સૂકાં સાથે લીલું ય બળતું રહ્યું છે;
નયન વાટે હૈયું નીકળતું રહ્યું છે.
પરાપૂર્વથી એજ બાજી ને ચોપાટ--
ઘરે સોગઠું રોજ મળતું રહ્યું છે.
ઉપરથી દિસે છે બધું શાંત કિન્તું;
ભીતર કોઈ કાયમ કકળતું રહ્યું છે.
વિવશતા, વલોપાત મન સાવ ઋજું--
ગઝલ પાત્ર અક્ષયથી ગળતું રહ્યું છે.
સતત એવું લાગે કે કીર્તિનું તોરણ--
સૂકાં પાંદડાં થઈને ફળતું રહ્યું છે.
નથી આંખ કોરી ય રાખી શકાતી,
ઊનું તારું આંસુ ત્યાં ભળતું રહ્યું છે.
સપન શ્વેત વસ્ત્રોને ધારણ કરે છે--
હજું ક્યાંક કોઈ રઝળતું રહ્યું છે !
02:50 ----------ગુણવંત ઉપાધ્યાય
16102018
No comments:
Post a Comment