Sunday, 14 October 2018

ગઝલ

જોઈએ : તરહી ગઝલ

હું રહ્યો માગણ કે પાતર જોઈએ!
શેઠ હું ક્યાંનો કે ચાકર જોઈએ?

ખાલીખમ બન્નેય ગાગર જોઈએ!
અશ્રુને રહેવાને પણ ઘર જોઈએ!

ઢાંકણી પાણી મહીં ડૂબું ભલે
પણ જો તરવું છે તો સાગર જોઈએ!

બોલ બે મીઠા કહી દો બસ હવે!
ભૂલવા કડવાશ, સાકર જોઈએ!

આયનામાં તો "હરિ" જોઈ લીધા
પણ હવે પ્રત્યક્ષ હરિહર જોઈએ!

- હરિહર શુક્લ "હરિ"
  ૧૩-૧૦-૨૦૧૮

# તરહી મત્લા : રાજ લખતરવી

  "ઝાંઝવા બદલે સરોવર જોઈએ
   છે તરસ તો જળ ખરેખર જોઈએ"

No comments:

Post a Comment