને ઝાલી,
હવે કાળજાના કટકા સમ ખેતરને વેચવાના વેતમાં વિકાસી નજરું ખાલી.
બાંરણાની તિરાડમાં તગતગતી લાલઘૂમ આંખોએ ખૂણામાં ગટગટ પીધાં.
છોરાને ચાંદલા કીધા.....
ડૉ. ભાવેશ જેતપરિયા
☘☘☘☘☘☘☘☘☘☘☘
[9/4, 7:40 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ફિકર ફાકી
મનજંગી આ ફકિરજીને કહેવું શું ને કરવું શું ? ઘટના આવી.
હાથમાં લઈને નીકળી ગ્યા જે તાળાં જોગી ચાવી,ઘટના આવી
ના ગાવું નૈ લેવું-દેવું વહેવું ભસમ સામે અગન જવાળા,
પોતલડીને મારી ગાંઠ ખલેચી અણખૂટ કરતી ચાળા.
ના પારા આઘા પાછા કરવા લીલા કરે પલાંઠી વાળી.
મનજંગી આ ફકિરજીને.....
અંધારું ધબ્ દઈને ચડતું-પડતું અજવાળું ઝોકાર ચોમેર ઝબકે.
ધજા ફરકે અંદર ધાડાં થરકી નીકળે બારા દશમે મોલે જઈને અટકે
અતલ વિતલ સુતલ તલતલ તાગી બેઠાં ભભૂત લગાવી.
મનજંગી આ ફકિરજીને....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/4, 7:48 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
મેવાડ માથા સાટે
મેવાડ ભરી નામ લખેલું સઘળું મુક્યું વાદળ કાગળ જ્યાંં જ્યાંં ધુમ્મસિયું ગોઝારું.
જામગરીમાં તણખો પડતા એકલ તારે મનભરીને ગવાતું જાય નામ જ ન્યારું.
અજવાળાની રાતે આંખો મધ્યે સોળ કળા લઈ મ્હોર્યું મલમલ ટાણું મન ભરીને આવ્યું.
ગોકુળ ઘેલી રજકણ પેલી વાંસલડીના સૂરો ઝીલતી જમના જલમાં અઠે દ્વારકા લાવ્યું.
આપારી ઓ પારી રમતું રેતીની મોજાર બોરું ભાજી આરપાર જઈ પાકી ગ્યું પરબારું.
મેવાડ ભરી નામ લખેલું સઘળું મુક્યું.....
ધુમ્મસ પેઠી જીવતર મધ્યેે ઓળાનો અસબાબ તોયે નદિયું ઝીલે તરંગના તોખાર ભરોસે.
બંધ નગરની લઈ વારતા ખૂલી ડેલી દરવાજાના ડૂકી ગ્યાં કમાડ તાણી ઊભી બખ્તર જોશે.
બપોર વેળા ઝરણાં હાલ્યાં,તરણાં ઊગ્યાં,હરણાં દોડ્યા દેખીને એક બારું.
મેવાડ ભરી નામ લખેલું સઘળું મુક્યું....
સમજ પછીની પાર વણાતી વાતો દલદલ ચમકે અંદર ધમકે માઝમ રાતે યુગ સમૂળો જોતરી.
જલ તરંગી અક્ષર જેવી માયાની ભૂતાવળ વઈ ગઈ શિલાલેખી પંજે આણ જાય પાથરી.
મહેલ તણા પડકારા વહી ગ્યા ખરાવાડની ડમરી થઈને ખરતી, રહરહ રાણાની બજારું.
મેવાડ ભરી નામ લખેલું સઘળું મુક્યું.....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
No comments:
Post a Comment