Monday, 15 October 2018

ગીત

[10/31/2016, 5:43 AM] bbjetpariya: 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ઝળહળ દિવો થઈએ
                ડૉ. ભાવેશ જેતપરિયા

ચાલો, આપણે ઝળહળ ઝળહળ દિવો થઈએ
અડખે પડખે અંધારાને છેટા કરતા જઈઅે

ગઢ ગાંગરતા તોર મોરને કલરવ મેના કાળી
ચારે કોરે ચકરાવા લેતી વરવી વરતી ભાળી
અમથું ખડભડ અમથું ભડભડ મુકી દઈએ
ચાલો, આપણે ઝળહળ જળહળ દિવો થઈએ..

મલોખાના પરપોટામાં આયુ નીજ ઘરે ના ઠરતું
દશદિશાની રંગત સંગત મન ચકરમાં ફરતું
ખાલી ખોખે ખેલ તમાસો કરી કરી ના વહીએ
ચાલો,આપણે ઝળહળ ઝળહળ દિવો થઈએ..

પાંચપચીસને સાંધીબાંધી પૂરા શૂરા થઈએ
પરમપડખે સાવ લગોલગને છલોછલ બેસીજઈએ
તરવેણીના તીરે તાલી દેતા મ્હેકી ગ્હેકી જઈએ
ચકમક ચાવી સાથે લેતા તાળું ખોલી દઈએ
ચાલો, આપણે ઝળહઝ ઝળહળ દિવો થઈએ..

જે. એ. પટેલ મહિલા કોલેજ, મોરબી.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
[1/15/2017, 3:52 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

હરિ કરે તે ખરી

હરિવર કરે તે ખરી
પેલું પાન હલે ના જરી
મારો હરીવર કરે તે ખરી

હું એના દોરે ઉડનાર પતંગુ સાવ રે ઝીણું
આકાશે મબલખ તારામાં હું શું શું વીણું ?
અગોચરી અગાશી પર એને ફિરકી ધરી,
હરિવર કરે તે ખરી.......

ઉચક નીચક થૈ થૈ અમથું પડખે જાલી ફરું,
હાથે પકડું, કની બાંધું, પૂછડી કરું કે ન ધરું,
પવન લહેરું એના હાથે ધરી: ચગી કે ઠરી.
હરિવર કરે તે ખરી......

કાપ કૂપની કરવત માંડી મનડું મોજે તરેે,
રંગ પંચમ રંગત માંડી રમતું હાથે ધરે,
ખબર નૈ કે સપનામાંથી કયારે સવાર કરી,
મારો હરિ કરે તે ખરી.......

ડૉ. ભાવેશ જેતપરિયા        

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[1/22/2017, 2:47 PM] bbjetpariya: ☘☘☘☘☘☘☘☘☘☘☘

હરિવર અંગત અંગત
            ડૉ. ભાવેશ જેતપરિયા

હોય અઠંગો
અવાજ ઉતારી
આરપાર અંતર વહેતું
હરિવર અંગત અંગત....
તલભર તાળું લટકે બંધ બારણે
હાથવગી હોય
સમરથ ચાવી રજભર
હરિવર સંગત સંગત.....
મળે એઠાં બોર કે કરતાલ
લઈને તાલ ચાલ કે
તુલસીદલને તોલે
હોલા સમ ઘૂંટે હળવા જાપ
લખલખ પોબારા પોકાર
હજુરી હલક ડોલે
ઝાલર કેરી આરત પરગટ
રણઝણતી દલકમલમાં હેલી
વાટે ઘાટે આગત સ્વાગત
અવાજ ઉતારી અંતર વહેતું
હરિવર અંગત અંગત....
મૂળથી થડ વડ ડાળેડાળે
પાન કે નસનસ
તસતસ સુસવાટામાં વાયુ
મન મજાનું શિલાલેખ
થઈ જાય પછી પરગટ
શોધતા પરપોટામાં આયુ
ધૂપ ધૂમાડો યજ્ઞ થઈને
ગઢ ગાંગરતા મેલી
ટશિયા ફૂટ્યા તેજભેજરજ
સ્હેજે સ્હેજે લેતા
હરીવર રંગત પંગત
આરપાર અંતર વહેતું
હરિવર અંગત અંગત.....

( મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ )

☘☘☘☘☘☘☘☘☘☘☘
[1/28/2017, 5:30 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ધીરે ધીરે ખરતા રહેવું

બીજું શું ?
ધીરે ધીરે મરતા રહેવું
પલપલ થઈને ખરતા રહેવું
એવું લાગે કે ન લાગે તોયે
ટાણે ફેર નથી પડવાનો, સમજ્યા ?

આશા ફૂગ્ગો ફટ્,મૂંગું મૂંગું ઢગલે પડતા
થડિયું થઈને એકલવાયું સડવા લાગે,
રેલાની જેમ સળવળ વહેતા પગલાં,
લૈ લથડિયાં ખાબોચિયામાં પડવા લાગે;
આંખે તેજી નૂરો ઠંડા રાખ થૈને ઊડે,
અંદર લીલાં પાન લઈ ખદબદતા રહેવું.
બીજું શું ?  ધીરે ધીરે મરતા રહેવુું.....

જીવનને ધબકારે આશા વાસ બનીને ઊડે,
પડખે લીલાં ખેતર સીધા ડંખે ફરકી;
ચાહત સરિતા સૂની,ભાવ ઝરણનું થંભવું,
ખાવા ધાય ધડકન રહકી રહકી;
ના તોષ જરા, ના અડગ મનનો  કેફ,
ના સ્વપ્ન બનતાં અશ્વો,ના વિસ્તારતા રહેવું.
બીજું શું ? ધીમે ધીમે મરતા રહેવું....

ના પડતા પાસા હાથે, ના ખૂદ બૂલંદી બનતા,
આ મરજીવાનો મારગ ભૂલી તોરે,
હોય અગોચર આડાબીડ બનીને વટકે,
સાવ જ સીધા દરમાં લીટા કરતા સર્પ બનીને દોરે;
સજદારીને કાને ધાકું,ના બદલતાં પીંછાં,
ના નકકી  કર્યું પગલું ભરવું કે વાતાવાતા વહેતાં રહેવું.
બીજું શું ? ધીમે ધીમે મરતા રહેવું......

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[2/18/2017, 8:18 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

એવું તે શું કીધું  ?
જીવતર આખું આપી દીધું !

લાગે કે આ મૂળ પાન તો સાવ રે છેટાં,
કર્યા પડળ આઘા પછી સાવ લગોલગ બેઠાં.
શ્વાસોના સોદામાં અમીજળ ભરચક પીધું.
આખું જીવતર આપી દીધું.....

અાડી અવળી રેખા વચ્ચે ચિતરવાનું ઝાઝું.
વાગે પડઘમ વાજુ એમાં મહેકી રહેવું તાજું.
અમતું તમથું સરભર રસભર સાધી લીધું.
આખું જીવતર આપી દીધું....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[2/19/2017, 11:14 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

બેય બરોબર,
ફકીરી હોય એને વાસંતી વાયુ કે
ચોમાસે રહકતી કાયું.

ખોલી વા બંધ કરી રાખે અંદર નદિયું
સાત સાથ કરતી ઝીકોરા,
આંખ સામે ફૂલ મૂલ શૂલ ધૂલ સરખા
તોલીને બેસે એકનોરા.
રકઝકતી ચકમક કે સળગતો હૂકકો,
પગલાં, પર્વત, ટેકરીને ખાયું.
બેય બરોબર, ફકિરી હોય એને....

લાગણી કે માગણીને નાખે ગમાણમાં,
ઈ ખીલેથી વહી જાય દૂર,
જીવતરમાં હારજીત હોય નહિ,
જીવ્યા હોય મરીને પ્રગટાવી નૂર.
મન જાય એમ જાવું નહિ કાગળ સમ,
દરિયા સમ વાદળમાં છાયું.
બેય બરોબર, ફકિરી હોય એને......

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[2/24/2017, 9:25 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

બીજું શું કરવાનું 

કરી કરીને બીજું શું કરવાનું
સાવ થઈ જાય લોથપોથ પછી આપણે પગપાળા જઈ નદી કિનારે ફરવાનું
ફૂલ નથી કે ગુલશન ગુલશન રમતાં રમતાં સાંજ પડી કે ખરવાનું

ઓઢી ચાદર લીલી યાદની મખમલ વાતો કહેવાની
અવસરના અણસારા જોઈને અમથી મોજું લેવાની
આછા અમથા રંગ ધરીને તેતર જેવું સાવ છાનું ચરવાનું
કરી કરીને બીજું શું કરવાનું.....

આડી અવળી રેખા હાથે મોઢે કેમ કરીને ગાવું ?
પડખેના પડછાયા જેવું વાત વાતમાં નાનું મોટું થાવું
કોઈની દોરી કોઈના હાથે આખું જીવતર ભમરડો થઈ ભમવાનું
કરી કરીને બીજું શું કરવાનું......

તડકો છાયો ખોબે આવે શીશીમાં ભભરાવું શું ?
ખૂલ્લાં નભની વચ્ચે આપણે કહેવું શું અને કરવું શું
ઘડી ઘડીની આવન જાવન વચ્ચે થંભી જાય ઘડી તો મૂંગા મૂંગા મરવાનું....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[3/1/2017, 6:27 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

શું તારું શું મારું, મનવા  !

શું મારું શું તારું મનવા !  શું તારું શું મારું ?
હું તારું તું મારું મનવા ! શું તારું શું મારું ?

મલોખાંને ખડકી દીધાં હોડી હાકણ વાયુ,
સાગર છોડી કાંઠે ફરતા પરપોટામાં આયુ.
'હું' પદ ઓઢી બદરાં જેવું વરસે છે એકધારું.
આ તારું આ મારું મનવા ! શું તારું શું મારું ?

બાજ બનીને ઊડી રહેવું નજરિયા ખેતરમાં,
હાડમાંસની ભીંતર બેઠાં ટહૂકાને છેતરમાં.
આખે આખો ખાવા કરતા બટકું બટકું સારું.
આ મારું આ તારું મનવા ! શું તારું શું મારું.....

ક્યા ફૂલને સાથે રાખીશ ક્યા ફૂલને માથે,
ગજરામાંથી દોરો તૂટતા ભળશે રજકણ સાથે.
મ્હોરાં ઝળહળ કરવાં કરતાં મુખડું કરવું પ્યારું.
હું તારું તું મારું મનવા ! શું તારું શું મારું......

કેટ કેટલાં છીંડાં કર્યાં ખલંખૂલાં ફળીએે,
ખોપરિયાળાં પ્રેત ફરશે હવેલીને તળીએ
માણસ ગંધા !  મુકી જવું, લઈ જશે શું તારું ?
હું તારું તું મારું મનવા ! શું તારું શું મારું.....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[3/3/2017, 11:35 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

કવિતા આવે રે અણધારી

નજર નજરની વચ્ચે કે બે ધબકારાની વચ્ચે કે ભીડભીડની વચ્ચે ખૂલે બારી રે અણધારી

શબદ અરથની પાટ વચાળે દળાય દરણું છૂટા હાથે, ખરખર ખરતા સાંધી જાય એ સૂરી,
વિસ્તરતાં જે સહરા વચ્ચે ઈધર ઉધર તરસ્યા, શોક શ્લોક થઈ ઘટમટ આવી જાય હજૂરી.
તે અંધારાં આ અજવાળાં વચ્ચે પરગટ લગભગ ઝગમગ તાર સાર  ગ્રહતી પકડે રે પોકારી.
નજર નજરની વચ્ચે કે બે ધબકારાની વચ્ચે......

નીતરતાં નેવામાં ટપકે, ભીના ટહૂકે મોભે સોનેરી પીંજરિયાં લવકે ને ત્યાં પાર જઈને રસ્તે છલકે,
તરફડતી માછલિયું તટપર લૂંબેઝૂંબે ઝબકી આંખે,
ફૂલડું તરસ્યું, પાન, ડાળને મૂળ મારગડે રેઢી મલકે.
સાત દરિયા પાર જઈને ચીંધે રે ગોફણિયાં વીંઝી કહેણે,ગમતી વેળાની છાંયા ઓઢી નીકળે બ્હારી.
નજર નજરની વચ્ચે કે બે ધબકારાની વચ્ચે.......

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[4/18/2017, 9:35 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

બીજું શું કરવાનું 

કરી કરીને બીજું શું કરવાનું
સાવ થઈ જાય લોથપોથ પછી આપણે પગપાળા જઈ નદી કિનારે ફરવાનું
ફૂલ નથી કે ગુલશન ગુલશન રમતાં રમતાં સાંજ પડી કે ખરવાનું

ઓઢી ચાદર લીલી યાદની મખમલ વાતો કહેવાની
અવસરના અણસારા જોઈને અમથી મોજું લેવાની
આછા અમથા રંગ ધરીને તેતર જેવું સાવ છાનું ચરવાનું
કરી કરીને બીજું શું કરવાનું.....

આડી અવળી રેખા હાથે મોઢે કેમ કરીને ગાવું ?
પડખેના પડછાયા જેવું વાત વાતમાં નાનું મોટું થાવું
કોઈની દોરી કોઈના હાથે આખું જીવતર ભમરડો થઈ ભમવાનું
કરી કરીને બીજું શું કરવાનું......

તડકો છાયો ખોબે આવે શીશીમાં ભભરાવું શું ?
ખૂલ્લાં નભની વચ્ચે આપણે કહેવું શું અને કરવું શું
ઘડી ઘડીની આવન જાવન વચ્ચે થંભી જાય ઘડી તો મૂંગા મૂંગા મરવાનું....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[6/3/2017, 4:33 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

છાનાં રૈ છલકાવે

તસ્વીર દર્પણ દર્પણ કુણી યાદ તમારી આવે છે.
વાદળ વાદળ ઝરણાં ઝરણાં છાનાં રૈ છલકાવે છે.

ઘેરાતી પલપલની વાતે હેડકિયુંને જંપ નહિ લગાર,
સવાર સાંજરાે અમથો ઊગી ડૂબી જાય અગાર.
રોમરોમ ઓઢીને ભીતર તારો જંતરને હલાવે છે.
તસ્વીર દર્પણ દર્પણ કુણી....

નજર નજરના રેલા પાતાળ પૂગ્યા પાણી ડહકે,
થરથર તોરણ બારસાંખ લીલેરા ઊભડક રહકે.
સ્મરણ ભીની ઘેરાતી દિશાના કહેણ બોલાવે છે.
તસ્વીર દર્પણ દર્પણ કુણી....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/15/2017, 9:20 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

લાવ તારી વાતને

લાવ તારી વાતને પંખીની પાંખ કરી નાખું ને ટહુકાનાં તોરણીયે બાંધું.

બપૈૈયા પલળવું સાથે લઈ વરસાદી ફોરાંમાં ફાટફાટ આશાએ ઝીલવાની વાત;
ઝાકળનાં ગુલાબી સપનાઓ આંજી દે ટીપું એક ટાણાંને અક્ષરમાં ગૂંથવાની વાત.
તળ લગ જલરવમાં માથાબોળ નાહી રહી સ્થિર રહી છીપલીનાં ધારણીએ બાંધું.
લાવ તારી વાતને પંખી પાંખ કરી નાખું.....

પ્રભાતી આંખોમાં સાતસાત રંગોની ભાત લાલ ઓઢણી હેલારે વાયુ થઈ જાય;
બંધાતી મોતીની માળ લીલા દોરાના ધાગા લઈ આંગણનું  તોરણ મલકાય.
અાકાશે પલટાતા રંગ ઘણા નૂર પૂર વીજળીના ટાંકા લઈ વાદળીએ સાંધું.
લાવ તારી વાતને પંખીની પાંખ કરી નાખું.....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[10/23/2017, 3:56 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

પાંચિકા પોબાર

સડાક ઉપડ્યા શ્વાસોનાં તોરણીએ
ને પાંચિકા પોબાર થૈ ગ્યા.....
આવન જાવન આંખ વચાળે ઉલળતા જ
ઉત્તર અધર રૈ ગ્યા.....

ફળિયું ઉઘડે સોનેરી ઝાકળને પહેરી,
ફરતા બેઠા લાલ ગુલાબી રંગો છલકે;
ધગધગ છાતી ટાણાં વચ્ચે ધબક્યા,
જાંગી ઢોલે ત્રાંબા વરણી વેળા મલકે.
લવકી ગ્યા ને ટહુકી ગ્યા બંબોળ ગઢમાં
ભીતર ગરવા મોર કૈ ગ્યા....
પાંચિકા પોબાર થૈ ગ્યા..

પાંગર્યું ઝંખી ડંખી હૈયું ટગલી ટોચે
ઊગે મન તોફાની મદમાતું;
દરિયા સાતેય પાર કરી અે સપનું
વટિલું વણથાક થઈ પમરતું.
ઉઘડતા અજવાસે ચૂંદડી ભીનાં ગીતો
ઘેઘૂરા પાદરમાં લૈ ગ્યા......
પાંચિકા પોબાર થૈ ગ્યા......

--- ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[10/27/2017, 5:11 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ઝળહળવું થઈએ

ખૂદની વાટે  ચડતા જઈએ,
દીપ બની ઝળહળતા થઈએ.

દારુગોળો અંદર ભરચક,
અવગુણ બાંધી અઢળક ભર્યો;
તેજ તમાસા છળને ધરતા,
વિઘવિધ ભાતે ચહેરો ધર્યો.
સત્ય સદાચાર સેવા ઘરમી,
કરમી રસ્તે વળતા થઈએ.
દીપ બની ઝળહળતા થઈએ....

ફૂટી જઈએ ધડામ્ તૂટી,
તેજના તણખે ચકમક જોડી;
વછૂટવાનું વાટમાં મુકી,
છળના સાંધા તડાક તોડી.
તાળાં ખોલી તાગી તળિયું
એય લ્હેરમાં રમતા જઈએ.
દીપ બની ઝળહળતા થઈએ.....

કારણ બારણ તારણ મૂકી,
તંતુ લઈ સતની કેડી પર;
સહજ સહજની ક્યારી ઉપર,
ચડ દશમે મોલ, મેડી પર;
રોજ દિવાળી અજર દિવાળી,
દીપ અખંડાનંદ લઈએ.
દીપ બની ઝળહળતા થઈએ......

– ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[10/30/2017, 5:03 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

અફવા

અેક બારીમાં છીછકારો હોય તોય
અવાજો થ્યા એવું અફવાનું કહેવું.
ના લેવું કે દેવું તોય શીશીમાં ભરવાના
અખતરા હોય એમ અફવાનું રહેવું.
લોક આની ન માને પણ અફવાની માને.

મૃગજળમાં હળ હાંકે ડચકારા દઈ
એવી આમ વાત વાવી કે ફલવતી થઈ;
હજું બારણાંમાં રમતી'તી રાજ  ને
પછી દરિયાની પાર પૂગી વણથંભી ગઈ.
માણસનાં ટોળાંમાં વાહનમાં આમ
તેમ ફજેતમાં ગોળ ગોળ ફરવામાં રહેવું.
એક બારીમાં છીછકારો હોય તોય.....

ગર્ભેલી વાત કાને સડેડાટ જાય વાયુ વેગે
એની ફૂંકોમાં વાતોની લીંબોળી પાકે;
કાનેથી,આંખેથી વધતી એ જાય બહુ
શેરીને ચોક પછી ઓટલે  જઈ થાકે.
અંધારી રાત જેમ જામરતી જાય
એમ ચમકતી થાય આ અફવાનું એવું.
એક બારીમાં છીછકારો હોય તોય...

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[11/2/2017, 8:29 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

મઘમઘતા અંબોડે ઝૂલંતાં
ગુલાબને ગલગલિયાં થાય;
આરપાર ઊતરતી ધારદાર
આંખોનાં તીર એવા વછૂટી જાય.

લચકતી ચાલ મઈ ખટકતા ખ્યાલ
પાછી વટકતી કોયલની કૂક;
વાસંતી વાયરાઓ હૈયામાં ગોરંભે
મનમોજી મહુવરની ફૂંક.
કંઠિલાં ગીત પછી કામણનાં
રુપ કેડે તનડું ખેંચાય.
મધમધતા અંબોડે ઝુલંતાં
ગુલાબને ગલગલિયાં થાય.

ઉલળતી નેણના સંદેશા ઉકેલી
નાચંતા મનડાના મોર;
બપૈયા બોલી ગ્યા ચૈતરિયા
ચમકી ગ્યા તાણીને જોર.
શરમાતા પરવાળા હોઠ જોઈ
લ્હેરીએ વાયુ લ્હેરાય.
મઘમઘતા અંબેડે ઝુલંતાં
ગુલાબને ગલગલિયાં થાય....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[11/5/2017, 7:13 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

સોળમા કટકનો હૂમલો

નીસરતું વીંધીને પાર એવી
ચૂંદડીની લ્હેર પાસે સાગરિયો થૂંઈ,
જયારે સોળમું કટક કરે હૂમલો....

ચશ્માની પાર જઈ ચહેરાઓ ચોકમાં
ટોળું થઈ જાય;
વર્તુળમાં ફરતાં એ તળિયાને તાગવા
ડૂબકિયું ખાય.
ભીંજાતો રસભીનો ટપકતો કોસ
એવી ખૂલબંધ ઈચ્છાનાં વહાણ જેવુંં મૂંઈ !
જ્યારે સોળમું કટક કરે હૂમલો....

ભાંગેલી રાતમાં અંધારે ઉજાશની
દોમદોમ સાયબી હજાર.
લંબાતી જાય સાત પાતાળે પૂગે
તોય શિખરનો ભાર.
આંખ્યું નોતરાય પછી હૈયું ખેંચાય પછી
તળ લગ ગડથોલું ખાય એવું ફૂલ ખીલે જૂઈ,
જ્યારે સોળમું કટક કરે હૂમલો.....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[11/9/2017, 4:19 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

સપનાનું છળ તૂટે

ટાંકણાથી નીકળે જો ચહેરો તો
મૂર્તિ કાં શૂરો ને થાય પથ્થર પૂરો.

લ્હેરોની પાર જરા વિચાર્યું હોય
તો દરિયો લાગે સાવ નાનો;
કાંઠાની પાર વાત જરા થાય તો
મોજું કે પરપોટો ન રહે છાનો.
આંગણાની પાળેલી કોયલની
કૂકમાં પીંજરનો રંગ સાવ ભૂરો.
ટાંકણાથી નીકળે જો ચહેરો....

બંધ પોપચાં પર મણિકું ભારે તો
નજરુંથી વાટ લાગે દૂર;
ખેતરના ચાસમાં હળને હંકાય તો
કસ્તરથી મૂળિયાં છૂટે;
બારીનો વધે વિસ્તાર 'હું-તું' વિલાય
પછી આ ઘટમટ  ફૂટે.
સપનાની ચાદરનું ખૂલે જો છળ
તો રસનાનો સ્વાદ લાગે તૂરો .
ટાંકણાથી નીકળે જો ચહેરો...

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[11/12/2017, 10:23 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

થેલો ભરીને

થેલાનો ભાર લઈ કાંધ પર નિશાળે ઠલવાતું   જાશે;
રીક્ષા,સ્કૂટર,સાયકલ કે પગલાંનું ધમધમતું થાશે.

'બાય મોમ' પાપાને  'ટાટા' હો શબ્દમાં સપનાંથી ખીસ્સું છલકાશે;
રસ્તા પર હોંહોંની વચ્ચે રહી ડ્રાઈવરને હવાલે ફૂલડું ખડકાશે.
ગમતિલું રમતિલું લાઈનસર શૈશવિયું કેમ્પસમાં ધલવલતું થાશે.
થેલાનો ભાર લઈ કાંધ પર...

કોરી કટ્ પાટીની મસ્તીને બીબાંમાં ઢાળીને સમથળવું કરતા;
રંગરંગ પતંગિયાં લેશનને નિયમમાં એક જાત પહેરીને ફરતા.
હૈયામાં ધગધગતું ભાવ ઝરણ ઠીંગરાઈને થથરતું ગાશે.
થેલાનો ભાર લઈ કાંધ પર....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[11/19/2017, 7:25 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

કૂંડાંનું ફૂલ

મ્હેક મ્હેક મ્હોરેલાં ફૂલ પર ટપ દઈ વરસાદી
નજરોનું પડવું ને કૂંડાંનું ફૂલ બની જાય ઓલી છોકરી.

રોમ રોમ ઉછળતું અમળાતું આસપાસ
ખળખળતું ગીત સાવ મૂંગું વછૂટી.
કમળની નાળમાં જલનાં તરંગ લઈ હલબલતી
રણઝણતી ક્ષણ જાય છૂટી.
થાય એવું ફરરર ઉડવું કે આકાશે ચૂગવું પણ છીપલીમાં જડવુંને કૂંડાંનું ફૂલ બની જાય ઓલી છોકરી.

કહેવું કે રહેવું કે સહેવુંની અવઢવમાં અટવાતી જાય લાલ ચૂંદડીની ફગફગતી લ્હેર.
ધારદાર નજરિયા તગતગતી ધગધગતી જાય
લીલાં પીંછાંમાં લંબાતી ઈચ્છાની સેર.
શેરીથી ઉંબર લગ વાતોના વંટોળીએ ચકકરાતું ધૂમ્મસનું ચડવુંને કૂંડાંનું ફૂલ બની જાય ઓલી છોકરી.

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[2/13, 5:56 AM] bbjetpariya: સુધારીને ફરીથી...

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

અક્ષર પરપોટા

શબ્દના સિક્કાઓ લઈને કારોબાર નીસરતો.
અરથ ગરથને સાંધી બચકે આરપાર ઉતરતો.

ફૂલની ફોરમ બની ઠનીને ઊભી રહી જાય સામે;
ઝાકળનું ઝાંઝર પ્હેરી ઠમકે અલખ ફૂલને ધામે.
પર્વત ટોચે કરી હાકલા સાતેય સાગર સરતો
શબ્દના સિક્કાઓ લઈને.....

લઈ ફફડવું પંખી ગણનું ચોમાસું રહબોળ,
અંદર અનરાધાર વરસવા વાદળવું ઓળઘોળ.
આ પરપોટામાં સૂરજના ચમકારા ચિતરતો
શબ્દના સિક્કાઓ લઈને.....

-  ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[2/22, 7:33 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

સ્મરણ લીલા

સ્મરણ હાલ્યાં દળદળ ડાબા જમણાં હમણા તમણાં થૈ ને તળ લગ તાણી જંતરને ખોતરતાં.

ખરી દબાવી તબડક દો઼ડે જીવનની અટવીમાં જેવા વહેતા પાન સોંસરા વાયુના ઝીકોરા;
લ્હેર મ્હેર થઈ સ્મરણ મધ્યે વાદળમાંથી પાણીપંથા પડઘા આવે લસરક આકાશે એકઓરાં.
ધીંગાણું ત્યાં ધ્યાન મ્યાન થઈ સમજ પછીની સમજ ડખોળી વાવડને જોતરતાં.
સ્મરણ હાલ્યાં ખળખળ....

પાકલ થઈ પરપોટો ઝીલે સૂરજનો અસબાબ બદલાતા રંગે હૈયું વહેતું લોચન ઝીલ્યો ભાર;
વમળ ઘેલી ઘૂઘરિયુંનું ફિણફિણનું ફસવું લઈને પરપોટા ધારોધાર ને તૂટ્યા તટના તાર.
કમળ પાંદડી પંકિલ પંકિલ, લ્હેરોમાં ખસતા સમડીના પડછાયો લાગે ઘટનાને જોતરવા.
સમરણ હાલ્યાં ખળખળ....

હવે નહિ પલળશે મોતી છીપલી મધ્યે એવું ઝગમગ પલપલ લફરક બંધ બારણે નીકળે બારા;
પડછાયા રઝડતા વાસી કટકા કાચા તડકા તડાક તૂટી દોરા ઉડતાં છૂટતાં પાંતરથી એકનોરા.
અેકલ ખૂલી બારીમાંથી દેખા દેતી તગમગ આંખે દીવા ચોખટ બેઠી જાત નોતરતા.
સમરણ હાલ્યા ખળખળ....
   
ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀,🍀🍀🍀🍀🍀
[3/1, 7:05 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

લગરીક તાગી લેવું

મળશે એવી આશા લઈને નજરું સામે ટગમગ ધડકારા થઈ પડખે બેસી લગરીક તાગી લેવું.

કારણ ધારણ હોય નહિ જ્યાં સમરસ રહીને
શમા દેખત પરવાનાઓ દોડી જાય નજરવી.
ચાહતની એ રીત મજાની નદિયું દરિયા પાર
જઈને સામે રહીને ખળખળતી લઈ ધરવી.
અચરજનાં ઓશિકાં લખલખવાં ઝીલે ભાર
ટેરવાં ટચક સળવળ રગરગ સ્પર્શી લેવું.
મળશે અેવી આશા લઈને.....

એકલ રાજા રાણી જંતર જોડી જાય મજૈરું
વાતોના વણાંટ કરતા રહેવું,ના લેવું ના દેવું.
તમન્ના તન લગથી વટાવી અક્ષરને આરાધી
કક્કા ઘૂંટતા રટણા શ્વાસ ભરી ઠલવાતા રહેવું.
ગુંજનનો ના ભાર ભમરીએ પતંગિયાનું ફરવું
સમજી ફૂલફૂલની ફોરમ થઈને ગૂંજે ભરવું.
મળશે એવી આશા લઈને.....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[3/3, 5:01 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ફાગણિયો ભરપૂર

આ ડાળ ડાળ પર ઝૂલણ કલીએ કલીએ સળવળ સળવળ થાય, અલી જો વસંત આવી.

મોલે સપના રેલમ છેલ છકીને ફૂંફવે
અંગઅંગ આ ફાગણિયો ભરપૂર ટોળી લઈને;
ફૂલ ફૂલની ક્યારી થનગન હોંશ જોશ લઈ
ભ્રમર ગુનગુન ગુંજે સરગમ જોળી લઈને.
ઘૈરેયા પણ અડુંઅડું આ અધર ઘટડા
રસબોળ લઈ સોંસરવા લળી લળી રંગાય
આ ડાળ ડાળ પર  ઝુલણ...

ફૂંકે મહુવર કૂહૂ કૂહૂ ને તુંહી તુંહી મનભાવન,
સંગડો જોડી હાલે ખળખળ રેલી;
રહ્યો ફૂલે કલરવનો અસબાબ પમરતો,
પાને ઘેરી મલયાનિલની લ્હેરે લ્હેરે હેલી.
થનગનતું જંતરિયું બજતું ઠોર તોરમાં,
ઝલમલ આંખે ચિતડું ચોર બની ભરમાય.
આ ડાળ ડાળ પર ઝુલણ....

રમી રહ્યાં રે ફાગ આગ લઈ ગુલાબ ગીતડાં,
સંગત કરતી બંસી સૂર સમી ઊભરાય પ્રીતે;
ફૂલ વેલનાં સપનાં ફળિયાં ફેરફૂદરડી કરતા,
વહી રહ્યા રે રેલા ના કોઈ હારે ના કોઈ જીતે.
અચરજ દરિયા સુભર ભરિયા રે ઘેરી,
વસંતે આનંદ આનંદ વળી વળી રેલાય.
આ ડાળ ડાળ પર ઝુલણ...

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[3/15, 6:36 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ધરતીનો છોરું

હરિયાલાં ખેતર કે વાડિયુંનાં ખ્વાબ જોઈ નજરુમાં આભ આવે ઓરું;
ને આકાશી વાદળિયું ઝરમરતી જાય તોય ખેડૂનું હોય ખિસ્સું કોરું.

ઉપજના લાલપીળા રંગના ઉમંગને ચરી જાય ખેતરમાં ભૂંડ-નીલ-વરું;
ઓશિયાળો કાયમનો,ભાવતાલ ફૂદરડી ફેરવે ને તોલમાપ કહે તે ખરું !
તોય એની અંદર તો કૂદાકૂદ ડાયરાનો ઠાઠ એનાં ફળિયામાં લ્હેર મ્હેર ફોરું.
હરિયાલાં ખેતર કે વાડિયુંનાં ખ્વાબ જોઈ...

શહેરનો તોર એનો ઉઘાડે છોગ એમાં ગાડીને બંગલાઓ આંખ સામે દોડે;
ચારેકોર ખવાતો જાય રોજ ઘેટાંની જેમ તોય ટોળાંમાં તાગ લેવા જાતને જોડે.
શહેરમાં પગલાંઓ લંબાતા જાય ને વાતોમાં ગામ-પાદર આવી જાય ઓરું.
હરિયાલાં ખેતર કે વાડિયુંનાં ખ્વાબ જોઈ.....

કપાતાં ગામ આખાં છૂપાતાં પ્લોટમાં પીડામાં પાકી જાય લોનના કનડતા કાંધા.
છોરાં ને છોરીની ભણવાની હોશ થાય પૂરીને લગનના ઠાઠ પછી વકરતા વાંધા.
મનડાનો મોર એના ઉછીના ટહૂકાથી બોલું બોલું થાય એવો ધરતીનો છોરું.
હરિયાલાં ખેતર કે વાડિયુંનાં ખ્વાબ જોઈ...

ડૉ. ભાવેશ જેતપરિયા 

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[3/17, 11:51 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

વાર્ધક્યનાં વમળમાં

રણઝણ ઢીલા તાર પછી ખેંચાય
અને આ પડછાયો રેલાય,
હવે ના વાંક છે એનો.......

બૌ ભીંજાયું બૌ ફેલાયું,બૌ વેરાયું,
બૌ પીવાયું, બૌ ટીંચાયું ઘણવત્
જીવતર આ જીવાય,
હવે ના વાંક છે એનો.
રણઝણ ઢીલા તાર પછી ખેંચાય...

દિવાલ દસદસ ઝીલી શકે ના ભાર
બેવળ થઈ રહરહતી,ગંગા-જમના રેલી-ફેલી,
સૂકી નસનસમાં અકળાય,
હવે ના વાંક છે એનો.
રણઝણ ઢીલા તાર બહુ ખેંચાય....

રંગ સલૂણી સંધ્યા ડગમગ ઝાકળ- સપનું
લગભગ આકળવિકળ તટને બચકે બાંધી પાંખું શઢ વસ્તર વેરાય,
હવે ના વાંક છે એનો.
રણઝણ ઢીલા તાર પછી ખેંચાય...

ખરખર શીશી ખરતી તોયે ડાળ
પાન થડ મૂળિયાં સાવ જ મૂંગાં ને
આ પરપોટે ફૂટું ફૂટું લઈ અંધારું ફેલાય,
હવે ના વાંક છે એનો.
રણઝણ ઢીલા તાર બહુ ખેચાય....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[3/22, 3:32 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

મોજું કરીએ

વનવગડે કે સરવર દરિયા પાલવ જઈને મનભર મોજું કરીએ,
ના કોઈ ચિંતા ના કોઈ ફેનફતુરિયા રસભર ઘૂંટડા ભરીએ.

ના ઓછું ના અદકું સમરસ દલદલ રમત રમતાં મળવું
એ.સી.માં બહુ ઠીંગરાઈ ગ્યા હવે દિલ ખોલીને ફરવું
હારજીતનો ભાર ન લાગે હારી તો પણ જીતી જઈએ.

એક બીજાના ટેકે રહી પગદંડી લંબાય ભલે પણ જાવું.
ગડબડ લોકે ઢગલે ઢગલા સમજણ પાસે થંભી રાજી થાવું.
જ્યાં જઈએ-રહીએ ત્યાં તેના જેવા ઠીક બનીને ઠરીએ.

અંદર જઈને મળવું ફૂલ માફક ઉઘડવું કાંટા વચ્ચે ખીલવું.
ગળાડૂબ થઈ રજકણ તોયે સાચ અરીસે બિંબને ઝીલવું.
કાગળિયો છે અઢી અક્ષર સમજી સમજી એટલું લખીએ.

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[5/11, 12:39 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ખરા સપૂતો

અમે દેશના ખરા સપૂતો સેવા સાચી કરીએ રે
હાકલ પડે મા ભોમની માથાં લીલાં ધરીએ રે

કરાર અમર શબ્દે માતૃભૂમિ કાજે રહીશું રે
પડકારી આફત ટાણે તત્ક્ષણ દોડી જઈશું રે
વર્ધી શોભે કરમાં લાઠી ક્ષણક્ષણ
ચોકી કરીએ રે
અમે દેશના ખરા સપૂતો...

પ્રતિજ્ઞા છે શીરને સાટે મંત્ર ગુંજતા ન્યારા રે
સીમા દેશની નદી,પર્વત,દરિયા,રણ પ્યારા રે
દેશ ગદ્દારો હો સામે તો છાતી કાઢી લડીએ રે
અમે દેશના ખરા સપૂતો...

સંઘે શકિત સંઘ ગચ્છતિ સંધવર્તી સૌ ફરતા રે
જન્મભૂમિ સ્વર્ગ સમજી માથે તીલક કરતા રે
હોય રાષ્ટ્રભાવ સૂરીલો ત્યાં અમે સૌ જડીએ રે
અમે દેશના ખરા સપૂતો...

શુ મારું શું તારું મનવા હું તારું તું મારું રે
ઘર મારું ઘર એનું એ ભેદ ભરમ ન ધારું રે
માધુકરીએ મન ઠર્યુ ઘરઘર માગી જમીએ રે
અમે દેશના ખરા સપૂતો....

ડૉ. ભાવેશ જેતપરિયા
જે. એ. પટેલ મહિલા કોલેજ-મોરબી

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[5/13, 3:41 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

તું  જાગ  હે  યુવાન

તું જાગ જાગ જાગ હે યુવાન !
તું દેખ દેખ દેખ દેખ હે યુવાન !

જનની તારી ભારતી
હાલરડે ગીતા ગાન છે
તું નહિ તો જગ નહિ
તું રાષ્ટ્રની પહેચાન છે.
તું  ઉઠ  ઉઠ  ઉઠ  હે યુવાન !

તું  શાસ્ત્રને સંભાળનાર
તું  શત્રુને હંફાવનાર
તું મૂલ્યનો આધાર ને
તું  રાષ્ટ્રની પહેચાન છે.
તું  દોડ  દોડ  દોડ  હે  યુવાન !

સંસ્કૃતિ ના ખાખ હો
ના મૂલ્ય તણી રાખ હો
દેશ ભડકે બળે એવું
આવે નહિ જો તૂફાન
તું જાગ જાગ જાગ હે યુવાન !

ડૉ.  ભાવેશ  જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[6/6, 4:45 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

गांधीगीरी गीरी गीरी

क्यां जई करवी गांधीगीरी
चारेबाजु दादागीरी वादागीरी छानागीरी गीरी गीरी....

हवे नथीनुं भूत धूणतुं आपो कापो छापो मारो मारो,
ताळां कूची नथी हवे साबूत पींढारानो रोज रहे वरतारो़.
फूलीफाली वकरती थै भूंडागीरी मूंडागीरी गूंडागीरी.
क्यां जई करवी गांधीगीरी....

भेणसेळने भाव वधारो पडिके गंधातो माणस सस्तो,
आडा बीडे अथडातो अटवातो जेने जडे नहि कोई रस्तो.
फफडे तेतर रेढे खेतर फरतां वेतर शकरागीरी लफरागीरी.
क्यां जई करवी गांधीगीरी....

आम जावने अभडावानुं तेम जाव तो भरचक दर्दो,
खडकी पासे टोळां वच्चे मूंगामंतर थीजी ग्या छे मर्दो.
कलाबलाना उडे चीथरां वेचाय नरसिह मीरां तानारीरी.
क्यां जई करवी गांधीगीरी....

डॉ. भावेश जेतपरिया

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[6/14, 10:15 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

અક્ષર પરપોટા

શબ્દના સિક્કાઓ લઈને ધારોધાર નીસરવું,
અરથ ગરથને સાંધી બચકે આરપાર ઉતરવું.

ફૂલની ફોરમ બની ઠનીને ઊભી રહી જાય સામે;
ઝાકળનું ઝાંઝર પ્હેરી ઠમકે અલખ ફૂલને ધામે.
પર્વત ટોચે કરી હાકલા સાતેય સાગર સરવું.
શબ્દના સિક્કાઓ લઈને.....

લઈ ફફડવું પંખી ગણનું ચોમાસું રહબોળ,
અંદર અનરાધાર વરસવા થઈ જાઉ ઓળઘોળ.
સૂરજના ઝબકારાને પરપોટે ચિતરવું.
શબ્દના સિક્કાઓ લઈને.....

-  ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[7/12, 10:09 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

સહજ સહજમાં

સહજ સહજમાં થરથર થાતું અંધારું અકળાય પછી જો ઝળહળ ઝળહળ અજવાળું રેલાય.

રટણા જાગી ભમણા ભટકી ભાંગી કડડડ ભૂસ થઈને,
ખૂલી બારી પડદા ખોલી રંગ રંગનો સહવાસ સાથે લઈને.
ચકમક તણખે કપાસ ડીંડલું ધખતા નીજ ઘરમાં વહી જાય.
સહજ સહજમાં...

કાને પડતા જંતરિયા ને બંધ અશ્વો અવસરને પંપાળી પોંખે.
બારસાંખ પર તોરણિયાની હારે  લ્હેરું પાંપણ ઢાળે ભીના ગોખે.
અઢળક વરસી ઝરમર ધીંગું હોય લથબથ જે તે સઘળું છૂટી જાય.
સહજ સહજમાં થરથર છૂટી...

ભરતી ચડતી મોજ મજેરી  હૂલૂલૂલૂ ઝૂલણ થઈ ઝૂલે અંતરમાં,
જામેલ જંગ જળાલંબ જીત્યા હળહળતાં હવળિયાં જંતરમાં.
શબ્દે શબ્દે પૂર્યા છીંડાં શબ્દ અડગ લઈ કાગળિયો હરખાય.
સહજ સહજમાં થરથર છૂટી....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[7/12, 10:13 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

મોજું કરીએ

વનવગડે કે સરવર દરિયા પાલવ જઈને મનભર મોજું કરીએ,
ના કોઈ ચિંતા ના કોઈ ફેનફતુરિયા રસભર ઘૂંટડા ભરીએ.

ના ઓછું ના અદકું સમરસ દલદલ રમત રમતાં મળીએ
એ.સી.માં બહુ ઠીંગરાઈ ગ્યા હવે દિલ ખોલીને ફરીએ
હારજીતનો ભાર ન લાગે હારી તો પણ જીતી જઈએ.

એક બીજાના ટેકે રહીને પગદંડી લંબાય ભલે પણ જાવું.
ગડબડ ઢગલે ઢગલા હોવે, સમજણ પાસે થંભી રાજી થાવું.
જ્યાં જઈએ-રહીએ ત્યાં તેના જેવા ઠીક બનીને ઠરીએ.

અંદર જઈને મળવું ફૂલ માફક ઉઘડવું કાંટા વચ્ચે ખીલવું.
ગળાડૂબ થઈ રજકણ તોયે સાચ અરીસે બિંબને ઝીલવું.
કાગળિયામાં અક્ષર અઢી સમજી જાય એટલું લખીએ.

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[7/14, 12:24 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

ન આવો તો....

તમ્મારું રગરગમાં છલકે છે નામ,
દેખ્યા છે ચાખ્યા છે મટકીએ માણ્યા,
બસ હવે સમણાંઓ ફાલશે,
કાન હવે ગોકુલ ન આવો તો ચાલશે.

બંધ રહી આંખોમાં રમતા ને
રગરગમાં દોડી રિયા નૂર.
ચાવી છે હાથ વગી, ગંગાને
જમનાની મધ્યમાં ઉછળ્યાં છે પૂર.
મોરલીના નાદ હવે અંદરવા મ્હાલશે,
કાન હવે ગોકુળ ન આવો તો ચાલશે.

જ્ઞાન રિયું ગોટે ને મસ મોટા થોથે,
અક્ષરિયા હારબંધ પેખું.
બાવનની બાર હવે રુપ નહિ લેખા,
કેમ કરી શબ્દમાં દેખું ?
કાગળિયા લખીએ તો જ્ઞાનહીરા
ઉદ્ધવજી આવશે,
કાન હવે ગોકુળ ન આવો તો ચાલશે.

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[7/15, 7:22 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

વાર્ધક્યનાં વમળમાં

રણઝણ ઢીલા તાર પછી ખેંચાય
અને આ પડછાયો રેલાય,
હવે ના વાંક છે એનો.......

બૌ ભીંજાયું બૌ ફેલાયું,બૌ વેરાયું,
બૌ પીવાયું, બૌ ટીંચાયું ઘણવત્
જીવતર આ જીવાય,
હવે ના વાંક છે એનો.
રણઝણ ઢીલા તાર પછી ખેંચાય...

દિવાલ દસદસ ઝીલી શકે ના ભાર
બેવળ થઈ રહરહતી,ગંગા-જમના રેલી-ફેલી,
સૂકી નસનસમાં અકળાય,
હવે ના વાંક છે એનો.
રણઝણ ઢીલા તાર બહુ ખેંચાય....

રંગ સલૂણી સંધ્યા ડગમગ ઝાકળ- સપનું
લગભગ આકળવિકળ તટને બચકે બાંધી પાંખું શઢ વસ્તર વેરાય,
હવે ના વાંક છે એનો.
રણઝણ ઢીલા તાર પછી ખેંચાય...

ખરખર શીશી ખરતી તોયે ડાળ
પાન થડ મૂળિયાં સાવ જ મૂંગાં ને
આ પરપોટે ફૂટું ફૂટું લઈ અંધારું ફેલાય,
હવે ના વાંક છે એનો.
રણઝણ ઢીલા તાર બહુ ખેચાય....

ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[7/15, 7:22 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

અક્ષર પરપોટા

શબ્દના સિક્કાઓ લઈને ધારોધાર નીસરવું,
અરથ ગરથને સાંધી બચકે આરપાર ઉતરવું.

ફૂલની ફોરમ બની ઠનીને ઊભી રહી જાય સામે;
ઝાકળનું ઝાંઝર પ્હેરી ઠમકે અલખ ફૂલને ધામે.
પર્વત ટોચે કરી હાકલા સાતેય સાગર સરવું.
શબ્દના સિક્કાઓ લઈને.....

લઈ ફફડવું પંખી ગણનું ચોમાસું રહબોળ,
અંદર અનરાધાર વરસવા થઈ જાઉ ઓળઘોળ.
સૂરજના ઝબકારાને પરપોટે ચિતરવું.
શબ્દના સિક્કાઓ લઈને.....

-  ડૉ. ભાવેશ જેતપરિયા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

No comments:

Post a Comment