[11/19/2016, 5:44 AM] bbjetpariya: 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
નોટને નજરું લાગી
ડૉ. ભાવેશ જેતપરિયા
એક મોટી નોટ લઈને
પ્રદાદાજીએ આખું
ખેતર ખરીદેલું
એવું દાદાજી કહેતા
અમે સાંભળતા સાથે બેસીને.
એ મોટી નોટથી,
દાદાએ મકાન ખરીદ્યાનું
અમારી નાની નજરે જોયેલું,
રમેલાં મોટાં ફળિયામાં
લીંબડે ઝુલ્યાનું યાદ.
એ મોટી નોટોનું
બંડલ લઈ પાપાએ પ્લોટ લીધેલો
સાથે
લોનના હપ્તાનું માદળિયું બાંધીને
હપ્તા ભરવા
હુંયે જતો સાથે સ્કૂટર પર બેસીને,
યાદ છે મને.
એવાં બંડલના બંડલને
થેલીમાં છાનામાના નાખીને
મે પ્લોટ લીધો,
જૂનો પ્લોટ વેચીને
મકાન બાંધ્યું
સાથે લોનને ઉમેરી,
ઉછી ઉધારા સાથે
હાશકારો લઈ
ઉંચી સોસાયટીમાં થયું
એક નાનું મકાન;
પછી હપ્તા પૂરા થયા
અને
દોઢિયું મકાન કૂદાકૂદ કરે
સંકડાશને સામે ઘરે
એપાર્ટમેન્ટની ઉંચાઈ નજરુ મારે
ત્યારે ઓલી કહેવાતી મોટી નોટ
પોસ્ટકાર્ડ જેવડી બની ગઈ,
આજે પુત્રના હાથમાં ટીકીટ
બનીને ગૂંદર લગાવીને
હવે સાંધ્યા કરવાની છે,
થૂંક ઉડાડતા
સરકારી ટેભા ભરતા
રાહતના દરે બાદ લેતા
હપ્તાના ઓથારમાં
અટવાતા અટવાતા
દસ્તાવેજી હકિકત બનતી,
આ સામે આવીને ઊભી
અમે અલગ અલગ રુમમાં બેસીને
જોયા કરીએ છીએ
ઢગલાનો માલ થઈ ગયેલી
થોકબંધ નોટ.....!
ડૉ. ભાવેશ જેતપરિયા
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
[5/19/2017, 8:35 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ધૂમાડાને કારણે
આકાશ છવાઇ જાય
ડામરિયા રસ્તા પર
સોડિયમ લાઈટનું ઝળહળવું,
પકડીને ઉપર ઉપર
હારબંધ લટકું કરે
આ ધૂમાડાના તાલે!
એનેય આંખમાં મરચું ભભરાવતા
આ ગોટેગોટા વટ મારે.
ઊભા રોડે આંચકા લઈને
વાયુ સામેય સજજડ સજજડ
વરસાદ હોય તો ઢીલા ઢફ્!
પણ વાદળ બંધાય તો
કાતર લઈને વેતરી નાખે.
તરણાં હરણાં તરુવર
કણકણને છેતરી નાખે વાદળ થઈને.
ખેતરને છાયા કરે
રથ ચાલે છે
હોજરી હાલે છે
શ્વાસ ચાલે છે
આ ધૂમાડાને કારણે......
બધુંય ઘબ્ થતું જાય છે
કાળું કાળું લબકારાનું ફળિયું
અરસ પરસ મલકાય છે
ખનખનિયાં છલકાય છે
ગામ આખું ગાય છે
રંગ રંગ રેલે છે
દરિયા પાર જવાય છે
ગતિશીલ તાલે છે
આ ચકરડું ચાલે છે
આ ધૂમાડાને કારણે......
- ડૉ. ભાવેશ જેતપરિયા
( મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ )
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[5/29/2017, 7:34 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ગામ ગયાનું થાય
ડૉ. ભાવેશ જેતપરિયા
બારસાંખ પર
તોરણિયાની હાર લઈને
ભીની નજરે વાવડિયા થઈ
જોતી હમરી વાટ ઉંબરમાં,
એ સપનું થઈને ગામ ગયું વિલાય....
બા નીતરતી રેલે,
દૂધમલિયાં રણઝણવું કરવા,
દો'તી ગમાણ જોતી,
ગાય બંધાતી ખીલે,
તળાવ પહેરી પાણી ઘટમાં ઘટક ઘટક
એ પગલાનો જલરવ થંભે નળમાં,
ઘંટીનાં પડને મલોખાં સમ ફેરવતી
લયમાં પ્રભાતિયાં પરગટ હલેસે,
ભારોભાર કલરવ માળામાં
અમે ચાંદલિયાનું શમણું થૈને
ફળિયા વચ્ચે કરતા ઝીકોરા જાણે
ગયા સાપ અને લિસોટા હરફરમાં.....
નજરે જોયું તો-
જળ જંપી ગયા છે,
સરિતાનાં પેટાળો કંપી ગયા છે,
તટ પરના વૃક્ષો મૂળસોતા ઢળી ગયા છે
છટકતા જોશ, લટકતા કોશને લકવો,
બોર બની ગ્યો બહુ તળ તોડી,
ડંકી ડચકા લેતી હળવે,
લગરીક ચોમાસામાં ટચકા રહકી ગ્યા છે;
ધોરીને પાણી પીવા બરકતી જીભનો પરસેવો લાળમાં ઠસરડાતો જાય ને
કાને કોડી હસી હસીને ખરી પડે ખળામાં,
ગમાણ ઓઢી ગાંગરતા ખીલાની સાંકળની કડિયું રખડે
કડબના સડી ગયેલાં રાડાંના કણકણમાં...
સિમેન્ટની શેરીમાં ઊભો ઊભો
પૂંછડીને પટપટ કરતો શ્વાન
કહિયાગરા હાઉ હાઉ અવાજ કરતો,
ગોઠવણને અભેરાઈ પરથી ઉતારી
ઉલળી ઉલળીને ઓળખનું ખોલે પોટલું,
ગણી ગણીને કાઢે કારજ,
પડતર પ્રેતના દાંતેથી પકડાવીને કરડાવે,
કાગ મોભારે માગે વાયસાના અવાજ,
પિતૃ પડખે બેસી કરે તરસ્યા,
વાત ભૂખમાં નાખે મંડપ મધ્યે,
રાત ઉજાગરા કરી ડમરિયું ચડે.
જીવલીએ નજર ન ખોડી એટલે
ચડી વંટોળે ડાકણ જાહેર કરવા,
કોઠીમાં મોં સંતાડી ભૂવો
માતાના મઢે મંડાય;
ડાકલાં ડમડમ સજજડ સજજડ
શીખા ખોલી ખમ્મા ખમ્મા !
વેણ વચનમાં બોલી ખમ્મા ખમ્મા !
અવસરિયાની લૂલી ખમ્મા ખમ્મા !
વરણાગી થૈ ડૂલી ખમ્મા ખમ્મા !
ડાકલિયાળો બોલે:'હાલો જઈશું,હાલો જઈશું...
કલબલિયું કૂદે: કુનકુન જઈશું,કુનકુન જઈશું...'
અઢાર વરણને બાંધી હૂડૂડૂડૂ ટોળું ડોલે
ડાક દાંડી રણકે સવાર પહેરી ચાચર કેરા ચોકે...
જો, સાંભળ !
અવાજ આવે રડતર
કરે હાડોહાડ કળતર
સગપણના શ્વાસો થૈ ગ્યા પડતર,
લીમડે બૂલડોઝરિયું દાંત ભરાવી
બૂકડો કરવા જડબું ખોલે,
તરુવર મૂળસોતું ડફ્ દઈને પડે !
વડનાં થડમાં ચામાચિડિયું તરફડે,
છાયો નભને નીરખું લઈને બેઠો,
પછી શું બોલે ?
કોતર ખોતરતાં સ્મરણ ભાવઠ
નીકળે લફરે લફરા બારા ભાવઠ
રસ્તા કરી ધરી પરબારા ભાવઠ
ડામર ઝંખતા ઉબડ ખાબડ
ડમરી દેતા ધૂળ ધૂળ ઉજાણી
ચોપડે ચડી જાય આખો રસ્તો કપટના ઝપટમાં...
છૂટ્યા 'હું'નાં સગપણ
ખૂટ્યા 'તું' નાં તળ લગ
લૂંટ્યા કરમ ઘરમનાં તરપણ
કપાળ રહ રહ કૂટ્યાં,
વૈ જાતા વાવળિયા ચૂક્યા,
દોરા વણીને થાકી આંગળી
કયાંંથી લાગી ફૂંક કે-
કોરા કાગજ ભેળો 'હું' પાકી ગ્યો,
તીર ખૂંપેલાં ગણીને થાકી ગ્યો.
મૂછોના મહારાજ અંગ મરડે
થરથર થતું કાળોતરું કરડે
પૂછ્યા કરે મન જોયું:
'ચશ્મા ગળી જાય છાપું. '
એને ઉતર એમ કરીને આપું?
સામે ધૂરકે,ધમકાવે,રમકાવે,લે !
અવસર હંબોહંબો આવે જાય,
બીજું મોટું ગજબ મોટા નામે મીંડું
આકાશ અંદર પડ્યું છીંડું;
રાગતાલ હંબો હંબો
ખૂંદીગૂંદીને હંબો હંબો
પાર્ટીપ્લોટે હંબો હંબો
પહેરો ભરે
ચારેકોરે ચહેરા તરે
આ બધું આલિપામાં ખાલિપાના ફણગા,
ચૂલો ધબ્બો નારણ જોતો રૈ ગ્યો !
રાખ જડેલી કથરોટ બબડે:
'આ જો, આગ ઘૂસી ગઈ ઘરમાં....'
થઈ ગ્યા માટી પગા માણસ
આવતું જાતું ફાનસ
માંડ મળેલું ચાનસ,
લીંપેલા રેઢિયાળ ઘરમાં વીંછી રખડે,
ઘૂવડ બોલે ઘોળા દિવસે
કાળો બિલાડો અદલ મારે આંટા,
તુલસી ઊગી ગયા બાવળ બાવળ
શૂળ ભોંકાય ભીતરવી,
તમરા તમતમતા રણકી હાલે
ભગલાના સગલા જેવા,
બાજની ખાલ પહેરી
અંદર ફફડે તેતર અવઢવમાં...
આ રોકડ ખનનન દિવસો,
તમે કહો : 'કેમ જીવશો ? '
બસ, એમ જ જીવી લેવાય,
પણ આ, જુઓ:
ખખડે ખાલી શીશી જેવા,
ભાંગતી વાત ખોલતી બારી બરકે
બેચાર ઓટો પહેરીને બેસી છલકે
બહુ બહુ જૂના જણ તરવરતા,
લોકના અવસર ખોલે
આઘી પાછી આંખે મુખડું કચકચ બોલે,
ઉલાળી વળ દઈ કાને ઝીલતીને ખીલતી ઓલી ગામની ઊભી બજાર:
આ નજરાઈ ગયેલો ઝાંપો સૂનો
ને આ પૂર્વજ વડલો સૂકો,
આ છૂટક તૂટક બ્હાર બગીચો,
ને આ અર્ધો ભીનો ઝાંપો,
આ ઉભો વગડો મબલખ
આ જૂની ગંધી બંધી વાવ શિલાલેખ,
આ કૂવા તળિયા ઝાટક ડૂબ્યાં,
તૂટી ડોલની આશા સાથે,
સીંચણિયાથી સીંચે રગરગ જાલી,તાણી,ખેંચી...
લોહી માંસ ચૂંથી દોરડું લઈ કરમાં...
ઉપર ઘુમ્મસ ધુમ્મસ
નીચે ધુમ્મસ ધુમ્મસ
કોથળો ભરીને સાંધેલાં સપનાં વળગે,
કોઠાની કાંધીમાં બેસી સળગે,
પટારો સડવા બેઠો બંધ થાપણ બાંધી,
ખળા વિના ખબરું પડી નજરે,
માણસ મળે નહિ જોવા સામે
જણસ જેવા ભટકે સામે,
પણ થાય શું ?
જો, એમાં કંઈ ન થાય !
પણ, જો, હા, થાય તો-
પકડી પાડો આ કોનો
હાથ વીંઝાય છે ખેતરમાં....!?
નજર ચકકર ચકકર બબડી કે-
માળા કરતા પિતાજી
પદ્માસન વાળીને બેઠાં તસ્વીરે,
ફૂલહાર લટકે તસ્વીરે
ટીલાં ટપકાં તસ્વીરે,
બા પણ ગયા હમણા
હાથમાં ફરતી માળા તસ્વીરે,
ચીપકી ગ્યું બધુ પૂર્વજ થઈને તસ્વીરે,
હોમ હવનને અગરબત્તીના આટાપાટા
દૂમાડા સમ ચિતરે ચહેરા,
સાથે સધળાં મોટા લઈ ગયા,
ઘણું ગયું વાંભ ભરીને ભેળું
હરરાજીનો માલ થઈને,
ઘણા સાથે હું પણ અને તું પણ જાય છે,
કંઈક આઉ આઉ થાય છે.
પડ્યા મૂંજાય છે,લ્યો !
આવ્યા મૂંજાય છે, લ્યો !
ધીમેક રહીને આવી જાય તંતરમાં..
ધણજોકમાં સાત-આઠ ડોબાં
શીંગડામાં સરપ રાખીને
પૂંછડે ફૂંફૂં કરતાં ફરે,
કાળી ભગરી તગડી ભેંસ ચરે મોજથી
ગાયો ગામ બજારું કૂદે,
રેઢિયાળી હંભા હંભા
વઢિયારી હંબા હંબા
કોયલી હંભા હંભા
પંજકલ્યાણી ગીર લઈને
વહતાભાઈ નીકળતા નથી હવે,
આંખો તાણતા અમરસંગ નથી હવે
ગોવો ગોવાળ નથી કે-
પૂરે ઝાંપલી ખોલીને
સાંકળનાં બંઘ અંકોડા લઈ પીંજરમાં.....
હોઠ લંબાવી ફરે ફૂલેકાં
ઉગતી પૂગતી પેઢીને બોલાવી
ડી. જે. તાલે ચકકર ચકકર
ડિસ્કો અંતર મંતર જંતર
ઘના ધતૂડી પતૂડીનું પૂઉઉઉ...બોલો !
ડોશી કાબરિયો લેવા ઉભડક દોડે,બોલો !
સાડલો પગમાં ભરાય તોય,
ઘેર ઘમ્મર તમ્મર ચડે:
રત્ના ઢોલીનો ત્રાંબા વરણો ઢોલ
ખીંટીએ સડેલાં છાણાં જેવો
ઘડીંગ તીક ધીન ઈનબીનતીન કરતો હસે દિવાલે ચૂનો ખેરવતો દાંડી કૂટે,
છાતી છાજિયાભેર કૂટાય, ગૂડાય,બૂડાય,લૂંટાય,ચૂંથાય,રીબાય,
ટીચાય ચવાય,ચગળાય, આ જો ખરવું છતું ગામ;
ડોશીની ઠાંઠડીના ઠેબે જોતરાય,
આંચકા આવે કાંધે પલેપલના તોય,
સાથે ચાલ્યા જવાનું સૌએ હલબલમાં...
હા, આ એ જીવલી
જે ઘેરા ઘમ્મર લેતી ફરતી
સાતમ-આઠમને સળેખમ કરતી
દિવસ પછી રાતને ભારેખમ કરતી
રાસડા ગાતી લચક લેતી,
નજર દોડાવે સાવ લગોલગ
મદ ભરેલી લ્હાય લગોલગ,
રતુંબડા હોઠેથી છલકે પ્યાલી,
યુવાન રોમાંચોમાં છાનું ધરુજે કહેણ,
આ કેડી પરથી વહી ગયું વેળામાં,
એનો કાળો સાડલો ગામ ઓઢે,
સફેદ વાળની લટથી ગામ પોઢે,
લાકડીના ટેકે રસ્તો ઉકેલે મુઠીભરી,
ખેંચેલું મોહીને ગત સમયનું ચાંદું સડેલું
પરુ ભરચક શૂળ ભરીને લવકે,
પલળવું મૂકીને કાવડ ખેંચે છાતીમાં....
રાયણ રોતી સીમ ભરીને,
આંબલી કડડડ ટ...ઈ...ઈ..ડ...ટ...ઈ..ડ
હમણા પડી
આશ વાસ થઈ ખાસ લઈ,
ખાંભી ખૂંપી ધૂળથી લથબથ
મૂળિયાં સમય સમયનાં જૂદાં:
સડી ગયા ધામ નામ હવે,
ભૂલે બિસરે કામ હવે,
નાનો મોટો પડછાયો બની
દટાયેલા પાળિયાના પડકારા,
છાના વાર પરબે હીંગળુકિયા રંગ ધરે,
પછી સીમ સામટી ગળાને બાંધી,
આંખો ફૂટે સ્મરણમાં.....
આ મંદિરમાં બેસીને પુજારી
પાન-તમાકુ- ગુટખા ચાવીને મશળે મનસૂબાઓ,
બેઠાં બેઠાં પીચકારી મારે બારી બહાર પૂ...પૂ....થૂં....થૂં
પગથિયાં પર બકરી બેંબેં કરે,
ઈલેકટ્રીક આરતી સવાર-સાંજ રણઝણતી જપે ડોનરનાં નામ,
ચોકમાં પાવૈયો નાચે પાવલી માટે
તરગાળાના ગળા બેસી ગયા એટલે,
ભૂંગળ કટાયેલ માળિયું ચાટતી પડી નોધારી એટલે
ખૂણામાં વેશ ઊતરતા જાય દિવાલ સોંસરવા એટલે
મંદિરની સામે ઓટો ઈંટને ખેરવતો
કોઈના બેસવાની રાહ જુવે છે.
સાતમ-આઠમનો જુગાર કૂદે
રાસનો હાશકારો ચતોપાટ પડ્યો સ્મરણ ઘેલો,
માતાનો માંડવો ઊડે ધજા સમ
નવરાત્રીમાં છાની જલસી છાતી કૂટે,
દિવાળીમાં લાઈટનું ડીંડવાણું ચમકે,
રડીખડી દૂકાનમાં ચારપાંચ ડબલાંમાં
ખખડે આંબિલા,ભૂતડો ભારી
પડિકાં શહેરનાં ઊડતાંક આવે ખાલી ખાલી ગલ્લાં સુધી.
બે કાળા સાડલા માળા કરે સાવ ઢળવા મથતી રાતે,
જમરાજાની રાહ જોઈને મણકા ફરે,
સ્મશાનની છાપરીનું પતરું ઉડતુક ચોકમાં પડે,
રાખ કણ કણ થઈ ઉંબરે ઉઘરાણું કરે,
કોયલનો કલરવ કેસટમાં કેદ
બગીચાના મોરલા ઊડી હાલ્યા
હવે નથી કુંજલડીની હાર અવકાશે,
કયારેક ઘરરર વિમાન ગાજે
કાનને કરડે ક્ષણભર,
ચાલ્યું જાય સરહદને જોઈ
આંખ આડા કાન કરીને પારેવું મંતર ભણે,
જટાળો જોગી નથી આવતો
ચલમ ચિપિયો લઈને,
આાવળ બાવળ બધું ગાડું ગાડું
મદારી સીટીના રોડ પર ભંગાર વેચતા
માંકડું ઝૂમાં ઓશિયાળું બેસે લપાઈને માંદલું,
ઉડતી ધૂળમાં પાણીપુરી જમે સીટીમાં
પંજાબી ચાઈનીઝ આઈટમ સીટીમાં
ગાય, ભેંસ,બકરી,ઘેટી એક સાથે પાઉચમાં દૂજે,
મોભારે મીંદડો બોલે મ્યાઉ.....
હમણા આવશે.....હમણા આવશે
પણ આવે નહિ કોઈ એવું લાગે....
ધીસલાં ગયાં કીચૂડ....કીચૂડ...
ગામ ભરીને ગાડાં ગયાં ઉથડક થડક
શેળ કઢેલા શેઢા ઊભા આડા,
વાડ સડેલી દેખાય વાડા
ખેતર પેંતર રહરહ રેઢા,
છીંડાં ચારે કોરે છીંડાં છીંડા
જીવતર જીવતર મીડાં લીંડાં લીડાં
ગણી ગણીને હાંફે સોંસરવું હૈયું;
કયાંક ટ્રેકટરનાં ટાયર મોટાં ફેરવી
ટ્રોલીમાં ઊગતા સૂરજને ભરી,
સવારે સૂરજનો ડંગોરો ડચકારા કરે,
સાંજે પાશેર ઘણની પાછળ
હવામાં ડાંગ ઉંચેરો થાક લઈ
અંદર જંતુ જીવતાં મરે અને ઉતરે પાકમાં,
ખનખનિયાં ખખડે આશા બાંધી,
ખંજવાળે ઘયડ્ ઘયડ્ ઘયડ્ અધારું,
વાછરડું ડોબાંને ધાવે ને પાડું પરબારું
અધ કચરું આવે ઉંબરમાં....
સવાર પડે પછી
બપોર પડે પછી
સાંજ પડે પછી
રાત પડે પછી
પથારિયુંમાં ચાંદો વણસે,
બંધ બારણે રેશમિયાં ઓશિકે,
હાડકાં ચામડિયુંને ખૂંચે,
જળબંબોળ દુ:ખે રુપને બદલી,
ધાબા પર રમે ચંદરવી રાત
ભેર ભૂંગળ પ્રભાતિયાં વિના એકલી ચમકી
સવાર પાકલ ફળ જેવી
લવલવતી નીકળી જાય રઘવાઈ,
આ મૂળાં મોગરી કાંદા બનીને,
આ લચકી ગયેલા ફાંદા બનીને,
તમરાં વંદા ગંદા ખૂણાંમાં બબડે એમ
ગઈઢાં-બૂઢિયાં આડા આવે;
શહેરની મોટર નીકળે કે-
ઘરરર ઘટ્ કરતાંક બોલવું કરે :
'આ નીકળ્યો સવાનો છોકરો,
ટીઈટ...ટી...ઈ....ટ ફરરર...અરરર..લે..જો..'!
આંબો ફળિયું ખાવા માગે, હાય હોય રે !
લીંમડી થડિયું લઈને ભાગે,હાય હોય રે !
ખીજડો મશાળે જળ માગે,હાય હોય રે!
લાડવો ઘડો ઘડો તળ તાગે, હાય હોય રે !
ગોળ ઘટમટ ખોલાવી આગે, હાય હોય રે !
ચાર જણની કાંઘે રાખીને....
તુલસી ક્યારો માંજર ખેરવતો,
તાંબાજળનો લોટો લઈ ખખડતો,
અધ્ધરતાલનું તાળું લટકતું પૂછે કે-
નીકળી ગ્યા બારા ?
ત્યારે અેવું લાગે કે-
સૌની સાથે સિંદૂરિયો થઈ જાઉં
ખરાવાડના ખૂણે
પણ
આ લીંમડાની ડાળે
હીંચકો ઝૂલવું માગે....... !?
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[3/1, 7:05 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
વસંત આવી
કેશૂડાની કલી
આજે
સપનામાં મલી
અને લ્હેરાયો
ફાગણનો રંગ ચારેકોર,
પુષ્પોનો મઘમઘાટ
ભમરાનું ગુંજવું
અનાહતને અડુંઅડું થઈને,
બહાર અંદર બહાર અંદર થયા કરે દોર;
વસંત વૈતાલિકનો
કૂહૂ...કૂહૂ..'
હું' સાથે ભળીને 'તું' માં લઈ જાય
બતાવી જોર,
પતંગિયાનો પમરાટ,
પંખીગણનો કલરવ
ઘેરી વળે આકંઠ,
શિતલ મલયાનિલમાં
મસ્ત મન
કરે થનગનાટ જાણે મોર,
સ્વીચ ઓફ થયેલું જંતર
બજે સરગમ..બજે સરગમ....
આંખે ઝલમલે ચિત્ત ચોર,
શરમ ના જોર સામે
બતાવે તોર
રમે રંગત ઠોર
બંસી સૂર સમી
ઊભરાતી પ્રીતે
અચરજ દરિયા ભરિયા ભરપૂર
મન વસંતે વળે
સમરસ થઈને સાતેય સૂર ભળે,
કલી કેશૂડાની
સપનામાં કરે કલશોર......
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
સૌને વસંતના વધામણા ફળે...
[3/17, 11:49 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
જાણી લે
માણી લે
સમજી લે
સમજાય તો સગેવગે થાય.
વિચારમાં અટવાય
પૂંછડી ન વધે તે સારું
જંગલ વધવું જોઈએ
ઠંડી ગરમી ન વધવી જોઈએ
વિકાસ ઠપ્પ ન થાય તે સારું
મને ગમે તે મારું
તને ગમે તે તારું
છોડવું કે જોડવું
એ સ્વતંત્ર મામલો છે,
એ પરતંત્ર થઈ જાય તો ન ગમે
બંધિયારણું ન ગમે
કોષથી ઠલવાઈ જવું ગમે,
વિરડો સારો
વાટકે વાટકે ઉલેચાઉ ગમે,
ઝરણું છે ખળખળ વહેવું
આકાશ ગમે,
વિસ્તરેલું, નિરભ્ર, વાદળભીનું ને
અંધકારઘેર્યુ ગમે,
તારલિયાથી જગમગતું ગમે.
પ્રેમતત્ત્વ વ્યાપક છે
પ્રેન કરી શકાય
રોગ ન બને તે જોવાય
એ રોગ હોય ન મટાડી શકાય.
ખોટું ખેંચાવું નહિ
ખોટું ખર્ચાવું નહિ
લાગણી વહે તો વહે
જેવું હોય એવું કહે
ગમતું ગમતું રહેવું
ગમતું ગમતું વહેવું....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[3/26, 8:53 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ભાટી એન. કા જવાબ નાહી
તમે યાદ આવો,
યશસ્વી કળશ સવારમાં લઈ આવો,
ફૂલછાબ લઈને આવો
આ દુનિયા માટે લાવો
કંઈક નવું...કંઈક તાજું
આપ્યું વાસ્તવનું ચિત્ર.
કંગાલ,અમીર,સંત,સાધુ સૌને સાધિયા.
આંટીયાળી પાધડી,કેડિયું,મેજડી,
નગર,ગામ,ચોક,મેળો
રંગ ભરેલી છતરડી,
મઢેલા વરરાજાની મોતીહર તલવાર..
રાજમહેલ,શેરી,ઘર,ઉંબરને બારીમાં ટપકતો ચહેરો
ચહેરાના નવલા નૂર અને ઝબકતી આંખો.....
તમે એટલે બોલતી તસ્વીર
ગાતું પંખી આકાશ ભરીને
વાંકાનેરના વતની
મોરબીના રતન
ગુજરાતનું ગૌરવ
ભારતની ભાતીગળ પ્રતિભા તમે.
ખેતર મ્હોર્યું
ખળું મ્હોર્યું
ફૂલડાં ફોર્યા
સુંદર ચહેરાના નૂર કોળ્યા.
જંગલને ચિતર્યું
રણને મઢ્યું
સાત સિંહને સાથે પાણી પાયું.
ભૂકંપને તાદશ કર્યું
વાવાઝોડાંને કંડાર્યુ
દુષ્કાળને બતાવ્યો કેમેરાથી,
પર્વત,ખીણ,ઝરણાં,વાદળ
હરણાં તરણાં,છમ્મલીલાં તરુવર
નદી, રેત અને
પાંદડેથી ટપકવાં અથરું બિંદું
નેવાંભર ટપકતાં મોતીને
કેમેરામાં કેદ કર્યાં,
આખો દરિયો
પંખીની પાંખ
પાકલ પરપોટામાં સૂરજની ચમક
ચકલીની ચાંચ
મધમાખીની ફરફરતી પાંખ
કબૂતરની ગભરું આંખ
કેટકેટલું વીણી લીધું અમારા માટે.
તમારા ચિત્રો કવિતા
તમારી તસ્વીર કવિતા
તમારી કવિતા બોલતું ચિત્ર
તમે ભેખધારી
સતત ફરવું... વિણવું....ચણવું
અસ્સલ મોતી ચારો....!
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[4/21, 9:32 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
જોયા કર
કંઈક વધતું જાય છે
કંઈક ઘટતું જાય છે
આ આંગળી વધી
વાળ વધતા જાય
નખ પણ...
ઉંમર ઘટતી જાય છે
આંખે ઝાખપ વધતી જાય
પાપા પગલીથી લાકડીના ટેકે
નંબર વધતા જાય ચશ્માના
દાંત બેવાર આવ્યા ને ગયા
કમળ પાંદડી જેવા હતા હાથ
એને લખલખવું શરું થયું
ન રોકી શકાય વધતા..ગળતા તાલને
જોયા કર
નહિ સાંભળે બહેરો
નહિ દેખે પ્રજ્ઞાચક્ષુ
ભાગ્ય નહિ લાગે કામ
અજન્મા ...અવિનાશી...
અંદર અંદર
દૂર દૂર ને
પાસે ને પાસે
તો પણ
ન મીટાવી શકે
ન બદલી શકે
આ ઘટના લીલા.....!!
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[7/12, 8:20 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
મિત્રો
શબ્દને અક્ષર કહે છે:
બોલાયેલો કે લખાયેલો.
જે પ્રસ્તુત થાય,
એનાથી અદકું બતાવે:
સારું કે ખરાબ.
કવિ લેખકો માટે
એક શબદ છેડવો
એ સાહસ છે.
વિચારીને
ખૂબ સંભાલકે
લખીએ
અને
બોલીએ
શબ્દ તારે
શબ્દ મારે પણ.
શબ્દના સાચા ઉપાસકો
એટલે સર્જકો.
કંઈક નવું રચવું
આનંદદાયી રચવું
એજ અપેક્ષા હોય.
કવિ બીજું શું કરી શકે ?
એડમીન
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[7/17, 9:30 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ઝરમર ઝીલ્યાં તસતસ
રસ્તો
ઝરમર ઝરમર
ઉપર ઉપર
ઉબડ ખાબડ
કોરું વાદળને
આખું શહેર
ભીનું ભીનું
નેવાં નીતરતું.
બંધ આંખો,
મગર જેવું
ગતિ કાચબો
અંદર પોલા એરંડા સમ
તોય-
રગરગ સરતી
વસમી વરતી
ભીંતરવું નીતરવા
ઉઘડતી ખુશ્બુ
અનરાધારી
શ્વાસો લથબથ,
સામે ઊભડક
હરિત હરિતા
એ વેલીનાં
પર્ણમાં હલચલ વહી સામટી
મૂળથી સાવ
વીંટળાવવા
ગોળગોળ થઈ જવા
મથતી થઈ,
કેટલીક ક્ષણ
વહી ગઈ
પણ
આનંદ ઝરણાં વહાવી
ચંદન વૃક્ષ પર
ભુજંગી પાસ
તસતસતો
હતો અનાયાસ
જેમ
બપૈયાનો સાદ બળૂકો
ચાતકની રાહ
મપૂરની કેકા
કોયલનું કૂહૂ
એકમેકમાં ભળી ગયા.
ઊભેલ
લથબથ કન્યકાનો
પાલવ ફફડે
કાન ખોતરે
જાતને જોતરે.....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[8/15, 10:59 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
આઝાદી અમર રહો
આજે
મોબાઈલ
બંધ રાખવો છે
કેમકે
એટલાં બધાં
આવી ચડશે:
એક સરખા
કોપી પેસ્ટ કરીને
પારકું પોતાનું કરવા
રમતું કરશે એટલે.
બિલાડાના ટોપની જેમ
ઊગી નીકળશે,
દેખાડો કરવા
અને બાંધી દેશે
મારા સમયને
ચરી જવા લલચાવશે એટલે.
મારી આઝાદી છીનવવા અથરાં થશે.
આવી ચડશે એક પછી એક,
ન ધણિયાતા
બની બેઠેલા ધણીના એટલે.
મને ગમતું
કાયમી રાષ્ટ્રભાવે છલકતું
સૈનિકોની સલામી ઝીલતું
સરહદની હદ બતાવતું
બેહદ તરફ લઈ જતું
પીડામાંથી પાંગરેલું
પોતિકું અવતરેલું.
કોઈ મૂંગી ચીસને વાચા આપતું,
સાચ ખમીરને જગવતું.
કોચલામાં બંધાયેલા
થોડા થોડા ગંધાયેલા
સાવ જ કોરાને ભીંજવતું
એક પોસ્ટર
એક કવિતા કે
એક લીટી પણ ગમશે.
એ માટે મોબાઈલ
આવકારવા હશે આતુર
બાકી તો સ્વીચ ઓફ છે, ભાઈ !
શરમાવશો નહિ
ભરમાવશો નહિ
આજે જ આવશો નહિ
કાયમ આવો
ઊતમ વાવો
મલમલ લાવો
મોજથી આવો, આવો.....!
ગાવો ગાવો
આઝાદી અમર રહો....!!
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/3, 8:31 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
પ્રદીપની નિવૃતિ વેળાએ...
આપ સફળ ટીચર જ નહિ
આપ સફળ ઓફિસર જ નહિ એક હરતી ફરતી એકેડેમી હતા, યાર !
આપ વ્યકિત નહિ પરિબળ છો, યાર !
તમે ખુરશી પર નહિ હો ત્યારે સહકર્મીઓને એહસાસ થશે આ વાતનો
હું ગવાહ છું અાપની અખંડ સેવાનો.
સહકર્મીઓ પોકારી પોકારીને કહેશે, 'ટીચર આવો જ હોય,
એક મેજર આવો હોય,
આવો ઓફિસર નહિ મળે અમને....'
ઘણુ કહી શકાય તેમ છે
કેમકે, તમે તો તમે છો.
મારા પ્રિય મિત્ર છો...છે...છો...
કહેતા ગર્વથી છાતી ફૂલે
નિભાવી ૩૬ વર્ષ અખંડ મૈત્રી
મારા ખમતીધર મિત્ર
ના રીસ કરી લગરીક
ના ચીડ ધરી થોડી
ના અવિવેક સ્હેજેય
ના બટક બોલી બોલ્યા ક્યારેય
ના કોઈ અપેક્ષાઓ આંજી
કેમકે,તમે તો તમે છો.
ખુરશી મજબૂત હતી તમારી
છતાં
મકકમ મન રહ્યું
કલિયુગમાં એ મોટું તપ હતું,
ના વટ માર્યો
ના ઝૂક્યા
ના સહયાત્રીઓને ઝૂકવા દીધા
કેમકે,તમે તો તમે છો.
એ ખુરશી પર ડૂલી શકાય
પંથ ભૂલી શકાય
હતી લપસણી ભૂમિ
પણ ન ચલિત થયા.
તમારી નિષ્ઠા મ્હેકે
તમારી નિયમિતતા ધમકે
તમારી નિખાલસતા યાદ આવે
તમારી નિયમબદ્ધતા કેમ ભૂલાય
સૌથી વહેલા આવવું અને સૌથી છેલ્લા જવું,
નિયમ વ્રતની જેમ પાલન કર્યું
કેમકે, તમે તમે છો.
એટલે તો આંખ ભીની થાય છે
જેને નિવૄત થવું જ નથી
જેને નિવૃતિ ગમતી જ નથી
અને નિવૃત થાય એનું રડવું આવે, મને તો.
ઉચ્ચ અધિકારીઓનું કાર્યરત રહોનું
એ આહવાન જ તમારી તમારી સિદ્ધિ,
તમે સમય પાલન કીધું
તમ્ વિવેકથી કામ લીધું
તને પગારથી અધિક દીધું
તમે સહવાસથી કામણ કીધું
કેમકે,તમે તમે છો.
તમે છો અપૂર્વ દીવો
તમે પ્રદીપ્ત દીવો
ઝળહળતો અખંડ
અજવાળું આપવાનો ધર્મ નિભાવ્યો,
પ્રવૃતિ દિપાવી
નિવૃતિ શોભાવી
નામ એવા ગુણ
કેમકે, તમે તો તમે છો...
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/3, 9:05 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
જયશ્રીકૃષ્ણ
ભગવાન
સીધી જ મદદ ન કરે
કેમકે-
એ કસોટી કરે
પછી હળાહળ પીવે
પહેલા રમાડે
પછી સાથેને સાથે નાચે.
એતો ભીતરની આરત સમજે
એતો અંતરની ચોખ્ખાઈ સમજે
એ તો સત્કર્મને જાણે
એતો સત્વૃતિને પહેચાને
જો અર્જુનનો સંકલ્પ હોય
એના જેવી ભાવના હોય
અર્જુન જેવું સમર્પણ હોય
તો સાચી દિશા આપે
સારથિ બનીને.
પ્રભુ આપણને ગતિ આપે
માર્ગદર્શન આપે
લડતા શીખવે
પણ
આપણે જ લડવું પડે.
અને હા એ પણ ખરું
જ્યાં અર્જુન-કૃષ્ણ હોય ત્યાં
અચળ નીતિ હોય
શ્રી પણ હોય
અને ચોમેર વિજય પણ ખરો.
ડૉં ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
જનમાષ્ટમીની હાર્દિક શુભકામનાઓ.
[9/7, 10:35 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
જાણી લે
માણી લે
સમજી લે
સમજાય તો સગેવગે થાય.
વિચારમાં અટવાય
પૂંછડી ન વધે તે સારું
જંગલ વધવું જોઈએ
ઠંડી ગરમી ન વધવી જોઈએ
વિકાસ ઠપ્પ ન થાય તે સારું.
મને ગમે તે મારું
તને ગમે તે તારું
છોડવું કે જોડવું
એ સ્વતંત્ર મામલો છે,
એ પરતંત્ર થઈ જાય તો ન ગમે.
બંધિયારણું ન ગમે
કોષથી ઠલવાઈ જવું ગમે,
વિરડો સારો
વાટકે વાટકે ઉલેચાઉ ગમે,
ઝરણું છે ખળખળ વહેવું
આકાશ ગમે,
વિસ્તરેલું, નિરભ્ર, વાદળભીનું ને
અંધકારઘેર્યુ ગમે,
તારલિયાથી ઝગમગતું ગમે.
પ્રેમતત્ત્વ વ્યાપક છે
પ્રેમ કરી શકાય
રોગ ન બને તે જોવાય
એ રોગ ન મટાડી શકાય એવો
ખોટું ખેંચાવું નહિ
ખોટું ખર્ચાવું નહિ
લાગણી વહે તો વહે
જેવું હોય એવું કહે
ગમતું ગમતું રહેવું
ગમતું ગમતું વહેવું....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/7, 10:56 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ત્રિભેટો
પટારાની ઊંડે
ગાદલાની બેવડમાં
જીવથી જતન કરેલાં
ઘરેણાં લઈ ને
પછી
એજ જગ્યાને
પંપાળ્યા કરે જીવથી
હાથને રજોટે શ્રદ્ધાથી
ફરી મુકી શકે
ન પણ મુકી શકે
એવી સ્થિતિને અવઢવતો હોય
તે એક વર્ગ.
ઉપરનું બીજાનું
ખાનું ખોલી શકે
લઈ શકે
પાછો જઈ શકે
ફરી આવી શકે
લઈ શકે...જઈ શકે....
'હવે આપણું બધુ જ' - કહી શકે
એ ઊંચો વર્ગ.
જે હાથ ફેલાવે
આવે ન પણ આવે
ખવાય ન પણ ખવાય
તે ત્રીજો વર્ગ.
હાથ ફેરવવાની સ્થિતિઓ બદલાય અને માણસ બદલાય.
અેકને હાથ ન હોય
મરજી મુજબ ચાલતા નોકર હોય
જરૂર કરતા અતિ લોકર હોય.
બીજા પાસે
હોય તોય અને ન હોય તોય
ન ફેર પડે હાથમાં
ન ફેર પડે જગ્યામાં
ન ફેર પડે જણસમાં
કેમકે
એ કોઈની જણસ નથી.
અને ત્રીજો
ગમે ત્યાં ધકેલી શકાય એવો
કાયમી કોઈની જણસ જેવો ....!!
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
નોંધ: ગ્રુપમાં મુકાયેલા એક વિચાર પરથી લખાયું.
[9/7, 11:44 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ચાર કાવ્યો
ચવાય
અને હવાય
છવાય પણ
વાદળ સમ
વરસી જાય
રણમાં તરસી જાય
વાગે કાંટા તો આહ !
ગમતું મળે તો વાહ
સતત ઝંખ્યા કરે ચાહ
જીંદગી છે
ગતિ છે
પ્રગતિ પણ
અધોગતિ પણ ખરી
☂☂☂☂☂☂☂☂☂☂☂
હૈયામાં ક્યારેક
કાણાં પડી જાય
આરપાર નીકળી જાય
ક્યારેક અંદર અટકે
જંગે ચડીને વટકે
કાયમી અસહ્ય ખટકે
છાણાં કોઈ થાપે
કોઈ ઉથાપે
હસતાં હસતાં
રમતાં રમતાં....
☂☂☂☂☂☂☂☂☂☂☂
દિશાઓ ખૂલબંધ થાય
બારી ખૂલે તો....
દેખાય છે ચંદ્ર આથમતો
સૂરજ નીકળવાને વાર
વાદળ હટશે
આશ લગાવી
પંખી માળે
ઝાકળ હવાલે.
☂☂☂☂☂☂☂☂☂☂☂
તાળાં જોગી કૂંચી
ઘડાવવવી પડે
લાવવી પડે
હાથ અજમાવવો પડે
ખોલવું પડે તાળું
હણાય વાચા બને
પડઘા સાચા બને
ઉજળું મન
થંભે શ્વાસ
કટકે કટકે અટકે
પ્રવાસ ઉપર
હજુ ઉપર
લટકું કરશે અનાયાસે
ભરચક મોલે
અજવાળું
ખૂલી બારી
પછી એકધારી....!
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/7, 3:56 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
મારા
વાડામાં
ઊગે
એવા છોડ છે
ન પણ ઊગે
એવું ઘણું છે.
હું રોજ
તુલસીનો છોડ રોપું છું
હું રોજ
ગુલાબનો છોડ રોપું છું.
અને
'હું હમણા આવું છું'-
કહીને જાઉ છું
ત્યાં
એક માતેલ સાંઢ આવે છે
કુમળા છોડ ખેંચે
પછી
કુમળા છોડ ઉપાડે
પછી
મારી સામે દૂર
ઊભો રહીને ચાવે
રોજ....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/7, 9:59 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ગોઠવાઈ ગયો
ગોવાના એરપોર્ટ પર
વિવિધ ખુરશીઓમાં
ગોઠવાયેલા થેલાઓની જેમ
હું પણ ગોઠવાઈ ગયો.
સામેથી પસાર થાય છે:
ભૂરિયા ગલકા ગાજર તુરિયા સમ,
રીંગણાં બટેટા દૂધી ઊંચાં ઠીંગણાં
ન હોય
અને
જુદા દેખાવા મથતા ગુજરાતીઓ
ફેશનનું ફાડિયું બહાર
ઝૂલ્ફા હલાવતા બહાર
મોબાઈલ ઘુમાવતા બહાર
ગરેડી પર મોટી બેગને દોડાવતા
કોઈ મોટો થેલો
ભણતરના ભાર જેવો ટીંગાડીને
કોઈ ટ્રોલી પર બેગનો ખડકલો કરીને
લારી ખેંચતા હળવા હાથે બહાર,
અંદર દાળભાતશાકરોટલી આંટા ફરે.
આવવાની હોંશ નહિ
જવાનો મુડ નહિ.
ચહેરો સાવ ખામોશ
નાનાં બાળકો મોજથી આમતેમ આંટા મારે.
જોડાયેલી ખુરશી પર
અપરિચિતતાની બુકાની પહેરેલ
હાથમાં સવાસો રૂપિયાનું સમોસું છે ને
એકસો બાર રૂપિયાની કોફી.
પીવાતી જાય ખવાતું ખાય.
વારે વારે સૂચનાઓ આવ્યા કરે છે.
માણસનો અવાજ આવે છે
સાવ અસ્પષ્ટ
કેટલાય અવાજો જોડાય છે,
એવું થાય છે કે
ત્રણ કલાક કાઢવી છે
તો
લાવને ઊંઘ ખેંચી લઉ ?!
ઊંઘ આવવા જાય ને
પ્લેનનું આવવું
પ્લેનનું ઉપડવું
શરું થાય છે.
મારી ચોકલેટી ઊંઘનો સવાલ લટક્યા કરે છે.
અહિયા ક્યાં કોઈ કોઈનું સાંભળે છે ?
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/10, 12:22 PM] bbjetpariya: ☘☘☘☘☘☘☘☘☘☘☘
માટીમાં મૂળ
બીજથી
મૂળ
થડ
ડાળ
ડાળ પર રહેલી
ડાળખી ઝુલી
પર્ણ પડખે ઘણાં
ફૂલી ખૂબ.
આજ
જોયું
સજ્જડ નજરે
પંખી
ટહુકીને ગયું
પાંદડું
ટપ ખરી ગયું
ડાળ ઝુલવા લાગી
પાંદડાને ટકોરતી
ધરતીને સંભળાવતી....
પવનની મોટી આફત
મૂળથી વૃક્ષ હેઠું
ધૂળ ભેગું
ફરી પર્ણ પાંગર્યું
મૂળિયાં મૂંગાં....!!
ડૉ. ભાવેશ જેતપરિયા
☘☘☘☘☘☘☘☘☘☘☘
[9/13, 10:52 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
મિચ્છામિ દુક્કડમ
ના વેરઝેર
ના વાદ વિવાદો
ના આંખોમાં આંજી
કાતીલ મનનો મેલ;
આવ્યું છે પર્વ
ખુશ રહે સર્વ,
માણસ છીએ
માણસ રહીએ
માણસ થઈને વહીએ
અેનો લઈએ ગર્વ;
નીકળે ગમા -અણગમા
ન રહે વેર વૃતિ જમા,
હું નહિ, તું નહિ પણ અમે
નિભાવીએ ધર્મ સૌને ગમે
સંકલ્પીએ સૌ સાથે ને
બેસાડીએ ગરવો ગણેશ
ક્રમણ અતિક્રમણના પંથે;
આપણે સૌ પરમના મર્મી
સાચા કર્મી,
આપીએ ક્ષમા,
સાથે એક સૂરે
વીરત્વ ધરીને
અંતરથી
વિચારથી
વ્યવહારથી
મિચ્છામિ દુક્કડમ.....!
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/13, 10:41 PM] bbjetpariya: ☘☘☘☘☘☘☘☘☘☘☘
તમે
કરો
કાવ્ય સંગ્રહ ને
હું
પ્રસ્તાવના
લખું
તમે
કહો તેવી,
તમે ખુશ
ને
હું પણ....
ડૉ. ભાવેશ જેતપરિયા
☘☘☘☘☘☘☘☘☘☘☘
[9/13, 10:47 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ઝરમર ઝીલ્યાં
રસ્તો ઝરમર ઝરમર
ઉપર ઉપર
ઉબડ ખાબડ
કોરું વાદળ
આ આખું શહેર
ભીનું ભીનું નેવાં નીતરતું.
બંધ આંખે મગર જેવું
ઊભું આડું ઊંડું આમ તેમ વિસ્તરતું અંદર પોલા એરંડા સમ
તોય-
રગરગ સરતી
વસમી વરતી
ભીંતરવું નીતરવા
ઉઘડતી ખુશ્બુ
અનરાધારી
શ્વાસો લથબથ,
સામે ઊભડક
હરિત હરિતા
એ વેલીનાં
પર્ણમાં હલચલ વહી સામટી
મૂળથી સાવ વીંટળાવવા
ગોળગોળ થઈ જવા મથતી,
કેટલીક ક્ષણ
વહી ગઈ
પણ
આનંદ ઝરણાં વહાવી
ચંદન વૃક્ષ પર ભુજંગી પાસ
તસતસતો હતો અનાયાસ
જેમ
બપૈયાનો સાદ બળૂકો
ચાતકની રાહ
મપૂરની કેકા
કોયલનું કૂહૂ
એકમેકમાં ભળી ગયા.
લથબથ કન્યકાનો
પાલવ ફફડે
કાન ખોતરે
જાતને જોતરે.....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/13, 10:48 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
નથી જવું
ઘેટાનાં
ટોળાંમાં
નીચું આ
મુંડ કરીને,
બસ જવું
મુકત ગગનનાં
પંખી જેમ
પાંખ વીંઝતા
આભ આંબવા
એકલા એકલા
જાગતા જાગતા
ના કોઈ અસર
બસ
એક લગન
ઊભરી અંગન.....!
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/14, 10:22 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
ચાર હાઈકુ
હરણાં ઊભાં
કિનારે હિંસ્ર પશું
જડબાં ખોલે.
આંકવી લીટી
દરિયો દોરવાને
પાંપણ ભીની.
તરણાં ઊડે
જંગલ ઘેરે આગ
નદિયું રડે.
લખે કલમ
સરિતા તરુવર
ચકલી બોલી.
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/14, 4:38 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
એ એટલે
માત્ર
એય...
છીઈછ...છી..ઈ..ઈ.છ....
પવન આવે તો જ હલે
જે તડકો ઝીલે તે રૂમની શોભા,
ડ્રાઈવર ચલાવે તો
ચાલે તે ગાડી,
જરૂર હોય તો જ પહેરાય
કાઢી નંખાય ફેંકી દેવાય તે વસ્ત્રો:
હોઈ શકે કદાચ
ધોઈ શકે.
રસોડાનું કુકર ગમે ત્યારે તૈયાર ઉકળવા,
એ એના જેવી
એ એની જેમ જ
કે પછી
એ ખુરશીનો ઓર્ડર
એ ઘરનો અવાજ
એ મુકત ગગન પંખી
સવારનું તેજ
બપોરની આભા
ખળખળ કરતું ઝરણું
કે
ઘરની સજ્જડ દિવાલો જેવી
જેના પર કંઈક ટીંગાડી શકાય,
પવન આવે-જાય
કોઈ અસર નહિ અેવી
પારદર્શક સ્થિતપ્રજ્ઞ વાતાયન ?
ના રે ના.
એ છે-
પારકી ઈચ્છાને પહોચી વળતું રમકડું
અથવા
ઘસાઈને ઉજળું થતું મસોતું
કે-
ભાર ઝીલતી ધરા
કે-
છલોછલ છલકતી
બેય કાંઠાભર વહેતી
નદી
કે......!!?
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/16, 11:21 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
દર્દ ઉવાચ....
આમ તો તૂત જ છે
પણ
કામનું છે-
તારા હાઉ માટે
એની સમૃદ્ધિ માટે
એના પ્રભાવ માટે
તારી બાદબાકી માટે
એના સરવાળા માટે;
વધે જરૂર વધે
ઊભય પક્ષે વધે
તારો ભય
અમારી સંભવના
એનો વૈભવ;
તને અનુભવ છે
એની પાસે માહિતી છે,
એ ડાઉટ ઊભો કરી શકે
બેય કાનમાં લગાવીને ધબકારે,
સાચુંખોટું અહિયા કરી શકે લબકારે;
વ્યકિત આવે અંદર
બહાર નીકળે દર્દી, સમજ્યો !
શંકાની સોય
લઈ જાય હાથ પકડીને
લઈ જાય સ્વજનો જ શત્રુઓ સુધી,
કેન્સર, એટેક, ડાયાબિટીસ..ક્રમશ: આવે જ.
એની ઊભી કરેલી દિવાલ
કુદાવવી અઘરી છે. ભાઈ !
જે ભોગવે તે જ મટાડે, સમજ્યો ?
ખાવાથી શરું થાય તો ખાવાની જ સુધારે,સમજ્યો ?
જે રસ્તે ખોવાયું એ જ રસ્તે મળે,
શ્વાસ જીવન છે
કોઈ ન આપી શકે
ન કોઈ લઈ શકે
એની વચ્ચે કોઈ વ્યકિત ન આવી શકે;
બાયપાસ કરનારો
એટેકથી ઉલળ્યો હમણા
કેમકે-
મોત રાહ ન જુએ
ભોગ ચાહ ન જુએ
મોત દિવસ નથી
મોત સ્વાસનું ગણતરી છે,
શ્વાસનો ક્વોટા પૂરો એટલે ખતમ,
રીચાર્જ ન થાય પ્રિપેઈડ છેને !?
શતાયુ થવાની આશા
શ્વાસ પછી મરવાની તૈયારી
એ સુખી થવાની ચાવી:
રોટલી ધીમાં બોળીને ખવાય
થોડું ફરવા જવાય
થોડા અંદરની હળવા થવાય
મનભરીને ગવાય
છોડી દે હા....ઉ...ઉ.....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
નોધ: મનુ કોઠારીના વિડિયોની સ્પીચ પરથી લખાયું.
[9/17, 10:09 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
આભે ઉતરી ભાળી
આભેથી ઉતરી
રંગો લઈ ચિતરતી
ભાવ ભરી નીતરતી,
કિરણ તરણાં કુંડે પાંગરતી પરસાળ,
ઝાકળ ભીનાં તરણાં પર બોછાર;
ખળખળ ખળખળ ઝરણાં રેલે દદળી,
જલતરંગે વાયુ લ્હેરે ઉડતી માછલિયુંની આંખે ફરફર પાંખે.
ચિતરે મોર જોર ભીતરવું ભંડારી
તૂટ્યા ટહુકે તોર
લટકે હવા રવા થઈ પાનપાન જઇ પૂગે
પાદરના વડલાની ડાળ બનીને ઝૂલે;
માળા ગૂંથી તરણાનાં તરજૂમે,
સુગરી મલકે છેલ્લી ડાળે કૂવા પાળે.
ઘેટાં રસ્તે વાળે
ડાંભૂ ભરતો દૂધમલિયો ગોવાળ ગરજે
હીહીના ડચકારે જાગે ગામ.
શેરી રસ્તા ચોકલોકનાં પગલાં ગણે
હય તણાં હલકારા ગણે,
પલકારાનાં પાંગત તાણી
બંસી સૂર સમી ઉભરાતી પ્રીતે
લાગણિયું હીંચોળે ડાળ ડાળના વાયુ
દોરામાં થઈ મૂળનાં હેત બની પંપાળે;
પર્વત ટોચે વાદલડીનાં નેવાં
દોડી ઉભડક ઉભડક બેસે;
ડચકા લેતો સૂરજ છીપલી બારો
હાથી છબછબ નાયો
ચકલી ચાંચ ધરીને થાકી
પાકી ભીના ભાવે,
હંસારાણા પૂછે:
શું છે ? શું છે ?
ચણવા જેવું
લણવા જેવું
વણવા જેવું
ડૂંડું મોભ પલાણી ઊભું
ગાંગરવાને ગણવા જેવું
એકલ મુખી ખીજડા જેવો
જોગી જટા વનરાજી
પડખે તરણાં લવકે હાજી
છેટે આંબા રધમકે હાજી
ગાગર કોરી રણકે હાજી
જમના નીર ભરીને આવું
ગાગર રેઢી રીઢી લઈને આવું
શેરી કલરવ કરતી લાવું;
વનની કોયલ જેવું કાળું
બંઘાંતી આંખો જેવું કાળું;
તેતર ખેતર લઈને ચાલ્યું
ઝીંડવું ધલવલ લઈને હાલ્યું
જીપટો જાલી મૂળસોતરું હાલ્યું
સસલું કંપન ભરતું શૂળે
જંતું લથબથ ભર્યું મૂળે
ઝરમર ઝરમર આંખો ઢાળી
તરુવર વાંકી ડાળી:
આ ઢળિયો બળિયો હાજી
આ ભાજી રાજી હાજી
કર્યા ચણાક કરતા ચોખો,
ચિતડે થાણું નાખી રાજી
ચલમું પીધી આખી રાતે રાજી
ગળલ બીતી બીતી બળતી હાજી
ચોગમ ચોકી નોખી હાજી
વાળી ફળિયામાંથી લીંડી
બળ્યા ઈંડિયા પીંડિયા છીંડી
શમણાં વરસ્યાં હમણાં રાજી
દરિયા છલકે મલકે હાજી
આ તો પરપોટામાં પાણી હાજી
ઘડાંગ્ કરતાં ફૂટયા
બાંધ્યા દોરા તૂટયા
વહેતી જલની ધારા
પાસા પડી ગયા પોબારા
નદિયું બેય કાંઠારી હલકે
ઘસરક કરતી ઠીકરિયું મલકે
ભેખડ જડબું ખોલી ખૂંપે:
થઈ જાતી રખવાઈ હવે ના કણસે
ખોટે ખોટી ના વણસે નૂરતસૂરત
સૂરત નૂરત અવળું સવળું હાલે,
અેક ખૂણેરું વાગ્યું જંતર
સઘળા તોડી નાખ્યાં તંતર
સઘળા મૂકી હાલ્યા મંતર
ઊંડે ઊંડે નજરું ખોડી;
લબલબ જીભડી બંધ
કુણી મલક વાતો બંધ
લ્હેરી ગલપચીની બંધ
નેજવું તાણતી નજરું બંધ
ખટપટ પાંગરતી ના કૂપે થઈ ગઈ બંધ;
ગઢની ભીતર વગડે પાવા
ફૂંફવે કૂવામાંથી બારા
હોશ જોશના કોસ સામટા ખેંચી;
નીકળે જલધારાથી છૂટી
વહેતી રહેતી રહે એકધારી
કોડ ભરેલી વરતી ફરતી હતી મદમાતી એ પણ થઈ ગઈ મૌન,
બેડાં દૂજયાં રુપના રેલે
ચૂંદડી ઓઢી અનામ હેરી;
છેડે બાંધી સાંધી સવા રુપિયો સમજો
લાપસિયુંનાં આંધણ સમજો
ખીલ્લાં ઝીંકી બાંધ્યા સમજો
ઢળતી સાંજે બજાર મહેકી સમજો
નજરું સચરાચરની દમકી સમજો
રણકે છનનન છનનન સોનપરીના
ઝાંઝર સપનાં અપના થઇને વળગે,
આલોકે સાંજ સવારનો તડકો થઈને
હેલી વરસી રેલી થઈને
ગાંગરતી વરતી વ્હેતી
રાત બનીને વ્હેતી
તગતગ આંખે દીઠી વ્હેતી
મોરપીંછવા માધવ લૈ ગ્યો વ્હેતી:
મનડું માજમ રાતે મૂંગું સરવા કાને
સરગમ હેડકિયુંની હેલી
ભીંતે તોરણ થઈને લટકે
ઉંબરનાં ઓશિકે જઈને અટકે;
મબલખ પાક્યાં મોતી
ખૂલી સહેજે સહેજે બારી
નસનસ સહેજે સહેજે છૂટી
ખૂલી સહેજે સહેજે ડેલી,
લટકે તલભર તાલું
મલી રજભર ચાવી
વાળી સહેજે સહેજે વરતી
ચોગરદમ આવી ભરતી
આભે જઈ ઉતરતી
રંગો લઈ ચિતરતી.....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
.
[9/24, 10:21 AM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
હું
જવાનો નથી
ઘેટાનાં
ટોળાંમાં
નીચું આ
મુંડ કરીને,
બસ જવું
મુકત ગગનનાં
પંખી જેમ
પાંખ વીંઝતા
આભ આંબવા
એકલા એકલા
જાગતા જાગતા
ના કોઈ અસર
બસ
એક લગન
ઊભરી અંગન.....!
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[9/25, 2:47 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
હાઈકુ
મહેકી વાત
અશ્વ ડાબલા પાસે
પાળિયો જાલી.
ખેતર વચ્ચે
સમડીનો પંછાયો
માળો લટકે.
કૂવા કોસમાં
ટપકે ભીની વાત
માઝમ રાતે.
આગળ દોડે
મૃગ પગલે હોંશ
રસ્તો બેવડ.
ઝંખના ઓઢી
ઝાકળ ફૂલ બની
સવાર થાતી.
ખરતું પાન
માંડે નેજવે વાત
સૂરજ સામે.
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[10/1, 3:26 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
વિ-દિશા
મનની બારી ખૂલી
ઈન્ટર નેટ શરું...
ખોલાયેલીને જોઉ તો
આવ્યા કરે મેસેજ એક પછી એક....
સુખદ અને દુ:ખદ
જરૂરી અને બિનજરૂરી
કોઈ પળ એવી આવી કે-
👍👌👌👍વરસાવે
બીજી પલ એવી પણ આવી
જેમાં😪😪😞😞 મોં મચકોડે,
ત્રીજી પલ એવી આવી
જેમાં🌹🌹🌹🌹🌹મઘમઘતાં મળ્યાં,
પ્રશસ્તિ કે ટીકા
હેય કે ઉપાદેય
સારું કે નરસું
તેજ અંધાર
એ બેય કાંઠા પર વહે:
સતત વહેવું એ સ્વભાવ
વહેણમાં અનેક વ્હેણ ભળે,
ડહોળ બેસી જાય પછી
તરંગો શમી જાય પછી
એક ઝરણ વહે નિરવ શાંતિનું
અંદર જોયા કરવાનું-
હું ક્યાં છું ?
હું શું છું ?
જે છું તે બરોબર છું ?
ઉત્તર મળ્યા કરે
પછી ટપકતું જાય આંખેથી
(સમજાય ન સમજાયની સ્થિતિએ)
આ સવાલ-જવાબ નું વમળ સમેટાયું
અને દિશા ખૂલી
એ દિશા એટલે
અગિયારમી દિશા
જ્યાં છે મુકિત
જ્યાં છે સતત આનંદ
જ્યાં છે પરમ શાંતિ
પરમ સમીપે
સાવ લગોલગ અને છલોછલ
પૂર્ણ....પ્રપૂર્ણ સ્થિતિ
વિ-દિશા...વિ-દિશા...વિ-દિશા..!
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[10/2, 2:04 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
અહો ગાંધી !
હિંસા અસત્યે ધૂટ્યો કેસરિયો રંગ,
ઘવલ ઘવલ ગૂંડાઓ કરે છે જંગ,
હરિયાલી કરમાઈ ને બગડ્યો રંગ.
ધર્મ
પંથ
..હદ
પ્રાંત
ભાષા
તર્ક
બુદ્ધિ
રંગ
ધન
ભાવ
વાદ
વધે
ખૂંપે
ગોળી
ભરે
જોળી
મોનની
બે મિનિટમાં
ખાંખે હોઠે ફરકે
કાળું ધોળું કરતું સ્મિત.
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[10/2, 6:24 PM] bbjetpariya: 🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
સદાય સાથે
મને મારું
ઘર ઓરડો બારણું
અજાણ્યું લાગતું એક સમયે
હવે મારું હોવાનો એહસાસ આપે
એવું થયું ને એના જેવું થયું ફરી,
બસ, એક રોમાંચ થયો ઉદરમાં.
કંકુ ડબીમાંથી બહાર છલકે
આંગળીને આમંત્રે વારંવાર
આરસીની ભીતરનો કલરવ
આરસીની ભીતરનો ચહેરો
ઝળહળવા લાગ્યો ઉત્સાહથી
બદલાઈ ગયું આયનાનું નૂર
ઝડપથી હાથ ધોવાયા
રઘવાયા પગ થંભ્યા
મોભારાની બહાર કંઈ ન હતું
પછીતની બહાર કંઈ ન હતું
આસપાસ કોઈ ન હતું
અંદર સળવળતું ઝરણું કલકલ રવે,
સાંકળને ખખડાવે
બારણાને લહલહાવે.
પીવાનું પાણી ગળાલગ
સળગતો ગેસ તળ લગ
પગ પંપાળ્યા જળ લગ.
એ જ દેહ
એજ ટહૂકો
એજ આંખો જાગી ગઈ
લઈ જાય..દૂર.... દૂર...દૂર...
આ બાજુ
કબાટમાંથી અવાજ કરે
એજ શૂટ
એજ શર્ટ
એજ સાફો
ઝગામગા કરી જાય.
હવે
નથી સવાર સાંજ
નથી ગમા અમગમા
નથી હવે પડછાયાનો પડઘો
છે લાગણીનું હોવું
મને સમજાય છે
શ્વસાય છે
અદ્વેત પડઘાય છે
સુગંધના પૂર ઉમટે
દરિયો ઉછળે અંગે
તું નથી છતાં છો હવે કાયમ સામે...!
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
No comments:
Post a Comment