એ તને શું કહેવા માંગે છે જરા એ તો સમજ!
કેટલાં દિલથી એ ચાહે છે જરા એ તો સમજ!
આમ તું તારી જ મનમાની નહીં કર રોજ રોજ,
નિત બિચારી મન મનાવે છેજરા એ તો સમજ!
કોઇની સાથે ન ફાવે એવો નેચર છે મગર,
સાથ તારો એ નિભાવે છે જરા એ તો સમજ!
સ્હેજ પણ ઉતરી નથી એના ગળે તારી દલીલ,
તોય તારી વાત માને છે જરા એ તો સમજ!
વૃક્ષ માફક બસ શ્વસે છે અન્યને માટે સતત,
તાપ વેઠી છાંય આપે છે જરા એ તો સમજ!
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)
No comments:
Post a Comment