સતત
પ્રેમ કેવી રસમથી કરે છે સતત,
યાતના, ગમ, જખમ એ ઘરે છે સતત.
એકલો કયાં રહું છું હવે હું કદી,
યાદ તારી જ પીછો કરે છે સતત.
બેવફા તું નથી, બેવફા હું નથી,
કોણ આવી બેવફાઇ કરે છે સતત.
હુંય મજબૂર છું, તુંય મજબૂર છે,
હું મરૂ છું સતત, તું મરે છે સતત.
હું સદાયે તમારા વિચારો કરું,
જે અમારી ગઝલમાં સરે છે સતત,
મેં તને જિંદગીની વસંતો કહી,
પાન પીળાં અહીં તો ખરે છે સતત.
ઘાત કરવાની 'જયલા' રસમ ત્યાં હશે,
પ્યાર તું ખુબ જ, જેને કરે છે સતત.
© જયેશકુમાર 'જયલા'
No comments:
Post a Comment